SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૧ પંજાબ અને સિંધની મંદિરાવલી કાંગડામાંથી મળી આવેલાં જૈન મંદિરનાં અવશે અને શિલાલેખે તેની પ્રાચીન સ્થિતિ ઉપર વાસ્તવિક પ્રકાશ પાથરે છે. પંદરમી–સોળમી શતાબ્દી સુધી અહીંનાં જૈન મંદિરે બરાબર હયાત હતાં. તે પછી તેને ધ્વસ થયેલે છે. - ખરતરગચ્છના આ શ્રીજિનદત્તસૂરિએ પંજાબમાં વિહાર કર્યો હતે પણ તેમને થયેલા કડવા અનુભવ પછી તેમણે પિતાના શિષ્યને ઉચ્ચાનગર, મુલતાન, લાહોર, દિલ્હી અને અજમેરમાં મારું કરવાની મનાઈ કરી હતી. ખરતરગચછીય ઉપાધ્યાય શ્રીજયસાગરગણિ સં. ૧૪૮૪માં જૈન સંઘ સાથે પંજાબનાં વિવિધ સ્થાનેમાં ફર્યા હતા. તેમણે કાંગડા તીર્થની યાત્રા કરી એ વિશે ‘વિજ્ઞપ્તિ ત્રિવેણમાં એમણે વર્ણન કર્યું છે. સત્તરમા સૈકામાં જગદ્ગુરુ શ્રીહીરવિજયસૂરિના આદેશથી તેમના શિષ્ય-પ્રશિષ્ય પંજાબમાં આવ્યા હતા. ઉપધ્યાય શ્રી શાંતિચંદ્રના ઉપદેશથી લાહોરમાં અકબરે ઈદના દિવસે હિંસા ન કરવાનું ફરમાન બહાર પાડયું હતું. મંત્રી કર્મચંદ્રની વિનતિથી આ જિનચંદ્રસૂરિ લાહેર પધાર્યા હતા, જેમણે અકબર પાસેથી ખંભાતના અખાતમાં એક વર્ષ માટે જીવરક્ષાનું ફરમાન મેળવી લીધું હતું. વાહ માનસિંહને સૂરિપદ અહીં આપવામાં આવ્યું હતું અને શ્રીહીરવિજયસૂરિના નામે અષાડ માસીના સપ્તાહની અમારિનું ફરમાન તેમણે મેળવ્યું હતું. ઉપાધ્યાય જંયસેમે લાહોરમાં રહીને જ કર્મચંદ્રપ્રબંધની રચના કરી હતી. ઉપાધ્યાય સમયસુંદરે લાહેરમાં “અષ્ટલક્ષી નામને ગ્રંથ બનાવ્યા હતા. ઉપાધ્યાય ભાનુચંદ્ર લાહેરમાં સમ્રાટ અકબર પાસેથી શ્રીસંઘને ઉપાશ્રય અને દેરાસર માટે જમીન અપાવી હતી. તેમણે સમ્રાટ જહાંગીરની કન્યાની શાંતિ નિમિત્તે લાહોરમાં શાંતિનાત્ર ભણાવ્યું હતું, શત્રુંજયને કર માફ કરાવ્યો હતો. ઉનામાં શ્રીહીરવિજયસૂરિના સમાધિસ્થાન માટે જમીન અપાવી હતી અને શેઠ દુર્જનશલ્ય પાસે લાહોરમાં શાંતિજિનનું મંદિર બંધાવ્યું હતું. આ ઉપાશ્ચાએ લાહેર, કાશમીર, પીરપંજાળ અને રત્નપંજાળ સુધી પોતાને વિહાર લંબાવ્યે હતો. ( શ્રીવિજયસેનસૂરિ સમ્રાટ અકબરન વિનતિથી લાહોર પધાર્યા હતા. અહીં તેમણે શ્રી ભાનુચંદ્રને ગણિપદ આપ્યું હતું. એ પછી લંકામતના મુનિઓ, સ્થાનકમાર્ગી સાધુઓ, પંજાબ સંપ્રદાય અને અજીવમત પંજાબમાં પ્રસર્યો હતો. શ્રીબુટેરાયજી મહારાજા દુલવામાં, શ્રીમૂલચંદજી ગણિ સિયાલકેટમાં, શ્રીવૃદ્ધિચંદ્રજી મહારાજ રામનગરમાં અને શ્રી આત્મારામજી મહારાજ પંજાબની ભૂમિમાં જ જન્મ્યા હતા. શ્રીબુટેરાયજી મહારાજે પંજાબમાં જૈનધર્મનો પ્રચાર કર્યો, જેના પરિણામે ગુજરાનવાલા સિયાલકેટ, પતિયાલા, ૫૫નાખા, રામનગર, હોશિયારપુર અને પરસરમાં જૈનમંદિર બંધાવી પ્રતિષ્ઠા કરી હતી. શ્રી આત્મારામજી મહારાજ, આ. વિજયકમલસૂરિ, મુનિ ચંદનવિજયજી અને આ૦ શ્રીવિજયવલ્લભસૂરિએ પંજાબમાં જૈનધર્મને સ્થિર કરવા ખૂબ પ્રયત્ન કર્યો છે. શ્રીદર્શનવિજયજી (ત્રિપુટી)એ મેરઠ જિલ્લે અને મુજફરપુર જિલ્લામાં સં. ૧૯૮૯ માં અઢી હજાર નવા જેને બનાવી જિનાલયની સ્થાપના કરાવી છે. લાહોર મ્યુઝિયમના કયરેટર સ્વર્ગસ્થ ડે. કે. એન. સીતારામે ત્રિગર્ત દેશનું પરિભ્રમણ કરી કેટલાંક જૈન અવશેની શોધ કરી હતી, તેમાંથી ૨ વીશીઓ, ૨ એકલમલ જિનમૂર્તિઓ અને જૈનમંદિરના કેટલાક અવશે જોયા હતા. તેમણે આ પ્રદેશમાં કેટલીયે જેન મૂર્તિઓ અને મંદિરને હિંદુઓએ અપનાવી લીધેલાં જોયાં હતાં. જેમકે-વૈદ્યનાથ પપરોલાના રેલવે સ્ટેશન અને ડાકબંગલા વચ્ચે આવેલું ગણપતિનું કહેવાતું મંદિર વાસ્તવમાં જેન મંદિર હોવાનું જણાવ્યું હતું. લાહોરના મ્યુઝિયમમાં કેટલીક જૈન મૂર્તિઓને સંગ્રહ કરેલો છે જેને આજે પણ બૌદ્ધ સ્મૃતિઓ તરીકે ઓળખાવવામાં આવે છે. આ હકીકત આપણને અહીંની ભૂમિ ઉપર જેના અવશેની શોધ માટે પ્રેરણા કરી રહી છે. ઈડસ સ્ટેશનની પાસે આવેલી નાગનની પહાડીમાં જૈન તીર્થકરોની મૂર્તિઓની અસ્પષ્ટ આકૃતિઓ નજરે પડે છે, જે બીજા-ત્રીજા સૈકાની હોવાનું જણાય છે. ત્યારથી હિંદ અને પાકિસ્તાનનાં ભાગલાં પડ્યાં ત્યારથી પાકીસ્તાન વિભાગના જેનેની વસ્તી ત્યાંથી હિંદમાં વસવાટ કરવા આવી છે. એથી આ પ્રદેશના નમંદિરે જોઈએ તેવાં સુરક્ષિત નથી.
SR No.011536
Book TitleJain Tirth Sarva Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages513
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy