SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ભરૂચ લેખન માટે શિલાપટ્ટ છે. કાંઈક અક્ષરે ઘસાઈ ગયા છે. ઘણું કરીને એક મોટી કાર્યોત્સર્ગસ્થ જૈન તીર્થકરની મૂર્તિ પણ અહીં છે, જે અન્ય નામે ગુલાલ સિંદૂરથી પૂજાય છે. ગામની બહારનું દેવળ તે વર્ષો જશે તે પણ ઊભું જ રહેશે, કેમકે તે પડે તેવું નથી. આ ગામ અને દેવળ વચ્ચે એક અટુલી નિરાલી દીવાલ ઊભી છે, જે હીરસૂરિજીના ઉપાશ્રયના નામે ઓળખાવાય છે. એ ભીંતે ભવિતવ્યતાના ગે હાઈની પુણ્ય-પાપની બારીનું રૂપ પકડ્યું છે. અહીં જંબુસર તરફથી આવનારને મેદ ઊતરી ટંકારા થઈ અવાય છે. સીધે રસ્તે આવતાં–ગંધારથી છેડે દર એક કાદવવાળે પ્રવાહ ઓળંગવો પડે છે. ગાડારસ્ત ફેરમાં જતાં અડચણ થતી નથી. ટંકારામાં લાડવાશ્રીમાળી જૈનેની વસ્તી અને ઉપાશ્રય છે. એકંદર આમેદથી ગંધાર દસ ગાઉ છે. આ ગામમાં ગેમલ ઉમેદના ઘરમાંથી તા. ૪-૫-૯૩ ના રોજ ભેંયરામાંથી દશ મૂર્તિઓ ગાદી અને પરિકર સહિત નીકન્યાં હતાં. તેને સરકારમાં લઈ જવામાં આવેલાં પણ કેટલાક ધર્મપ્રેમી શ્રાવકેના સતત પ્રયત્નથી એ મતિઓ સરકારમાંથી પાછી મળી હતી. આ મૂર્તિઓમાંથી શ્રી મહાવીર સ્વામી ભ. ના પરિકર ઉપર સં. ૧૬૬૪ ના મહા સુદિ ૧૦ ને શનિવારને શ્રીવિજયસેનસૂરિએ પ્રતિષ્ઠા કરાવ્યાને લેખ છે. આ મૂર્તિને લેપ કરાવે છે. છતાં આ પ્રતિમા અને શ્રીઅમીઝરા પાર્શ્વનાથ ભટ ની મૂર્તિ ખરેખર, પ્રભાવશાલી છે એમાં શંકા નથી. ૮. ભરૂચ (કઠા નંબર : ૪૭પ-૪૮૬) આજે નર્મદા નદીના ઉત્તર કાંઠે ટેકરી ઉપર વસેલા ભરૂચના નામે ઓળખાતા નગરનું પ્રાચીન નામ ભૃગુકચ્છ અને ભગપુર હતું. આ નગર અતિ પ્રાચીન હવાનાં પ્રમાણે જેન, બોદ્ધ અને બ્રાહ્મણ ગ્રંથ આપે છે. એક સમયે આ નગર જૈન, બોદ્ધ અને બ્રાહ્મણને પિતાનું કરી લેવા કેમ લલચાવતું હશે એ એની સમૃદ્ધ ભૂમિને ખ્યાલ આપવા માટે પૂરતું છે. સત અને બૌદ્ધ ગ્રંથમાં લાટ દેશનું જે વર્ણન મળે છે એ મુજબ એની ગણના અલગરૂપે આર્ય દેશોમાં કરવામાં આવી નથી. અહીં જે લૌકિક ઉત્સવ મનાવવામાં આવતા તેમાં ગિરિયજ્ઞ નામને ઉત્સવ વર્ષાઋતમાં અને ઈને ઉત્સવ શ્રાવણ સુદિ પૂર્ણિમાના દિવસે મનાવવામાં આવતું હતું. અહીંના લેકે ખેતી માટે વરસાદ ઉપર આધાર રાખતા. ખારા પાણીના કૂવાએ અહીં વિશેષ હતા. આ દેશના નામ ઉપરથી જ લાડવાશ્રીમાલી જ્ઞાતિની ઉત્પત્તિ થયેલી છે. લાટ દેશની રાજધાનીનું આ મુખ્ય નગર હતું. અહીં કુડલમેંઠ નામના વ્યંતરદેવની સ્મૃતિમાં ઉત્સવ મનાવવામાં આવતું હતું. અહીં “ભૂતતડાગ” નામનું મોટું તળાવ હતું. ભુગુકચ્છ અને ઉજજેની વચ્ચે પચીસ જનનું અંતર હતું. આચાર્ય વજીભૂતિએ આ ભૂમિમાં વિહાર કર્યો હતો. આર્ય કાલક, આર્ય ખટાચાર્ય અને મલવાદી એવા પ્રકાંડ ગીતાએ આ ભૂમિને પવિત્ર કરી હતી. વેપારનું બંદરી મથક હોવાથી અનેક વસ્તુઓ, કળાઓ અને લિમ આ સંગમપીઠ હતું. ઈ. સ. ની પહેલી સદીમાં અહીં કાબુલથી માલ આવતો હતો. અહીંની કેટલીક મૌલિક કિમતાએ પણ સર્વત્ર ખ્યાત હતી. અહીંના કવિઓએ સાહિત્યમાં પ્રચલિત કરેલી લાટી રીતિ. અજતા અને ઇલોરામાં ળ મા શિવકારાની અને શિલ્પીઓની અનુપમ કળા તેમજ લાટના આચાર્યોના પ્રતિભા બહ દ૨ દ૨ સુધી વ્યાપેલી હતી. ૧, આ દેશમાં બોધ-તથાગત ધર્મના પ્રચાર અને બળના જૈનેને હાથે લખાયેલાં ગ્રંથના પુરાવા પર રસ , ગઇ તરત સીડ જોવામાં આવે છે, જે જે સ્થાપત્ય મળે છે તે કાળજીથી તપાસીએ તે તે નિગ્ર"થ જૈન અને બૌદ સંસ્કૃતિનાં જ માલમ પડી આવે , તા . ૦ આવતર્પસત્ર” ભાષ્ય-ટીકા સહિત; મંદસોરના શિલાલેખ, જેમાં લાટના શિ૯પીએ માલવા અને રાજપૂતાનાના માં દાખલ થયા એ ઉલ્લેખ મળે છે, તથા લાટના વિહારની પણ નોંધ છે અને ક્લોરાના તામ્રપત્રમાં લટના આવતો સંબંધ મહત્ત્વનું સૂચન કરે છે.
SR No.011535
Book TitleJain Tirth Sarva Sangraha Part 01 Khand 01
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy