SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન તીર્થ સર્વસંગ્રહ - આ વ્યાપારસમૃદ્ધ નગરને ઈતિહાસ જોતાં તેનું અતિપુરાણ કાળનું વર્ણન મળે છે. તેના ઈતિહાસકાળની મર્યાદામાં અઢી હજાર વર્ષ પૂર્વે આ નગર અને આ પ્રદેશ માલવનરેશને તાબે હતું. ત્યારપછી તે નંદનૃપતિઓને તાબે હતો. એ પછી મોર્યો, ક્ષત્ર, ગુપ્તાની સત્તા હેઠળ હતું. ત્યાર બાદ ગૂર્જર, પરમાર, ચોલુકો, વાઘેલાએ બાદ વારાફરતી મુસલમાન રાજવંશથી શાસિત થતું તે હાલ મુંબઈ સરકારને તાબે છે. આવા સમૃદ્ધ નગર ઉપર સમયે સમયે કાળનું મોજું વીંઝાતું રહ્યું છે, છતાં “ભાંગ્યું તેયે ભરૂચ ની જૂની કહેવતને એ આજે પણ સાર્થક કરી રહ્યું છે. આ ભૂમિની જૈન તીર્થ તરીકેની પ્રસિદ્ધિ “માઁ મુનિસુધા' એ પદથી જેને અજાણી નથી. આજે અહીં જેનેનાં બાર મંદિર છે. દેખાવમાં સુંદર છે ખરાં પરંતુ તેમાં પ્રાચીન કળા જોવા મળતી નથી. જે પ્રાચીન મંદિરના કારણે આ નગર તીર્થરૂપ કહેવાતું હતું તે મંદિરને આજે પત્તો નથી; અથવા મસ્જિદમાં ફેરવાઈ ગયું છે તેને પ્રાચીન ઈતિહાસ જાણવાજેવો છે. શ્રી. જિનપ્રભસૂરિએ “વિવિધતીર્થક૫માં આ તીર્થ વશેની પ્રાચીન કથા આલેખી છે, “પ્રબંધચિંતામણિ” અને “પ્રભાવકચરિત માં પણ આ વિહારની આખ્યાયિકા સંગ્રહાયેલી છે. આ કથામાં જગજૂના કાળનું જે તથ્ય સમાયેલું છે અને માત્ર નિર્દેશ કરીશું. જેન અનુશ્રુતિઓ કહે છે કે અતિપ્રાચીન કાળમાં વસમા ભગવાન મુનિસુવ્રતસ્વામીના ચિત્યથી આ નગર તીર્થરૂપ બન્યું હતું. આખ્યાયિકા અનુસાર અશ્વમેધ યજ્ઞ માટે બ્રાહ્મણોએ તૈયાર કરેલે એક ઘડો ભ. મુનિસુવ્રતસ્વામીની ઉપદેશવાણી સાંભળી બોધ પામ્યો. તે મરીને દેવ છે. તેણે પિતાના પાછલા ભવના ઉપકારક ભગવાનનું એક ચૈત્ય બંધાવ્યું તે “અશ્વાવબેધ” નામે ઓળખાતું હતું. કાળાંતરે સંહલરાજની પુત્રી સુદર્શનને એ નગરમાં પિતાના સમળીના ભવનું જાતિસ્મરણ સાન થવાથી એ અાવધ ચૈત્યને જીર્ણોદ્ધાર કરાવીને તેને “શકુનિકાવિહાર” એ નામ આપ્યું. તે પછી ઐતિહાસિક કાળમાં મૌર્ય સંપ્રતિરાજે તેને જીર્ણોદ્ધાર કરાવ્યું. શ્રી. સિદ્ધસેન દિવાકરના ઉપદેશથી વિક્રમાદિત્ય નરેશે પણ આ તીર્થને પુનરુદ્ધાર કર્યો હતે. વીર નિ સં૦ ૪૮૪ એટલે ઈ. સ. પૂર્વના પહેલા શતકમાં ભરૂચના રાજા બલમિત્ર-ભાનુમિત્રના શાસનકાળમાં આર્યખપુટાચા બોદ્ધો પાસેથી આ તીર્થ છોડાવ્યું હતું. વિસં. ૧૪ માં શ્રી. મલ્લવાદિસૂરિએ બોદ્ધોને પરાજય કરી રક્ષણ આપ્યું. આન્દ્રદેશના સાતવાહન રાજાએ પણ આ તીર્થને જીર્ણોદ્ધાર કરેલ અને શ્રી. પાદલિપ્તસૂરિજીએ તેના ધ્વજાદંડની પ્રતિષ્ઠા કરાવેલી હતી. “પ્રભાવકચરિતકાર કહે છે કે શ્રી. વિજયસિંહસૂરિના સમયમાં અંકલેશ્વરમાં દાવાનળ પ્રગટો અને નદી પર અગ્નિના પ્રવેશથી આ કાણમય વિહાર નાશ પામ્યા; ધાત-પાષાણુનાં બિંબ ખંડિત થયાં કે નાશ પામ્યાં, માત્ર ભગવાન મુનિસુવ્રતસ્વામીનું બિંબ અખંડિત રહ્યું હતું, તેથી એ સૂરિજીએ ગામના બ્રાહ્મણ પાસેથી દ્રવ્ય સંપાદન કરી ફરીથી આ વિહાર બંધાવ્યું. એ પછી સોલંકી કર્ણદેવે વિ. સં. ૧૧૩૧માં લાટને કબજે કર્યું ત્યારે મંત્રી સંપકર–સાંત મહેતા ભરૂચના દંડનાયક નિમાયા હતા. વિ. સં. ૧૧૯૯માં ચંદ્રસૂરિ નામના આચાયે પ્રાકૃતમાં રચેલા “સુનિસુવ્રતસ્વામિચરિત માં ઉલ્લેખ છે કે-“વરણગના પુત્ર સંયે ભરૂચમાં સમલિકાવિહારને સોનાના કળશો ચડાવ્યા હતા.” એ સમયે એ નગરને પ્રતિષ્ઠિત શેઠ ધવલ નામે હતે. પ્રબંધચિંતામણિના કુમારપાલપ્રબંધમાં લાટના મંત્રી આંબડ અને તેણે કરાવેલા શકુનિકાવિહારના જીર્ણોદ્ધાર વિશે ઉલ્લેખ છે કે ઉદયન મંત્રી કુમારપાલના ભાઈ કીર્તિપાલ સાથે રહીને સેરઠના નવઘણ (સ્વર)ને જેર કરવા જાતે યુદ્ધમાં ઊતર્યો. તેમાં તે જીવલેણ ઘાયલ થયે. તેના મનમાં કેટલીક આકાંક્ષાઓ રહી ગઈ હતી તેના કારણે તેને જીવ જતે નહોતે. (કેટલાક ગ્રંથકારે ચાર આકાંક્ષાઓને ઉલેખ કરે છે જ્યારે કેટલાક બેને જ ઉલ્લેખ કરે છે.) એ હકીક્ત તેણે કીર્તિપાલને જણાવી. “એ અભિલાષાઓ આપના પુત્ર વાભટ અને આંબડ પૂરી કરશે.” એવી કબૂલાત પૂર્વક કીર્તિપાલે આશ્વાસન આપ્યું. એ મુજબ મંત્રી વાભટે શત્રુંજયને અને આંબડે ભરૂચના શકુનિકાવિહારને ઉદ્ધાર કરાવ્યું. - ૩, સાતમા-આઠમા સૈકામાં ભરૂચના ગુર્જર રાજાઓમાં જયભટ પહેલો અને દદ્ધ બીજે. વીતરાગ” અને “પ્રશાંતરાગ’ એવાં બિરદા ધારણ કરે છે, જે જેની પ્રબળતા, જૈનધર્મના પ્રસાર અને એ રાજાઓના જૈનધર્મ પ્રતિ ગાઢ સંબંધને સૂચવે છે.
SR No.011535
Book TitleJain Tirth Sarva Sangraha Part 01 Khand 01
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy