SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૨૨ જૈન તીર્થ સર્વસંગ્રહ ૯. ઉપર્યુક્ત મંદિરની પાસે જ માલવી જેનેનું ઘર દેરાસર છે. જ્યારે આ જૂના શહેરમાં જેની ખૂળ વસ્તી હતી ત્યારે સૌથી પહેલું આ મંદિર બાંધવામાં આવેલું. આમાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનની તવણી પ્રતિમા બિરાજમાન છે. મૂળનાયક ઉપર આ પ્રકારે લેખ છે – " संवत् १५४४ वर्षे वैशाख सुदि ३ मंगलवासरे भट्टारक श्रीजिनप्रभसूरिप्रतिष्टितं श्रीखाचरोदवास्तव्यमालयीसंवेन श्रीपाश्वनाथહિં રાષિતં ” બજારમાં રાજવિલાસની પાસે શ્રીવિજ્યરાજેન્દ્રસૂરિનું સમાધિમંદિર છે. અહીંનાં મંદિરોને દ્વાર શ્રીવિજ્યરાજેન્દ્રસૂરિના ઉપદેશને આભારી છે. ૧૭૯. ઉજજૈન (ઠા નંબર : ૩ર૪-૩ર૭) ભારતની સાત પુરાણી નગરીઓમાં ઉજજેની એક મુખ્ય નગરી છે અને ક્ષિપ્રા નદીને કાંઠે વસેલી છે. એનું પ્રાચીન નામ અવંતિકા. પુષ્પકરંડિની અને વિશાળ એવાં પણ એનાં પુરાતન નામો મળે છે. માલવાની પ્રાચીન રાજધાનીનું આ નગર દક્ષિણાપથના મુખ્ય નગર તરીકે પંકાતું હતું. અહીંના બેધિકે જેમને હલેખ મહાભારત અને રન ગ્રંશ કરે છે. તેઓ ઉજૈનીના નિવાસીઓને ભગાડી લઈ જતા હતા. ચીની યાત્રી હએનસાંગ જ્યારે માલવામાં આવ્યો ત્યારે માલવા વિદ્યાનું કેન્દ્ર હતું. ઈ. સ. ની સાતમી-આઠમી શતાબ્દી સુધી. માલવા અવંતિના નામે ઓળખાતું હતું. અવંતિને બદલે ઉજજૈન નામ કોણે પાડ્યું એ સંબંધે શ્રીદયાશંકર દુબે પિતાના “ભારતકે તીર્થમાં આ પ્રમાણે જણાવે છે – અવંતિકામાં રાજા સુધન્વા રાજ્ય કરતા હતા, તે જૈન ધર્માવલંબી હતું. તેના સમયમાં અવંતિકા એક વિશાળ નગરી હતી. તેણે આનું પ્રાચીન નામ પરિવર્તન કરીને ઉજ્જૈન નામ રાખ્યું, ત્યારથી આ નગર ઉજ્જૈન નામે વિખ્યાત થયું, રાજા સુધન્વાના સમયમાં આ નગર જેનેનું એક પ્રધાન કેન્દ્ર બની ગયું હતું.” ઉન શબ્દમાંથી જે જૈનત્વનો ગુંજતે ધ્વનિ સંભળાય છે તે અવંતિ શખમાંથી પણ ફલિત થાય છે. એ વિશે જણાવીએ તે પહેલાં એના પ્રાચીન ઈતિહાસ ઉપર દષ્ટિપાત કરીએ તેયે જૈનધર્મના કેદ્ર તરીકેની પરંપરાની સાબિતી મળી આવે. ભગવાન મહાવીરના સમયે ચંડપ્રદ્યોત અહીંને રાજા હતા, તે જૈનધમી હતા. તેણે રાજા ઉદાયન પાસેની જીવંતસ્વામીની મૂર્તિને લઈ આવવા માટે તેને સ્થાને બીજી મૂર્તિ મૂકવા એક નવી ચંદનનિર્મિત મૂર્તિ બનાવી હતી. તે મૂર્તિ પાછળથી ઉજ્જૈનમાં જ હતી, જેની યાત્રા માટે લેકે આવતા હતા. કંઈક સમય પછી અશકને પુત્ર કુણાલ અહીને. સબેદાર હતા. કૃણાલ પછી તેને પુત્ર સંપ્રતિ અહીંનો શાસક થયે, એના સમયમાં આયે સહસ્તિસૂરિ જીવંતસ્વામી પ્રતિમાનાં દર્શન કરવા અહીં આવ્યા હતા. તેમણે સંપ્રતિને જૈનધમી બના. સંપ્રતિએ જૈનધર્મના વિકાસમાં ભારે ફળ આપે છે એની ઈતિહાસ શાખ પૂરે છે. આચાર્ય ચંડરુદ્ર, આ. ભદ્રગુપ્ત, આર્ય રક્ષિતસૂરિ, આય આષાઢ આદિ આચાર્યોએ અહીં વિહાર કરી જૈનધર્મના ઉપદેશની ધારા વહેતી રાખી હતી. એ પછી વિક્રમ સંવતની શરૂઆત પહેલાં આર્ય કાલસૂરિએ ગÉભિલ્લને સિંહાસનથી ઉતારીને તેના સ્થાને શકસ્તાનના શાહીઓને સ્થાપ્યા હતા. એ પછી વિક્રમાદિત્યે અહીંનું રાજ્ય સ્થાપ્યું. વિક્રમસંવ ૧. કgયામાં રહ્યું સરળ ૨ પુર8T4T | પીવચમ્ મરી, તો ગાતો સંપતોરણો બૃહતક૫ભાગ–ગાથા: ૩૨૭— તેની ટીકામાં ક્ષેમકીર્તિ (વિ. સં. ૧૩૩૨) જણાવે છે કે–ગાન્તરવાનિવૃતિમાનાર્થમુન્નચિચામાર્યશુતિન કાળમન ! બૃહકલ્પસૂત્ર, ભાષ્ય, ભા. ૭, પૃ. ૯૧–૧૮.
SR No.011536
Book TitleJain Tirth Sarva Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages513
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy