SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૮ • જેને તીર્થ સર્વસંગ્રહ - "श्रीकायावासवासीता केवलावदाग नमो क्षमाग्रत(?) आदिनाथ(थ) प्रणमति-विक्रमादित्यसंवत् १४३१ वर्षे वैशाख सुदि अक्षयતિથી વૃદ્ધિને રાત્રીના પુરાંસ XXX” આ સિવાય સં. ૧૪૩૮, સં. ૧૫૧૯ ના લેખો પણ મળે છે. એક શિલાલેખથી જણાય છે કે, વિ સં. ૧૯૮૫ ના ભાદરવા વદિ ૫ ને સોમવારના દિવસે મંદિરનો મધ્ય ભાગ બની ચૂક્યો હતે. એ પછી મંદિરનાં પગથિયાં ચડતાં જે શ્રીમદેવી માતાની મૂર્તિ શ્વેતાંબરીય દષ્ટિ મુજબ મૂકવામાં આવી છે તેની પાસે જ સં. ૧૬૮૮ માં સ્થાપન કરેલાં ઉપાધ્યાય શ્રીભાનચંદ્ર અને સિદ્ધિચંદ્ર નામના ગુરુશિષ્યનાં ચરણુયુગલની સ્થાપના કર્યાના તે પર શિલાલેખે મોજુદ છે. નવચેકીને ભાગ સં. ૧૮૪૩ માં શ્રીજિનભક્તિસૂરિ અને શ્રીજિનલાભસૂરિના ઉપદેશથી બંધાવા છે એ સબંધી લેખે પણ મળે છે. નવાકીના મંડપના દક્ષિણ કિનારા ઉપર પાષાણુને એક નાને સ્તંભ ઊભે છે. તેની ચારે તરફ તેમજ ઉપર નીચે નાના નાના ગોખલાએ બનેલા છે. લેકે આને મસ્જિદને આકાર માને છે. મુસ્લિમ સત્તા વખતે આ મંદિરના રક્ષણ માટે આ આકાર ઊભું કરવામાં આવ્યું હોય તે આશ્ચર્ય જેવું નથી. આ નવચેકીમાંથી સભામંડપમાં જવા માટે ત્રીજું પ્રવેશદ્વાર છે. ગર્ભગૃહ ઉપર વજા–દંડસહિત વિશાળ શિખર છે અને સભામંડ૫, નવચેકી તેમજ બહારની શૃંગારકી ઉપર ઘૂમટે છે. મંદિરની ત્રણે બાજુએ દેવકુલિકાઓની હારમાળા ઊભી છે, જેમાં પ્રત્યેકના મધ્યમાં મંડપ સહિત એકેક દેરી બનેલી જોવાય છે. આ દેવકુલિકાઓની પંક્તિના મયમાં બનેલાં મંડપવાળાં ત્રણ મંદિરોને અહીંના લેકે શ્રી નેમિનાથ ભગવાનનું મંદિર કહે છે પરંતુ શિલાલેખો અને અંદરની મૂર્તિના લેખે આને ગ્રીષભદેવનું મંદિર હોવાનું જણાવે છે. આ દેવકુલિકાઓ અને ગર્ભગૃહના અંતરાલમાં અંદરની પ્રદક્ષિણાપથ છે. આ બધી દેરીઓ પાછળથી બનેલી છે. પં. શ્રીગૌરીશંકર ઓઝા જણાવે છે કે-“આ મંદિરના ખેલામંડપમાં તીર્થકરોની ૨૨ મૂર્તિઓ અને દેવકુલિકાઓમાં ૫૪ મૂર્તિઓ વિરાજમાન છે. દેવકુલિકાઓમાં વિ. સં. ૧૭૫૬ માં બનેલી શ્રીવિજયસાગરસૂરિની મૂર્તિ પણ છે. પશ્ચિમની દેવકુલિકાઓમાંથી એકમાં અનુમાનથી ૬ ફીટ ઊંચું પથ્થરનું એક મંદિર જેવું બનેલું નથી ૬ ફીટ ઊંચું પથ્થરનું એક મંદિર જેવું બનેલું છે, જેના પર ” તીથકની ઘણીયે નાની નાની મૂર્તિઓ છેદેલી છે, આને લોકે “ગિરનારજીનું બિબ” કહે છે. ઉપર્યુક્ત ૭૬ મતિએમાંથી ૧૪ મૂર્તિઓ પર લેખ નથી, લેખવાળી મૂર્તિઓમાંથી ૩૮ દિગંબર સંપ્રદાયની અને ૧૧ શ્વેતાંબરોની છે. ............લેખવાળી મૂર્તિઓ વિ. સં. ૧૬૧૨ થી ૧૮૬૩ સુધીની છે.” - આ ઉપરથી સહેજે અનુમાન નીકળે છે કે, ચૌદમા સૈકા લગભગમાં જીર્ણોદ્ધાર કરેલા આ મંદિરમાં શ્વેતાંબર. આચાર્યોએ જીર્ણોદ્ધાર અને પ્રતિષ્ઠા કરાવેલાં છે જ્યારે દિગંબર મૂર્તિઓ કોઈ પ્રસંગે પાછળથી પધરાવવામાં આવી છે, જેમાં મોટે ભાગે લેખવાળી મૂર્તિઓને પસંદ કરવામાં આવી છે. મંદિરમાં શ્વેતાંબર વિધિ મુજબ સ્વર્ગસ્થ શ્રીફતેસિંહજી મહારાણુએ પિતાના તરફથી સવા લાખ રૂપિયાની આંગી. ચડાવી હતી. મહારાણાઓએ આ મંદિર પ્રત્યે પરંપરાગત ભક્તિ બતાવેલી છે અને જ્યારે તેઓ મંદિરના દર્શનાર્થે આવે છે ત્યારે તેઓ મંદિરના બીજા દ્વારથી પ્રવેશ કરતા નથી પરંતુ બહારના પ્રદક્ષિણાપથમાં બનેલા નાના દ્વારથી જ પ્રવેશ કરે છે. મંદિરને હાલને બધે વહીવટ એક જૈન કમિટિના હાથમાં છે. ' ૨. બહારના ભાગમાં આવેલા શ્રીજગવલ્લભ પાર્શ્વનાથ ભગવાનના દેરાસરની પ્રતિષ્ઠા સં. ૧૮૦૧ માં શ્રીસુમતિચંદ્ર મહારાજે કરાવ્યાને લેખ તેમાં મૌજુદ છે. સં. ૧૮૬૦ માં રચાયેલી એક “લાવણી પરથી આ મંદિરનો કોટ એ સમયે બંધાવા હશે એમ લાગે છે – " देवल तो मजबूत वन्या है, उपर इंडा सोनेका । आलु दोठं कोट बनाया, सब संगीन बंद चूनेका ॥" આ બધા પુરાવાઓ ઉપરથી નિ:સંદેહ આ શ્વેતાંબર તીર્થ હોવા છતાં સૌ કોઈના માટે વંદનીય તીર્થ બનેલું છે. ૪. “વાટાઘા ફરિદાર’ માત્ર 1 g૦ ૪૩.
SR No.011536
Book TitleJain Tirth Sarva Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages513
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy