SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ખેશ્વર અત્—વિ. સં. ૧૧ર૬ ના વૈશાખ વદિ ૧૧ ને શનિવારે થારાપદ્રગચ્છના અને શ્રીમાલી ધકટવંશના વરણગના પુત્ર મહત્તમ શ્રીસંતુક નામના અમાત્યે તેની માતા સંપશુશ્રીના અને પિતાને પુણ્ય માટે મંકા નામના સ્થળના ચિત્યમાં જિનેન્દ્રની આ પ્રતિમા (પરિકમ્યુક્ત) કરાવી. આ સંતૃક (સાંતુ) અમાત્ય એ જ છે કે જેઓ ગૂર્જરનરેશ કણરાજ અને સિદ્ધરાજના કુશળ મહામાત્ય હતા. - અહીં રાવળના ઘર પાસે જૈન મંદિરની નિશાનીઓ દેખાય છે. આ મંદિર મોટું બાવન જિનાલયવાળું હશે એમ -એના વિસ્તારથી જણાય છે. આ મંદિરની ઈટે વગેરે મહાદેવના મંદિર માટે ખપ લાગી હતી; એમ ત્યાંના વૃદ્ધો કહે છે. ૨૨. શંખેશ્વર (કોઠા નંબર : ૯૯ ) ઉત્તર ગુજરાતમાં વઢિયાર (વધિપથક-વૃદ્ધિકાર) નામને દેશ છે. તેનું મુખ્ય શહેર રાધનપુર છે. રાધનપુર રાજ્યના મહાલમાં “ શખેશ્વર નામનું ગામ છે. પ્રાચીન લેખમાં આને “શંખપુર” નામે ઉલ્લેખ થયેલો જોવાય છે. પરંતુ ત્યારે શંખેશ્વર પાર્શ્વનાથના તીર્થને મહિમા વિસ્તાર પામ્યું ત્યારે તેનું “શંખેશ્વર” નામ પડી ગયું હોય એમ લાગે છે. આ નામ એટલું પ્રાભાવિક બની ગયું કે શંખેશ્વર પાર્શ્વનાથનાં મંદિરે ઘણે સ્થળે ઊભાં થયાં. શાસ્ત્રીય નામ શંખપુર હોવાથી આધુનિક રચનાઓમાં પણું એ નામને ઉલ્લેખ થતે જોવાય છે. જૈન ગ્રંથોના કથન મુજબ : અતિ પ્રાચીનકાળમાં આષાઢી નામના શ્રાવકે ચારૂપ, સ્તભપુર અને આ શંખેશ્વરમાં રહેલી મતિઓ ભરાવી હતી. જરાસંધ અને કણ વચ્ચેની લડાઈ વખતે જરાસંધ શ્રીકૃષ્ણના સિન્ય ઉપર જરા નાખી. તેથી શ્રીઅરિષ્ટનેમિ ભગવાને આ શંખેશ્વર પાર્શ્વનાથ ભવનું ન્ડવણજળ સૈન્ય ઉપર છાંટયું કે તરત એ ઉપદ્રવ શમી ગયે. આવા અનેક ચમત્કારની વાતે ગ્રંથમાં અને લોકજીભે આજે પણ ગવાય છે. એકંદરે આ મૂર્તિને મહિમા અપૂર્વ છે. આ શખેશ્વર મહાતીર્થને ઐતિહાસિક કાળ મહામંત્રી સજનશાહ વિ. સં. ૧૧૫૫માં શંખેશ્વરમાં મંદિર બંધાવ્યું ત્યારથી શરુ થાય છે. પરંતુ જૈન પ્રબંધમાંના ઉલ્લેખથી જણાય છે કે આ ગામ પ્રાચીનકાળથી હતું અને બહ જાહોજલાલીવાળું હતું. વનરાજ ચાવડાનું લૂંટારુ જીવન પંચાસર અને શંખેશ્વરની આસપાસની ભૂમિ ઉપર શરૂ થયેલું તેથી આ ગામ તે પહેલાંથી હશે એમ માની શકાય. આ ગામના નામ ઉપરથી જ “શંખેશ્વરગ”ની સ્થાપના થઈ હતી. સને ૧૯૪૧ ની વસ્તીગણતરી મુજબ આ ગામમાં કુલ ૩૮૦ ઘર અને લગભગ ૧૨૫૦ માણસની વસ્તી હોવાની કોંધ મળે છે. અત્યારે અહીં વીશાશ્રીમાળી શ્રાવક વાણિયાનાં ૭ ઘરે છે અને તેમાં ૧૩ માણસની વસ્તી છે. આટલી વસ્તીમાં પણ ગામની આબાદી સારી છે. ધર્મશાળામાં યાત્રાળુઓની અવરજવર, કારખાનાની પેઢી અને ભવ્ય મંદિરથી આ નાનું ગામ પણ રમણીય નગરની શોભા પ્રાપ્ત કરી રહ્યું છે. શંખેશ્વર ગામના મધ્ય ભાગમાં શ્રીશંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનના પશ્ચિમ સન્મુખ જૂના મંદિરનું એક વિશાળ ખંડિયેર ઊભું છે અને ગામના પશ્ચિમ તરફના ઝાંપામાં પૂર્વસમ્મુખ શ્રીશંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનું નવું મંદિર દેવવિમાન જેવું ભી રહ્યું છે. વિશાળ કંપાઉંડના મધ્ય ભાગે આવેલું બેઠી બાંધણીનું છતાં વિશાળ અને સુંદર મંદિર છે. તેમાં મૂળ૧. લંકાના પરિચય માટે જુઓ આ પુસ્તકનું પાન ૫૫ ઉપરની ટિપ્પણી. ૨. મુનિરાજ શ્રીજયંતવિજયજી કૃત “શંખેશ્વર મહાતીર્થ” નામના પુસ્તકમાંથી શંખેશ્વરની માહિતી તારવી છે. '
SR No.011535
Book TitleJain Tirth Sarva Sangraha Part 01 Khand 01
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy