SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ગિરનાર ૧૨૯ " कुलेऽत्र दक्षो भुवि सामलाख्यो वाग्मी कवी राजसभाभिरामः 1. असंख्ययत्पुण्यविधानसंख्यां कर्तुं क्षमौ नैव सुरासुराख्यौ ॥९॥ શ્રીમહાગ્યા સત્તાવોપરિ પાવર સરિતા થૈઃ સામન ગુમાવતઃ | ૨૦ ૨૯ –આ કુળમાં અને પૃથ્વીમાં વિચક્ષણ, વિદ્વાન, કવિ અને રાજસભામાં શેભે એ સામલ નામે શાહુકાર થયે. તેની અસંખ્ય પ્રકારની પુણય કરણીની ગણતરી દેવતા અને અસુરે પણ કરવાને શક્તિમાન નથી. એ સામલે ગિરનાર પર્વત ઉપર શ્રી અંબિકા નામની મહાદેવનું મોટું ચૈત્ય સભાવનાપૂર્વક બનાવ્યું. સં. ૧૫૨૪ની આ પ્રશસ્તિથી જણાય છે કે, અંબિકાદેવીનું જીર્ણ થયેલું મંદિર શ્રેણી સામલે નવેસર બંધાવ્યું હતું. સામલે આ સ્થાપના કરી એ વિશે સેળમાં સૈકાની “તીર્થમાળામાંના ઉલેખને આધારે અગાઉ અમે સૂચન કર્યું છે. કોને પરિચય – મુનિરાજ શ્રીધર ધરવિજયજી ગિરનારની કે વિશે આ પ્રકારે માહિતી આપે છે – શ્રીનેમિનાથ પ્રભુના મંદિરને પ્રથમ ટૂંક ગણવામાં આવે છે. ત્યાંથી આગળ વધીને જનતાને માટે ભાગ પાંચમી રંક સુધી યાત્રા માટે જાય છે. લગભગ ગિરનારજીના મધ્યમાં એક ઊંચી ટેકરી શ્રી નેમિનાથ પ્રભુ અને શ્રીવરદત્ત ગણધરનાં પગલાંથી સુશોભિત છે, તે પાંચમી ટૂંક કહેવાય છે. આ રીતે પહેલી અને પાંચમી ટૂંક વ્યવસ્થિત છે. બાકીની ત્રણ ટંકની કલ્પના જનતા જુદી જુદી રીતે કરે છે. તેમાંની એક ગણુના આ રીતે કરવામાં આવે છે. બીજી ટૂંક ગોમુખી ગંગાની. ત્રીજી ટેક અંબાજીની, ચોથી ટૂંક અંબાજીના મંદિરથી આગળ વધતાં એ ઘડશિખર આવે છે તે અથવા ત્યાંથી લગભગ ૪૦૦ ફીટ નીચે ઊતરી વળી ચડાવ આવે છે તે, અને સ્થળે શ્રીનેમિનાથ પ્રભુનાં પગલાં છે. તેમાં ઓઘડશિખર ઉપર એક ઓરડી છે. આજુબાજુને પ્રદેશ ઘણો જ રમ્ય છે. બીજી રીતે ગણુના આ પ્રમાણે છે: પહેલી ટૂંક શ્રીનેમિનાથ પ્રભુની, બીજી ટૂંક શ્રી અંબાજીની, ત્રીજી ટૂંક ઓઘડશિખર, ચેથી ટૂંક ઓઘડશિખર આગળ ૪૦૦ ફીટ ઊતરી એક એક ટેકરીએ ચડાય છે તે ત્યાં એક મેટી શ્યામ શિલામાં શ્રીનેમિનાથ પ્રભુની પ્રતિમાજી અને બીજી શિલામાં પગલાં છે. શ્રીનેમિનાથ પ્રભુનું નિર્વાણ અહીં થયાની પણ કેટલાએકની માન્યતા છે. પાંચમી ટૂંક-ચેથી ટૂંકથી આગળ સીધે એક ઊંચી ટેકરી પર ચડવાનો કઠિન માર્ગ છે અથવા ચોથી ટૂંકથી નીચે ઊતરીને પાંચમી ટૂંઠે જવાય છે. ત્રીજી ટૂંકથી પાંચમી ટૂંક સુધી જવાના રસ્તે ઘણે જ કઠિન છે. સાચવીને જવાય તે વિશેષ મુશીબત પડતી નથી. શ્રી નેમિનાથ પ્રભુ પાંચમી કે નિર્વાણ પામ્યા છે. તેમનાં તથા શ્રીવરદત્ત ગણધરનાં અહીં પગલાં છે. આજુબાજુ ગંભીર અને રમ્ય પહાડી પ્રદેશ છે. ત્યાં બેઠા પછી ઉઠવાનું કે નીચે ઊતરવાનું મન પણ ન થાય એ આનંદ મળે છે. આ પાંચમી ટૂંકથી આગળ જતાં છઠ્ઠી. સાતમી કે આવે છે પણ ત્યાં જવાના માર્ગે ઘણુ જ વિકટ અને પ્રદેશ અત્યંત ભયંકર છે. પહેલાં કરત માણસે ત્યાં જાય છે. ત્યાં અને આજુબાજુમાં પહાડી ગંભીરતા અને કેટલીક આસુરી રચના સિવાય અન્ય ખાસ હળ કે અનીય સ્થળ નથી નજીકમાં ભરવજપ વગેરેનાં ભયંકર સ્થળો પણ આવેલાં છે. સાંભળવા પ્રમાણે હજી પણ પાંચમી ટંકથી આગળના પ્રદેશમાં અનેક ચમત્કારિક વનસ્પતિઓ ઊગે છે. ” દ્વારકા : દ્વારવતી એક સમયે સૌરાષ્ટ્રની મુખ્ય નગરી હતી. એનું બીજું નામ કુશસ્થલી હતું. મહાભારત' માં દ્વારકા સંબંધે ઘણા ઉલલેખ છે. પુરાણોમાં ગુજરાત” નામક પુસ્તકમાં પ્રાચીન દ્વારકા માટે સાધાર ઉલેખે ટાંક્યા છે. અહીં એની ચર્ચામાં-ઊતરવું નથી. દ્વારકાનું વર્ણન જેન સૂત્રોમાં આવે છે. જરાસંધના ભયથી યાદવો મથુરા છોડીને અહીં આવી વસ્યા હતા. ગ્રંથમાં દ્વારકાને આર્નત, કુશાર્તા, સોરાષ્ટ્ર અને શુષ્કરાષ્ટ્રની રાજધાની તરીકે ઉલ્લેખ મળે છે. દ્રીપાયન ઋષિએ ર જન સત્ય પ્રકાશ” વર્ષ: ૭, અંક: ૧૦, પૃ. ૪૮૪માં આ પ્રશસ્તિ સંપૂર્ણ આપી છે અને તેને માર કરેલો અનવાદ ઐતિહાસિક ટિપ્પણે સાથે એ જ વર્ષના અંક: ૧૧ના પૃ. ૫૩૧ થી ૫૩૮માં આપેલો છે. ' ૧૭
SR No.011535
Book TitleJain Tirth Sarva Sangraha Part 01 Khand 01
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy