SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ રાજય ૧૦૧ બીજા વીશે તીર્થકરે અલંકૃત છે. આ તીર્થના રક્ષક ૫દી યક્ષની અહીં સ્થાપના છે. શ્રીકૃષ્ણ અહીંની ગુફામાં કપદી ચક્ષની સાધના કરી હતી. આ ગુફા આજે એક નાના તળાવરૂપે વિદ્યમાન છે. અહીં શ્રી અજિતનાથ ભગવાન અને શ્રી શાંતિનાથ ભગવાનનાં ચિત્ય સામસામાં હતાં. શ્રી અજિતનાથ ચિત્ય પાસે “અનુપમા સરોવર’ થયું હતું. અહીં શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર છે. સોનારૂપાની ખાણો અહીં છે. એક સ હાથ ડે કૂવો છે, તેમાં નીચે આઠ હાથ ઊંડી વાવમાં (સુવર્ણ) સિદ્ધિરસ ભલે છે. અહીં વસ્તુપાલ અને પેથડે કરાવેલાં અનેક ધર્મસ્થાને છે. જાવડિઓ સ્થાપન કરેલા બિંબને સં. ૧૩૬૯માં સ્વેચ્છાએ નાશ કર્યો હતે. શ્રીજિનપ્રભસૂરિ કહે છે કે, આ હકીકત મેં ભદ્રબાહુસ્વામીએ રચેલા “કલ્પપ્રાભૂતથી, તે પછી વાસ્વામી અને પાદલિપ્તસૂરિએ રચેલા કુપમાંથી ઉદ્ધાર કરીને (સં. ૧૩૮૫) આજ સુધીની વિગત નેંધી છે. આવા પવિત્ર તીર્થની હવે આપણે એતિહાસિક યાત્રા શરૂ કરીએ. ગિરિરાજ ઉપર જ્યાંથી ચડવાની શરૂઆત કરીએ એ સ્થળને “જ્યતળેટી” કહે છે. તળેટીમાં બધી મળીને કુલ અઠ્ઠાવીસ દેરીઓ છે. અહીંથી ઉપર જવા માટે પથ્થરથી બાંધેલાં પાળાં પગથિયાં છે. ઠેઠ સુધીની સુંદર પાજ મંત્રીશ્વર તેજપાલે બંધાવી હતી. એ સંબંધી શિલાલેખને અડધે ભાગ ગિરિ ઉપર લાખડી આગળથી ઉપલબ્ધ થયેલ હતું. તે લેખ આ પ્રમાણે ત્રુટિત અને પૂરા કરીને પ્રગટ થયે છે – “[ ચીન પત્ત ]વાત બાવા ૪. શ્રીયંતિનુa ]3. ઝાઝુંપ્રસારi 8. શ્રૌસોમપુત્ર ] . શ્રીનારાનાં ]Tગट. श्रीलूमिग, ८. ]श्रीमालदेव संघप[ तिमहं. श्रीवस्तुपालानु ]जगहं. श्रोतेजपाले न श्रीशत्रुजयतीर्थ ] संचारपाजा कारिता ॥" : --શ્રીઅહિલ્લપત્તનનિવાસી પ્રાગ્વાટજ્ઞાતીય ઠકકુર શ્રીચંડપના પુત્ર 8. શ્રીચંડપ્રસાદ, તેમના પુત્ર ઠ. સેમ, તેમના પુત્ર હ. આસરાજ, તેમના પુત્ર ઠ. શ્રીલુણિગ, શ્રી માલદેવ, સંઘપતિ મહં. શ્રીવાસ્તુપાલ, તેમના નાના ભાઈ -તેજપાલે શ્રી શત્રુંજયતીર્થ ઉપર રસ્તાની પાજ બંધાવી (તેરમા સૈકામાં). ચડાવ ઘણે સીધે છે પણ આ પગથિયાને કારણે યાત્રાળુ વગર શમે ચડી શકે છે. છતાં વૃદ્ધ અને અશક્ત માટે ડાળીઓ મળે છે. પગથિયે ચડતાં જ પથ્થરના બે ભવ્ય હાથીએ યાત્રાળુઓની ભક્તિ ઉપર જાણે મંગલાભિવાદન કરતા હોય એમ લાગે છે. ઉપર ચડતાં પહેલી ધનવસહી ટૂંક (મંદિરોને સમૂહ) આવે છે. મુર્શિદાબાદનિવાસી બાબુ રાયબહાદુર ધનપતસિંહ પિતાની માતા મહેતાબવરના નામથી આ ટૂંક અંધાવી સં. ૧૯૫૦નાં મહા સુદિ ૧૦ ના રોજ પ્રતિષ્ઠા કરાવી છે. આ આખીયે ટંક આસપાસના ભવ્ય કિલાથી ઘેરાયેલી છે. પહેલા ચોકમાં શત્રુંજયની ૨મણીય રચના છે. તેમાં આખાયે પહાડનાં વિવિધ દયેની એક નાની આવૃત્તિ અહીં જ ખડી કરી દીધી છે. ગુરમંદિરમાં ખરતરગચ્છીય પ્રભાવક આચાર્યોની સ્મૃતિઓ શોભે છે. બીજા ચોકના મુખ્ય મંદિરમાં પ્રવેશતાં પહેલાં બાજુએ શ્રીષભદેવ ભગવાનનાં પંચકલ્યાણક, સામે સમેતશિખર, ગિરનાર, પાવાપુરી વગેરે પવિત્ર સ્થળોનાં મનોહર દશ્ય નજરે પડે છે. બાજુમાં શ્રીહનલાલજી મહારાજની મૂર્તિ અને સામે પ્રભુપ્રતિમાનાં દર્શન થાય છે. એક તરફ અષ્ટાપદ અને બીજી તરફ જંબુદ્વીપને દેખાવ જાણે સમગ્ર મહાતીર્થોની ભાવનાત્મક સૃષ્ટિ ઊભી કરી રહ્યો છે. ઉપર જતાં શ્રી આદીશ્વર ભગવાનને નવકારવાળે ચીની પથ્થરથી જડે રંગમંડપ અને કળામય જિનાલય નજરે પડે છે. મૂળ ગભારાના ત્રણ વિભાગ પાડેલા છે. વચ્ચેના ગભારામાં મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાન બિરાજમાન છે અને તે ત્રણ વિભાગના મજલામાં જુદા જુદા ત્રણ ચોમુખ ભગવાન પધરાવેલા છે. મુખ્ય ગભારાની લંબાઈ-પહોળાઈ ૧૦૧૦ ફીટની છે અને આજુબાજુના ગભારાની લંબાઈ–પહોળાઈ ૧૦૪છા ફીટની છે. રંગમંડપની લંબાઈ-પહોળાઈ પર કીટની છે. રંગમંડપની ઉપલી છાત બિલેરી કાચથી મઢેલી છે. મૂળ મંદિરના તળિયેથી શિખર સુધી ઊંચાઈ ૪૫ ફીટની છે. સામે પુંડરીક ગણધરનું મંદિર અને ચારે તરફ મળીને ૮૪ દેવકુલિકાઓ છે. મૂળ મંદિરની પાછળ રાયણવૃક્ષ
SR No.011535
Book TitleJain Tirth Sarva Sangraha Part 01 Khand 01
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy