SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ જૈન તીર્થ સંગ્રહ. ખીણની ઉપર જતાં ખડકની ભીંતમાં આછાં કેરી કાલાં કેટલાંક શિલ્પ છે. નીચલા ખૂણથી ઉપર આવતાં એક સ્ત્રીનું શિલ્પ દેખાય છે. સ્ત્રીના ડાબા ઘૂંટણ પર એક બાળક બેઠેલું છે. જમણા હાથની કેણી એ જ તરફના ઘૂંટણ ઉપર ટેકવીને હાથ ઊંચે રાખેલ છે. કાનમાં મેટાં કર્ણફૂલ છે અને માથામાં સેંથાની મધ્યમાં એક બીજું આભરણ છે. બજેસે આ શિલ્પને ઓળખ્યું નહોતું. વસ્તુતઃ શિલ્પ અંબા કે અંબિકા નામે ઓળખાતી શાસનાધિષ્ઠાયિકા દેવીનું છે. આવી દેવમૂર્તિઓ મથુરાના પ્રાચીન જૈન સ્તૂપ, ઈલેરા અને અંકાઈની ગુફાઓ વગેરેમાંથી અને જેન ચિત્રમાંથી મળી આવે છે. " આ અંબિકાની પાસે જ એક કાર્યોત્સર્ગસ્થ જિનપ્રતિમા ર૭ ઈંચની છે. તેના આસનની પાછળથી એક નાગ ઠેઠ મસ્તક સુધી ઊંચે ચડીને પ્રતિમાના મસ્તકે સાત ફણાથી છત્ર વિમુવી રહ્યો છે. આથી આ મૂર્તિ શ્રી પાર્શ્વનાથ ભગવાનની જણાય છે. આ પાર્શ્વનાથ ભગવાનની જમણી બાજુએ એક તીર્થકરની આકૃતિ છે. તેની પાસે પદ્માસન ઉપર બેઠેલી એક બીજી પ્રતિમા છે. મસ્તક પર ત્રણ રેખાથી છત્ર બતાવ્યું છે. બંને બાજુએ ચામરધર છે. સિંહાસનની મધ્યમાં એક હરણ અને તેની બાજુએ બે સિંહે કરેલા છે. હરણના લાંછનથી આ મૂર્તિ શ્રી શાંતિનાથની પ્રતીત થાય છે. આ પ્રતિમાની બાજુમાં એક કાઉસગિયા મૂર્તિ છે. મૂર્તિના કાન ખભા સુધી લાંબા છે અને ખભા ઉપર કેશવલ્લરી-લટે હોવાથી આ મતિ આદિનાથની જણાય છે. આવી મૂર્તિઓ ઘણા સ્થળેથી મળી આવે છે. મતિની બંને બાજુએ ચામરધરે છે. આ કાઉસગ્નિયા મૂર્તિ પછીની બે આકૃતિઓ પણ તીર્થકર ભગવાનની છે. આ પ્રતિમાની આસપાસ ઊભેલા ચામરનાં અસાધારણ મસ્તકે અને સિંહાસનમાં આલેખેલા ત્રણ સિંહે છે. તેમાંના એક સિંહની નીચે ધર્મચક દર્શાવ્યું છે. આ મૂર્તિ સંભવતઃ મહાવીર ભગવાનની જણાય છે. આ બધી આકૃતિઓ, ચિહ્નો તેમજ નિઃશસ્ત્ર કે વાહન વિનાનાં ચક્ષચક્ષિણુંઓનાં રૂપે ઘણું પ્રાચીન હોય એમ જણાય છે. ડે. હસમુખલાલ સાંકળિયા આવી કળાનાં શિલ્પને કુશાન (અથવા ક્ષત્રપ) કે આરંભિક ગુપ્ત સમય (ઈ. સ. ૧૦૦-૩૦૦)નાં હોવાનું જણાવે છે. ' | વિક્રમની શરૂઆતના સમયની શ્રીકાલકસૂરિની ઘટના સંબંધે અગાઉ અમે ઉલ્લેખ કર્યો છે. એ ઉપરથી સૂચિત થાય છે કે, કાલકસૂરિ જેવા દીર્ઘદ્રષ્ટા સમર્થ આચાર્યો પસંદ કરેલું આ સ્થળ એ સમયે મોટું નગર હશે અને જેનોની વસ્તીથી ભરપુર રહેવું જોઈએ. એ સમયનાં કે તે પહેલાનાં જૈન મંદિરે આ નગરમાં હોવાં જ જોઈએ. જેનેના પ્રાચીન જૈન ગ્રંશે ઢાંકની પવિત્ર તીર્થસ્થળોમાં ગણના કરે છે, જેને આ મળી આવેલાં પ્રાચીન શિલ્પ સાધાર અને પ્રામાણિક બનાવે છે. ૬૪. વંથલી (સોરઠ) ( કોઠા નંબર : ૧૯પ૮ ) પ્રાચીન કાળમાં વંથલી ગામ “વામનસ્થલી” નામે ઓળખાતું હતું. અહીંના ધનાઢય જેની કીર્તિગાથા જૈન સાહિત્યના પ્રશ્કે ઉપર નેંધાયેલો છે, જે એનું સ્મરણ આજે અપાવી રહી છે. સિદ્ધરાજ જયસિંહના મંત્રી અને સેરઠના દંડનાયક સજ્જન શ્રેષ્ઠીની આ જન્મભૂમિ છે. સજન મંત્રીએ ગિરનારના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યું ત્યારે સેરઠની ઉપજના રાત્મખાનાના પૈસા તેમાં કામે લગાડયા હતા. આથી અપ્રસન્ન થયેલે સિદ્ધરાજ સજજનને શિક્ષા કરવા નિમિત્ત સેરઠ આવ્યું એ પહેલાં વંથલીના એક જૈન શ્રેષ્ઠીએ લાખો રૂપિયા વ્યાજ સાથે આપવાને નિર્ણય સજન મંત્રી આગળ જાહેર કર્યો હતે. પરંતુ ત્યારે સિદ્ધરાજે ગિરનાર ઉપરનું દિવ્ય મંદિર જોયું અને તે પણ તેના પિતા કણરાજના “કવિહાર' નામે પ્રસિદ્ધિ પામેલું સાંભળ્યું ત્યારે સજ્જન મંત્રીએ તેની વધારેલી કૌતિથી તેના હર્ષને પાર રહ્યો નહિ. પ્રસન્ન થયેલા રાજાએ એ તમામ ખર્ચ રાજ્ય ખજાનથી માંડી વાળ્યું અને સન મંત્રીએ તૈયાર રખાવેલા એ ખર્ચના પૈસા સિદ્ધરાજે લેવાનું નકાર્યું. કહેવાય છે કે એ રકમ વંથલીમાં જૈિન મંદિર કરાવવા માટે વાપરવામાં આવી, પરંતુ એ સમયના મંદિરની આજે શેધ કરવા જેવી છે. અહીં ઊભેલી એક
SR No.011535
Book TitleJain Tirth Sarva Sangraha Part 01 Khand 01
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy