SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ વંથલી ૧૩૩ મસ્જિદ એને કંઈક પત્તો આપી શકે એવી રચનાનાં ચિહ્નો જેવાય છે. આ મસ્જિદની રચના તદ્દન આર્યશૈલીની છે. એમાં આવેલા મજબૂત સ્તંભેમાં ઘટપલવના શણગારો અને કીર્તિસુખની પંક્તિઓ જોવાય છે. ત્રણ ઘૂમટવાળું હોવાથી આ મંદિર ત્રણ મંડપવાળું વિશાળ હશે. છજામાં નાટારંભ કરતી પૂતળીઓનું દશ્ય અને બીજી કેરણની નિશાનીઓ ઈરાદાપૂર્વક ઘસી નાખવામાં આવી છે. વળી, બબ્બે સ્તની દેખાતી પંક્તિઓ વચ્ચે ઇટથી ભીંત બનાવી લઈ બારીઓ મૂકીને એની રચનામાં અલબત્ત, વિકૃતિ કરી નાખેલી હોવા છતાં તેમાંની આર્યશૈલી અછતી રહેતી નથી. એ બારમી સદીનું આ કળામય મંદિર આજે મસ્જિદરૂપમાં પરિવર્તન પામ્યું છે એમાં શંકા નથી. આ મંદિરની જેન મૂર્તિઓ અગમચેતી વાપરી ભંડારી દેવામાં આવી હતી એમ કહેવાય છે. અહીં “ગાંધીને બગીચ” નામે ઓળખાતી જમીનમાંથી શ્રી શીતલનાથ ભગવાનની પ્રતિમા મળી આવી હતી, તેમજ ગામના દરવાજા પાસેથી શ્રીચંદ્રપ્રભ ભગવાન અને શ્રી પ્રભવામીની મૂર્તિઓ જડી હતી. ગાંધીને બગીચા પાસે એક “સૂર્યકુંડ” નામે સ્થળ છે, એના સૌથી નીચા પગથિયામાં શિવલિંગની સ્થાપના છે. તેની પાસે કુંડના ત્રણ ગેખલાઓમાં ત્રણ કાર્યોત્સર્ગસ્થ પ્રતિમાઓ જૈન તીર્થકરેની ઊભેલી જોવાય છે. આ બધા પ્રમાણે આ ગામની પ્રાચીનતા અને જેનેની એક વખતની આબાદીનું સૂચન કરાવી રહ્યાં છે. આજે અહીં એક જ સ્થળે પાસે પાસે આવેલાં બે જૈન મંદિરો છે. એની રચનામાં પ્રાચીનતાની કેઈ નિશાની દેખાતી નથી. એ થોડાં વર્ષો પહેલાં બન્યાં હશે એમ લાગે છે પણ તેમાં ઉપર્યુક્ત જડી આવેલી મૂર્તિઓ પધરાવેલી છે તે એ સમયના જૈનની ભક્તિની સાક્ષી આપી રહી છે. ઓસમ પહાડ: વંથલી સ્ટેશનથી છ ગાઉ દૂર આવેલ એસમ પહાડ અનેક વૃક્ષરાજિયી સુશોભિત છે. પહાડ ઉપર કેટલાંક દેવસ્થાનો અને કિ વગેરે છે. એ સ્થાનને બારીકાઈથી જોતાં એમાં ચણેલા કેટલાયે જેને સ્થાપત્યના પથ્થરે જણાઈ આવે છે. એ હકીકતને સમર્થન આપતાં કેટલાંક અવશે અને જિનમૂર્તિઓ અહીંથી આજે પણ મળી આવે છે અને એ ઉપરથી જણાય છે કે આ પહાડ એક વખત જેનું પવિત્ર તીર્થસ્થળ હતે. પહાડ ઉપર ચડવા માટે પથ્થરનાં પગથિયાં બાંધેલાં છે, જે આજે જીર્ણ દશામાં વિદ્યમાન છે. પહાડ ઉપર આવેલા એક તળાવથી આગળ માતૃમાતાનું દેવળ આવે છે. આ દેવીને લેકે “સતરેસરી’ના નામે ઓળખે છે. વસ્તુતઃ સતસરી એ ચકેશ્વરીનું અપભ્રંશ નામ છે, જે દેવી તીર્થકરની અધિષ્ઠાયિકાદેવી તરીકે જેમાં જાણીતી છે. આ દેવળની પાસે શિવની દેરીમાં એક કયામ પાષાણની નાની ખડુગાસનસ્થ ખંડિત જિનપ્રતિમાં આજે પણ વિદ્યમાન છે. અહીથી આગળ જતાં કેટલાંક શિવ અને વૈષ્ણવ સ્થળને વટાવી કિલા નજીક પહોંચાય છે. કિલ્લાની બાંધણીને જોતાં તેમાં જિનમંદિરના પથ્થરોને ઉપયોગ કરવામાં આવ્યું હોય એમ જણાઈ આવે છે. આ કિલ્લાથી નીચે ઊતરતાં રસ્તામાં પથ્થરનાં બાંધેલાં લગભગ વીશેક પરથારે આવે છે. આ સ્થળે પ્રાચીનકાળે જૈન મંદિર વિદ્યમાન હતા એમ કહેવાય છે. કિલ્લાની પાસે આવેલા ભીમકુંડમાંથી લગભગ પાંત્રીસ-ચાલીસેક વર્ષ પહેલાં ઘણી જિનપ્રતિમાઓ નીકળી આવી હતી, જે પ્રતિમાઓ અત્યારે ધોરાજી અને નાગઢના મંદિરમાં વિદ્યમાન છે. એ કુંડમાંથી બીજી જિનપ્રતિમાઓ હજી મળી આવવાની સંભાવના છે. તેની શોધ કરવામાં આવે તે આ તીર્થસ્થળની મહત્તાની કંઈક ઝાંખી કરી શકાય અહીં કેટલીક ગુફાઓ અને હૈયાં છે, એ બધાં સ્થળને પુરાતત્વની દષ્ટિએ શોધવાની જરૂરત છે. ૧. “જેન સત્ય પ્રકાશ” વર્ષ ૧, અંક: ૯
SR No.011535
Book TitleJain Tirth Sarva Sangraha Part 01 Khand 01
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy