SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ર - જૈન તીર્થ સર્વસંગ્રહ ૧૯૭. દિલહી (ઠા નંબર: ૩૮૫૨–૧૮૫૬) ભારતવર્ષનાં પ્રધાન નગરમાં દિલ્હીની ગણના કરવામાં આવી છે. આજની માફક કેટલાયે રાજવીઓએ દિલ્હીને પિતાની રાજધાનીનું નગર બનાવ્યું હતું પરંતુ આ નગર કેણે વસાવ્યું અને દિલ્હી એવું નામકરણ શાથી થયું એ વિશે ઘણા મતભેદ છે. કવિ કિસનદાસ અને કલ્હણે હિંદી ભાષામાં રચેલી “દિલ્હી રાજાવલી”માં એ વિશે આ પ્રકારે ઉલ્લેખ્યું છે – “નૃપ અનંગપાલ બાવીસમા, બત્તીસ લક્ષણ તાસ; સંવત જહાં નસઈ નિત્તર (૯૦૦), વર્ષમિત સુપ્રકાસ ગુવાર દશમી દિવસ, ઉત્તમ તહ આસાટે માસ દિલ્હી નગર કરિ ગઢિ કીલ્લી, કહે કવિ કિશનદાસ. સો ગડકે જબ ખેડી, તિપતિ ગડત વેર, સેવ હુઇ કિલ્લી વહાં, ગાડી ભઈ દિલ્લી ફેર. આ અવતરણ ઉપરથી સં. ૦૯ માં દિલ્હીની સ્થાપના થઈ એમ જણાય છે. “પટ્ટાવલી સમુચ્ચય” ભા. ૧ ના પૃષ: ૨૦૧ ઉપર પ્રગટ થયેલ ઐતિહાસિક પત્રમાં દિલ્હી વસાવવા સંબંધે આ પ્રકારે ઉલ્લેખ છે – સંવત ૭૦૩ દિલિ તુવર વસાઈ અનંગપાલ તુર.” જ્યારે કનિંગહામ સાહેબે સને ૭૩૬ માં અનંગપાલે (પ્રથમ) દિલ્હી વસાવ્યાને નિર્દેશ કર્યો છે. પં. લક્ષ્મીધર વાજપેયી પણ તમરવંશીય અનંગપાલ (પ્રથમ)ને દિલ્હીને મૂળ સંસ્થાપક ગણે છે, જેને રાજ્યાભિષેક સને ૭૩૬ માં થયેલ હતું. તેણે સર્વ પ્રથમ દિલ્હીમાં રાજ્ય કર્યું હતું. તેના પછી તેના વંશજે કનોજમાં ચાલ્યા ગયા. એ પછી બીજે અનંગપાલ દિલ્હીમાં આવે અને તેણે દિલ્હીને પોતાની રાજધાની બનાવી. તેણે નવું શહેર બનાવી કેટ બનાવ્યો. કતબમિનારની પાસે પડેલાં મકાનનાં પ્રાચીન ખંડિયેરે અનંગપાલ બીજાની રાજધાનીનાં માનવામાં આવે છે. એના સમયને એક શિલાલેખ પણ મળે છે, જેમાં લખ્યું છે કે –“ સંવત્ ૨૨૦૨ અનંgrઇ વહી”. વળી, કુતુબમિનારની પાસે આવેલા અનંગપાલના મંદિરના સ્તંભ ઉપર તેનું નામ પણ ઉત્કીર્ણ કરેલું મળે છે. શ્રી જ્યચંદ્ર વિદ્યાલંકાર સને ૧૦૫૦ માં અનંગપાલ નામના એક તેમર સરદાર દ્વારા દિલ્હીની સ્થાપના થયાને ઉલ્લેખ કરે છે? અને શ્રીઓઝાજી પણ આ બીજા અનંગપાલે દિલ્હી વસાવી એમ જણાવે છે. આ અનંગપાલ મરવંશીય ક્ષત્રિય હતું અને સં. ૧૩૮૪ ને એક શિલાલેખ, જે દિલ્હી મ્યુઝિયમમાં છે, તેમાં તમરવંશીઓએ આ દિલ્હી વસાવ્યાને નિર્દેશ આ પ્રકારે મળે છે – "देशोऽस्ति हरियानाख्यो पृथिव्यां स्वर्गसंनिभः । दिल्लिकाख्या पुरी तत्र तोमरैरस्ति निर्मिता ।।" તે મરવંશીય અનંગપાલે નગર વસાવી દિલ્હી નામ આપ્યું એ પહેલાં એનું નામ ઈન્દ્રપ્રસ્થ હતું. દિલ્હી એવું નામ પાડવામાં ઉપર્યુક્ત કિસનદાસની કવિતામાં કારણ બતાવ્યું છે કે, જમીનમાં લેઢાની ખીલી રપતાં એ ઢિલી પડી ગઈ અને તેથી નગરનું નામ ઢિલ્લી પડ્યું. ફરિસ્તા કહે છે કે, અહીંની માટી એટલી નરમ છે કે, તેમાં મુશ્કેલીથી ખીલી સજજડપણે રહી શકે છે એથી જ ઢીલી ભૂમિવાળા આ નગરનું “લિકા” એવું નામ પડી ગયું. આને ગિનીપુર, દિલ્હી, દેહલી વગેરે નામોથી પણ ઉલ્લેખ કરવામાં આવ્યા છે. જેને સાહિત્યમાં આ નામને ખૂબ ઉપગ થયેલ છે. જેને સાહિત્યિક ઉલ્લેખ પરથી અગિયારમા સૈકા પછીના અહીંના જેનેની વાસ્તવિક સ્થિતિને ખ્યાલ મળે છે, તે ઉપર આછી નજર ફેરવી લઈએ: ૧. ગણધર સાર્ધશતક'ના ઉલેખ પ્રમાણે શ્રીવર્ધમાનસૂરિ સં. ૧૦૪૦ લગભગમાં અહીં આવ્યા જેમણે શ્રીઉદ્યતનસૂરિ પાસે દીક્ષા લીધી. હતી. 1. Cunnigam : The Archaeological servey of India. P. 149. ૨. “દિલ્હી અથવા દ્રપ્રસ્થ” પૃ. ૬. ૩. “રાજપૂતાના ઇતિહાસ” પ્રથમ જિદ : પૃ. ૨૩૪ ૪. “ઇતિહાસ પ્રવેશ” ભા. ૧, પૃ. ૨૨૦. . ૫. “ટોડ રાજસ્થાન” પૃ૦ ૨૩૦.
SR No.011536
Book TitleJain Tirth Sarva Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages513
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy