SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન તીર્થ સર્વસંગ્રહ અને ગ્રીષભદેવ ભગવાનનાં પગલાં છે. આખીયે ટૂંકની રચનામાં બુદ્ધિકાળ વાપરી ભક્તિને જે ધોધ વહાવ્યું છે એ તે ખરેખર, પ્રેક્ષકના મનને ઘડીભર મંત્રમુગ્ધ બનાવી દે છે. અહીંથી આગળ વધતાં બાજુમાં આધે–પાસેની કેટલીક દેરીઓ વટાવી પહેલો હડે (કઠણ ચડાવ) આવે છે. જમણી તરફ આવેલી દેરીઓમાં સં. ૧૬૮૫માં સ્થાપન કરેલી ભરત ચક્રવર્તીની ચરણપાદુકાઓ અતિ પ્રાચીનકાળની ઘટનાઓનું સ્મરણ કરાવે છે. એ પછી બીજે હડે પૂરો થાય છે. અહીંથી સપાટ માર્ગ શરૂ થાય છે. વચ્ચે ન કુંડ, કુમાર(પાલ) કુંડ, હીંગલાજ (માતા)ને હેડે, સાલાકુંડ વગેરે સ્થળોમાં નાની-મોટી દેરીઓ પર અને વિશ્રામ સ્થળો. બનેલાં છે. સાલાકુંડથી પશ્ચિમ તરફ આવેલી એક ધ્વસ્ત ટૂંકને આપણે ભૂલી જવી ન જોઈએ. એ ધ્વસ્ત થયેલી જિનેન્દ્ર ટૂંક તરફ જવાને રસ્તે અહીંથી કંટાય છે. આ ટૂંક આજે તે સાવ ખંડિયેર જેવી બનેલી છે છતાં શ્રી પદ્માવતીના દેરામાં ચાર ભુજાવાળી અને ૧૬-૧૭ ઈંચના પ્રમાણવાળી શ્રીપદ્માવતી દેવીની મૂર્તિ છે. તેમના મસ્તક ઉપર સાત કણાઓ છે ને તે ઉપર શ્રી પાર્શ્વનાથ ભગવાનની પાંચ ફણાવાળી મૂર્તિ જેવાય છે નીચે શ્રીવિજયદેવેન્દ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કર્યાને લેખ પણ વંચાય છે. આ સિવાય ૧૮ દેરીઓમાં ગુરુપાદુકાઓ અને બીજી દેરીઓમાં વિવિધ પાદુકાઓ તેમજ મૃર્તિઓનાં દર્શન થાય છે. બહુ પ્રાચીન નહિ એવી આ ટૂંકની આ સ્થિતિને ઈતિહાસ શોધવા જેવો છે. સાલાકુંડથી આગળ ચાલતાં સપાટ ભૂમિને એક ચોતરા ઉપર કેટલીક દેરીઓ છે, જેમાં દ્રાવિડ વારિખિલ્લજી, અર્ધમત્તા મુનિવર, નારદ ઋષિ વગેરેની કાર્યોત્સર્ગસ્થ ચાર મૂતિઓ શ્યામ પથ્થરની બનેલી છે. એ પછી હીરાબાઈને કડ, ભૂખણદાસને કુંડ આવે છે. અહીં એક ઊંચાણુ ભાગ ઉપર એક દેરીમાં રામ, ભરત, શુકરાજ, શિલંકાચાર્ય અને થાવા મુનિવર એમ પાંચ મહાપુરુષોની કાઉસગિયા મૂર્તિઓ છે તેને જ લકે પાંચ પાંડેની મૂર્તિઓથી ઓળખે છે. સપાટ ભૂમિ ઉપર આગળ ચાલતાં હનુમાનદ્વાર આવે છે. અહીંથી બે માર્ગે ફંટાય છે. એક પૂર્વ તરફ જાય છે ને બીજો પશ્ચિમ તરફ. એકેક ભાગ ૩૮૦ ફીટની લંબાઈવાળા છે. બે તરફનાં શિખર ઉપર સેંકડે દેવમંદિરનું સંદર. દિવ્ય અને આશ્ચર્યજનક વિશાળ નગર દશ્યમાન થાય છે. સમગ્ર પૃદ્ધ પર ભાગ્યે જ આવે કઈ પર્વત હશે જેના. પર આટલાં બહુમૂલ્ય અગણિત મંદિરના ઝુમખાં નિર્માણ થયાં હોય. ડાબા હાથે શ્રી આદીશ્વર ભગવાનની દ્રક અને જમણે હાથે નવટુંક તરફ જવાય છે. પ્રથમ શ્રી આદીશ્વર ભગવાનની ક તરફ વળીએ: હનુમાન દ્વારથી કંઈક આગળ ચાલતાં પર્વતની ભેખડ અને ખીણો આવે છે. ડાબા હાથે પથ્થરની માટી, પાળ બાંધેલી છે. જરા દર ભેખડમાં એક ટેકરી ઉપર ાલી, મયાલી અને વિદ્યાલી નામના ત્રણ મુનિવરેની કાઉસગ્ગિયા મૃતિઓ છે, જે એમના અહીં થયેલા નિવણનું સ્મરણ કરાવે છે. કંઈક આગળ ચાલતાં નવે ટૂંકને ઘેરી લેતે એક વિશાળ કિલ્લે આવે છે. કિલ્લામાં બે દરવાજાઓ છે. સં. ૧૯૯લ્માં એક બારી મૂકી છે જેને “રામપળ” કહેવામાં આવે છે. રામપળમાં પેસતાં પ્રથમ ઓરંગાબાદનિવાસી શેઠ મેહનલાલ વલભદાસે બંધાવેલું પંચશિખરી મંદિર આવે છે. જેમાં મળનાયક શ્રીવિમલનાથ ભગવાન બિરાજે છે. પહાડ પર પંચશિખરી મંદિર આ એક જ છે. બીજું ત્રિશિખરી મંદિર સુરત નિવાસી શેઠ દેવચંદ કલ્યાણચંદે બંધાવેલું છે, તેમાં મૂળનાયક શ્રીસુમતિનાથ ભગવાન છે. બાજુમાં મેનશાહની ટૂંકને બગીચે, મેટે કુંડ અને ટૂંકના કિલ્લાના ભાગમાં કુંતાસર દેવીને ગોખલે છે. કુંડની સામે અતિથિગૃહનું સુંદર મકાન છે. વિશેક પગથિયાં ચડ્યા પછી સગાળપોળ આવે છે. અહીં યાત્રાળુઓની ચીજ-વસ્તુઓ સાચવી રાખવાની વ્યવસ્થા છે. અંદરના ભાગને “લાખાડી” કહે છે. તેમાં બેંઘણ કુંડ, સગાળકુંડ અને નગારખાનું વગેરે છે. વાઘણપોળમાં પેસતાં જમણા હાથ તરફ શેઠ નરસી કેશવજીની ટૂંકમાં જવાને રસ્તે છે અને ડાબા હાથે આ પ્રમાણે મંદિર છે –
SR No.011535
Book TitleJain Tirth Sarva Sangraha Part 01 Khand 01
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy