SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ધમનાર ૩૩૩ કેટલાક જૈનાચાર્યો અહીં આવીને રહેતા. કેટલાક ગ્રંથની રચના ઉપરથી પણ એ હકીકત ફલિત થાય છે. સૂરાચાર્ય, શાંતિસૂરિ આદિ વિદ્વાનોએ ધારાની રાજસભાને જીતી હતી. સને ૧૩૧૦માં જયસિંહ ચેથા સુધી પરમારની અહીં ગાદી હતી અને તે પછી આ રાજ્ય ભેગલ સત્તા નીચે આવ્યું એમ ઈતિહાસથી જણાય છે. સને ૧૩૨૫માં મહમ્મદ તઘલખે અહીંની એક નાની પહાડી ઉપર કિટલે બંધાવેલ છે. મુસ્લિમ હકુમતમાં ધારાનાં કેટલાં પ્રાચીન હિંદુ અને જૈન મંદિરોને ખંડિત કરવામાં આવ્યાં કે મસ્જિદમાં ફેરવી દેવામાં આવ્યાં. ભેજરાજે બંધાવેલું સંસ્કૃત વિદ્યાલય, જેના પથ્થરમાં અનેક ઉપયોગી ગ્રંથો ઉત્કી કરવામાં આવ્યા હતા, તેને ઘસી નાખી આખાયે વિદ્યાલયને મસ્જિદમાં પરિવર્તિત કરવામાં આવ્યું છે. આ મસ્જિદમાં આજે પણ બે સ્તંભે ઉપર રાજ ઉદયાદિત્યના સમયે સર્પાકારે વ્યાકરણ ગ્રંથને કેરી કાઢવામાં આવ્યું હતું તે સુરક્ષિત રહી ગયેલ છે. અહીં સને ૧૪૦૫માં બંધાવેલી લાટ મસ્જિદ છે, તેમાં જૈન મંદિરનાં ચિહ્નો જોવાય છે. આ મજિદમાં બે મંદિરના પથ્થરે કામમાં લીધા હોય એમ જણાય છે. બીજી મસ્જિદમાં પણ જેન ચિ હોવાનું કહેવાય છે. એ પછી મુસ્લિમના આતંકથી અને વેપાર આદિના હાસથી જૈનની વસ્તી ઘટવા માંડી. અત્યારે આ નગરમાં ૧૨૫ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનેની વસ્તી છે. શહેરમાં ૨ જિનાલયે વિદ્યમાન છે. ' ૧. નિયાવાડીમાં ૧ ઘર દેરાસર આવેલું છે, જે પ્રાચીન છે. મૂળનાયક શ્રીઆદીશ્વર ભગવાનની તવ પ્રતિમા રા હાથની ઊંચી છે. તેના ઉપર સં. ૧૨૦૩નો લેખ છે જેમાં શ્રી ક્ષેમસૂરિએ પ્રતિષ્ઠા કયોને ઉલ્લેખ છે. બાહ્ય મંડપમાં બંને તરફના ગોખલાઓ પિકી એકમાં શ્યામવર્ણ ૩ હાથની પ્રતિમા છે, ત્યારે બીજી તરફના ગોખલામાં સં. ૧૩૬રમાં પ્રતિષ્ઠિત ૩ હાથની મૂર્તિ છે. તેની સાથે શ્રી શાંતિનાથ ભગવાનની ૨ હાથની ઊંચી ધાતપ્રતિમા અને ધાતુમય ચીમખ પ્રતિમા વિરાજમાન છે. બીજી એક આદિનાથની પ્રતિમા ઉપર સં. ૧૩૨૮ અને શ્રી શાંતિનાથની ધાતુપ્રતિમા ઉપર સં. ૧૫૪૭ના લેખો છે. આ શિલાલેખથી માની શકાય કે, ૧૬મા સૈકા સુધી અહીં જેનેની વસ્તી સારી હતી. બીજું મંદિર સદર બજારમાં શિખરબંધી નવું બંધાવેલું છે. તેમાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનની ૧ હાથનો પ્રતિમા બિરાજમાન છે. તેની આસપાસ રહેલી શ્રી પાર્શ્વનાથનો બને પ્રતિમાઓ એકેક હાથ ઊંચી છે. તેના - ઉપર લેખ નથી પરંતુ ખૂબ પ્રાચીન હોય એમ જણાય છે. ૧૮૫, ધમનાર (ઠા નંબર: ૩૩૮૦) મંદરથી ૩ માઈલ દૂર ધમનાર નામે ગામ છે. અહીં ૨૦ જૈન શ્રાવકેની વસ્તી છે. ઉપાશ્રય કે ધર્મશાળા નથી. બજારમાં શ્રી આદિનાથ ભગવાનનું ઘૂમટબંધી મંદિર છે. - અહીં એક પહાડી છે, જેને વ્યાસ દેઢક કેશને છે અને ઊંચાઈ ૧૪૦ ફીટ છે. ઉપરનો ભાગ સપાટ છે. ચારે બાજુ કુદરતી રીતે કેટ બને છે. જો કે આજકાલ તેમાં બાવાઓ રહે છે. નાનાં મોટાં મંદિરમાં ચતભુજ, વિપત્ર, મહાદેવ વગેરેની મૂર્તિઓ બેસાડેલી છે પરંતુ કઈ કઈ ગુફાઓમાં તે જૈન તીર્થકરોની કાર્યોત્સર્ગસ્થ અને પદ્માસની મૂર્તિ બિરાજમાન છે. કેટલીક ગુફાઓમાં બોદ્ધ મૂર્તિઓ પણ છે. ચંબલ નદી તરફની ગુફ સ્પષ્ટ રીતે જૈન ગુફા છે. તેના સ્તંભેમાં જૈન સ્થાપત્ય વિદ્યમાન છે. ગુફામાં શ્રી ઋષભદેવ, શ્રી શાંતિનાથ, શ્રી નેમિનાથ, શ્રી પાર્શ્વનાથ અને શ્રીમહાવીરસ્વામી ભગવાનની મૂર્તિઓ વિદ્યમાન છે. આ મૂર્તિઓને લેકે પાંડવોની મૂર્તિઓ તરીકે ઓળખે છે, વાસ્તવમાં આ મતિઓ ઉપર્યુકત પાંચ તીર્થકરોની છે. એક શ્રીચંદ્રપ્રભ જિનેશ્વરની મૂર્તિ પણ છે. આ બધી મૂર્તિઓ ૧૦-૧૧ ફીટ ઊંચી છે ૪૩ ,
SR No.011536
Book TitleJain Tirth Sarva Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages513
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy