SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન તીર્થ સર્વસંગ્રહ ગભારે, તે પછી ક્રમશ: ગૂઢમંડપ, ત્રણ ચેકીઓ, જૂને સભામંડપ, ન સભામંડપ, છ ચેકીએ, મુખ્ય દરવાજો અને તે પછી શૃંગારકીમાં ચાર ચેકીઓ બનેલી છે. ગૂઢમંડપની બંને બાજુએ એકેક ગભારે બનેલો છે. ભમતીમાં ત્રણે બાજની હારમાં વચ્ચે એકેક મોટા ગભારા સાથે ૫૫ મેટી દેરીઓ, ૫૧-૫ર ની દેરી વચ્ચેના ખૂણામાં પાદુકાની દેરી ૧ અને દરવાજા પાસે ખૂણામાં પદ્માવતીદેવીની નાની દેરી ૧-મળીને કુલ પ૦ દેરીઓ છે. મૂળગભારા ઉપર અને ગૂઢમંડપની બંને બાજુના ગભારા ઉપર અલગ અલગ શિખરો છે. ભમરીના ગભારા અને દેરીઓ ઉપર મળીને કુલ ૫૯ શિખરે છે. ગૂઢમંડપ અને જના સભામંડપ ઉપર ઘુમટને બદલે બેઠા ઘાટનાં શિખરે છે. જ્યારે નવા સભામંડપ અને શૃંગારકીઓ વગેરે ઉપર ઘૂમટે બનેલા છે. મુખ્ય દરવાજાની અંદરની ત્રણ ચેકીઓ અને બહારની ચાર ચેકીઓ ઉપર સળગ માળ કરેલ છે અને તેની અગાશી ઉપર ઘૂમટ છે. ગૂઢમંડપની બંને બાજુના બે ગભારા ઉપરથી ભમતીની બંને બાજુના બે ગભારાની છત ઉપર જવા માટે બે પૂલ જેવા માર્ગ ગોઠવેલા છે. ભમતીની દેરીઓને પાછળની હારની વચ્ચે ગભારે બે ખંડવાળે છે. ગૂઢમંડપની દીવાલમાં સં. ૧૯૭૩ માં મનહર ચિત્રકામ થયેલું છે, જેમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનના દશ ભાવના અને પંચકલ્યાણકના ભાવ આબેહૂબ ચીતરેલા છે. આ ચિત્રકામને કાચથી મઢી લેવામાં આવ્યું છે. મૂળગભારો, તેની બાજુના બંને ગભારા અને ગૂઢમંડપની દીવાલે આરસથી જડેલી છે. મૂળ ગભારે અને ગુઢમંડપને મુખ્ય દરવાજે કેરભરેલે આરસને છે. દરવાજાનાં કમાડે કરણીભર્યા છે ને તેના ઉપર ચાંદીનું પતરું મઢેલું છે. ગૂઢમંડપના બંને દરવાજાઓ પણ આરસના અને નકશીભર્યા છે. ગૂઢમંડપનું ભોંયતળિયું વિવિધરંગી: મીનાકારીયક્ત છે. બંને સભામંડપ આરસના છે. ભમતીના ત્રણે ગભારાના દરવાજાની બારશાખ કરણીવાળા આરસની છે. ભમતીની બધી દેરીઓમાં આરસ જડેલે છે પરંતુ સ્તંભે અને ઉપરના ભાગમાં ચૂનાની કલાઈ કરાવેલી છે. શ્રીવિજયપ્રભસૂરિના ઉપદેશથી શ્રીસંઘે આ જિનાલયને મૂળગભારો અને ગૂઢમંડપ તૈયાર થતાં મૂળનાયક શ્રીશંખેશ્વર પાર્શ્વનાથની મતિને બિરાજમાન કરવામાં આવી હતી. તેની પ્રતિષ્ઠા સં. ૧૭૬૦માં શ્રીવિજયપ્રભસૂરિના પટ્ટધર શ્રીવિજયરત્નસૂરિએ કરી હોય એમ જણાય છે. મૂળગભારે અને ગૂઢમંડપ સિવાયના મંદિરના બીજા ભાગો પાછળથી થયેલા લાગે છે. મૂ૦ ના શ્રીશંખેશ્વર ભ૦, ભીડભંજન પાર્શ્વનાથ ભ. ના ગભારાની ત્રણે મૂર્તિઓ અને બીજા નંબરની દેરીમાંની પદ્માવતીદેવીની મૂર્તિ–આ પાંચ પ્રતિમાઓ સિવાયની સમગ્ર પ્રતિમાઓને ઉત્થાપન કરી તેમાં જરૂરી સમારકામ કરાવી. ઉપર્યુક્ત પાંચ મૃતિઓ સિવાયની બાકીની બધી મૂર્તિઓની વિ. સં. ૧૯૬૭ના મહાસુદિ ૫ ને શનિવારના રોજ ફરીથી પ્રતિષ્ઠા કરવામાં આવી છે. તે પછી પ્રતિષ્ઠા મહોત્સવ થયે હોય એમ જણાતું નથી. ફરી પ્રતિષ્ઠા થયા પછીથી દર વર્ષે મહા સુદિ પના જ બધાં શિખરે અને ઘૂમટે ઉપર ૬૫ જેટલી ધજાઓ ચડે છે. કેટલાંક વર્ષોથી ભાવનગરવાળા શેઠ છોટાલાલ નાનચંદ આણંદજી તરફથી મૂળનાયકના ગભારા ઉપર ધજા ચડે છે, જ્યારે બાકીની ધજાઓ અહીંના કારખાના–પેઢી તરફથી ચડાવવામાં આવે છે. આ મંદિરની મૂર્તિઓ, પરિકર તેમજ દીવાલે ઉપરથી બધા મળીને પચીશ લેખો મળી આવે છે. તેમાં સૌથી જૂનામાં જનો લેખ સં. ૧૨૧૩ને છે અને નવામાં નવ સં. ૧૯૧દનો છે. બીજા કેટલાક લેખો કાંતે ઘસાયેલા છે અને કેઈક ચૂનામાં દબાયેલા હોવાથી વાંચી શકાતા નથી. મુખ્ય દરવાજાની બહાર શૃંગારકીની પાસે બંને તરફ ખુલ્લી ઓશરીઓ બનેલી છે. તે બંનેના છેડે એકેક એારડી છે. એકમાં પૂજાનાં કપડાં અને બીજામાં કેસર-સુખડ ઘસવાનું રહે છે. શુંગારચોકીની સામે એક દળાણું છે. તેની અંદરના ભાગમાં ઓરડીઓ બનેલી છે, જેમાં હાલ કારખાનાના સિપાહીઓ રહે છે. ઓરડીઓના બારણામાં. ઉંબરે, બારણું એક બારશાખ વગેરે જોતાં માલમ પડે છે કે મૂળનાયક શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનને અહીં થોડા સમય માટે પધરાવ્યા હશે.
SR No.011535
Book TitleJain Tirth Sarva Sangraha Part 01 Khand 01
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy