SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ '' ૧૩૦ જૈન તી સસમહુ દ્વારકાને વિનાશ કર્યો એવા ઉલ્લેખ બ્રાહ્મણ ગ્રંથ અને જૈન ગ્રંથામાં કરેલા છે. અહીં કાદંબરી નામે એક ગુફા હતી એમ પણ જાણવા મળે છે. ભગવાન નેમિનાથના સંબંધ દ્વારકા સાથે હતા એમ તે જૈન કથાગ્રંથા નાંધે છે. એ સમયથી આ સ્થળ જૈનાનું પવિત્ર તીધામ ગણાય છે. મધ્યકાલીન સમયમાં દ્વારકા એક સમયે જૈનપુરી ગણાતું હતું. એ સમયે અહીં ઘણાં જૈન મદિરા હતાં. ગિરનારના વર્ણન(પૃ. ૧૧૬)માં અમે નાંધેલા એક તામ્રપત્ર ના ઉલ્લેખ મુજબ ઈ. સ. પૂર્વે છઠ્ઠી શતાબ્દીમાં નેમુસદનેઝર નામના રેવાનગરના રાજાએ અહીં શ્રીનેમિનાથનું મ ંદિર બંધાવ્યુ હતુ એમ જણાય છે. A જ્યારે આદ્ય શંકરાચાર્ય અહીં આવ્યા ત્યારે જૈનેાની વસ્તી ઘણી હતી. એ સમય સુધી જૈન મંદિરે મૌજુદ હતાં. શ્રીજિનપ્રભસૂરિએ ચૌદમા સૈકામાં રચેલા ‘વિવિધતી કલ્પ માં દ્વારકાને તી તરીકે નેાંધ્યું છે. તેઓ કહે છે: “ દ્વારજાયાં...પાતાહિક ષિઃ શ્રીનેમિનાથઃ । ૧ આ ઉપરથી જણાય છે કે, ચૌદમા સૈકામાં અહીં પાતાલલગ નામે શ્રીનેમિનાથ ભગવાનનું મદિર મોજુદ હતું. વિ. સં. ૧૨૦૦ પછી આ સ્થાન વૈષ્ણવ તીર્થ તરીકે પ્રસિદ્ધિ પામ્યુ છે. અહીં ‘જગત્ દેવાલય ’ નામે વૈષ્ણવ મંદિર છે. મૂળ એ જૈન મદિર હાય એવા પુરાવા મંદિરના સ્થાપત્ય અને રચનાશૈલી ઉપરથી સ્પષ્ટ થાય છે. » શ્રીગાકળદાસ નાનજી પાતાના પ્રત્યક્ષ દર્શનથી “ગુજરાતનાં જૈન મદિરા ” નામક લેખમાં આ મંદિરની રચના વિશે જણાવતાં આ પ્રકારે નોંધે છે: “જૈન લેાકેામાં દેવળ ઉપર ખે-ત્રણ એમ માળ ચડાવવાના રિવાજ છે. જગત દેવળને ઉપરાઉપર આ માળ ચડાવેલા છે. આટલી આઠ માળની ઊંચાઈવાળું દેવળ ગુજરાતમાં તે અન્ય સ્થળે જોવામાં આવતું નથી. પરથાર પણ ઘણા વિશાળ અને ઊ'ચા છે. પરથારનાં પગથિયાં ઠેઠ ગામતીજીના જળિકનારા સાથે મળી જાય છે. ગામતીજીથી દેવળમાં આવતાં વૃદ્ધપુરુષ અને આધેડ માણસને થાક ચડે એટલાં પગથિયાં છે. પરથારના મધ્યથી જગતદેવળ શરૂ થાય છે. જેમ દેવળની ઊંચાઇ વિશેષ છે તેમ ઘૂમટ પણ માળખંધી ઊંચા છે. પરથારથી તે ઇંડા સુધી કેવળ અને ઘૂમટ કારીગરીથી પૂર્ણ છે. દેવળની પહેલી ભેય પૂરી થાય ત્યાં સુધી તે જૈનધર્માંને લગતાં જુઠ્ઠાં જુદાં પૂતળાં કાતરેલાં છે. પછી જેમ જેમ ઉપર જવાય છે તેમ તેમ સામાન્ય કાતરી આવે છે. ઘૂમટના થાંભલાઓ ઉપર માળો પૂર્ણ થતા સુધી જે તાક વાળેલા છે તથા કમાના અને સ્ત ંભે છે તેના પથ્થરમાં તથા વચ્ચે ગઢવેલી ગેલેરીઓમાં અને બહાર સુંદર કેતરણી જોવામાં આવે છે. ઘૂમટ ઉપરના માંધણીના દેખાવ તે શત્રુ ંજય તથા ગિરનારનાં જૈન દેવળેાને આબેહૂબ મળતા આવે છે. દેવળમાં પથ્થર એવા મજબૂત વાપર્યા છે કે અઢી હજાર વર્ષ પૂર્વે બંધાયેલા દેવળને હજી લૂણા લાગ્યું નથી.......ચેકના પૌત્ર સમ્રાટ સંપ્રતિએ અને ત્યાર પછી મહાક્ષત્રપવંશના જૈન મહારાજા રુદ્રદામાએ ‘ જગતદેવળ' ના જીર્ણોદ્ધાર કર્યાં હતા. કાઠિયાવાડને ઇતિહાસ લખનાર મિ. એલ સાહેબના અભિપ્રાય છે કે, આ દેવળ ક્ષત્રપવશના કાઈ રાજાએ ધાવેલું છે. જગતદેવલની કારીગરી જૈન કારીગરીના નમૂના છે. વાટ્સન સાહેખ જણાવે છે કે, વિમલવસહી વગેરે જૈન સ્થાને છે તેમ આ સ્થાન પણ જૈનનુ છે. પાસે વસઈ ગામ છે. મ ંદિરની રચના જૈનેને મળતી છે. ગુપ્તકાલીન શિલ્પ છે. આ મંદિર પહેલાં જેનાનું હતું. શાસ્ત્રી રેવાશ ંકર મેઘજી દેલવાડાકર નોંધ લે છે કે—“ જગત દેવાલય કયા વર્ષમાં કોણે બનાવ્યું તેના કશે પણ આધાર ઇતિહાસ કે પુરાણેામાંથી મળી શકતા નથી. કેટલાએક એમ કહે છે કે આ મ ંદિર વજ્રનાભે કરાવ્યું નથી, પણ ત્રણ હજાર વર્ષ ઉપર જૈન લેાકેાએ કરાવ્યું છે અને તેમાં શ્રીપાર્શ્વનાથની મૂર્તિ સ્થાપન કરી હતી તે મૂતિ હાલ નગરમાં છે. વળી, મૂર્તિના ચરણુમાં લખ્યું છે કે, આ મૂર્તિ · જગતદેવાલય ’માં સ્થાપન કરી હતી. ” કે k ડૉ. જગદીશચંદ્ર જૈન ‘ભારતકે પ્રાચીન જૈન તીર્થ' (પૃ.૫૦)માં જણાવે છે કે, “ પટનાના દીવાનબહાદુર ૧. * વિવિધતીય કલ્પ ”માં ચતુરશીતિમહાતીર્થં નામસંગ્રહક૫ ૨. ગુજરાત સાહિત્ય પરિષદ : રિપાર્ટી : ટ્ટો r પૃષ્ઠ: ૨૫
SR No.011535
Book TitleJain Tirth Sarva Sangraha Part 01 Khand 01
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy