SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન તીર્થ સર્વસંગ્રહ ૪૩. રાંતેજ ( કેહા નંબરઃ ૧૧૯૦ ) રાતે જ ચાણસ્મા તાલુકામાં આવેલું છે. વહીવંચાઓના આધારે આ ગામ સં. ૯૦૦૯૫૦ ના અરસામાં વર્લ્ડ હિોય એમ લાગે છે. એ પછી તો આ ગામ એક નગરીરૂપ બની ગયું હતું. જોકે તેને “રત્નાવલી” નગરીને નામે ઓળખતા હતા. એ સમયે જેનેનાં લગભગ ૭૦૦ ઘર અને ત્રણ મોટાં જિનાલયે હતાં. આજે લગભગ ૧૨૦૦ માણસેની વસ્તીમાં ૧૦ ઘર જૈનોનાં છે. એક જૈન ધર્મશાળા, એક ઉપાશ્રય અને એક જૈન મંદિર છે. આજે પણ આ સ્થળ ઐતિહાસિક તીર્થરૂપે પ્રસિદ્ધ છે. મૂળ ના. શ્રી નેમિનાથ ભગવાનનું ત્રણ શિખરવાળું મોટું બાવન જિનાલય મંદિર છે. આ દેરાસર ક્યારે બંધાવવામાં આવ્યું તે જાણવામાં આવ્યું નથી પરંતુ દેરીઓમાંની કેટલીક મૂતિઓ ઉપર સં. ૧૮૯૩ના લેખે છે તેથી એ સમયે આ મંદિર જીર્ણોદ્ધાર પામ્યું હશે અને આ મૂર્તિઓની સ્થાપના થઈ હશે. સં. ૧૯૩૦માં એક પટેલના ઘરના પાયામાંથી શ્રી મહાવીરસ્વામી ભગવાનની મૂર્તિ નીકળી આવી હતી. એને કાઢતાં એ ખંડિત થઈ હતી. વળી, મૂળ નાસિવાયની ચાર મૂર્તિઓ ઘણાં વર્ષો પહેલાં ગામની ભાગોળમાંથી મળી આવી હતી. આ મંદિરના મૂળ ગભારામાં બારમીત્તેરમી સદીનાં પ્રાચીન પરિકર અને ગાદીઓ વિદ્યમાન છે. તેના ઉપર પ્રતિષ્ઠિત મતિઓ પાછળથી નવી મૂકેલી છે. વળી, અહીંના નાના ભેંયરામાં કેટલાક જૂના કાઉસગિયા અને પરિકરે સંઘરી રાખ્યાં છે. તેના ઉપર કેટલાક લેખો છે. તેમાંથી બે લેખો સં. ૧૧૫૭ની સાલના છે. એ બંનેમાં રાંતેજ ગામને ઉલ્લેખ છે જે આ ગામના સ્થાનિક ઈતિહાસની પ્રાચીનતાનું અને આ મંદિરની સ્થાપના સં. ૧૧૫૭ માં કે તે પહેલાં થઈ તેનું પ્રમાણ આપે છે; એ લેખે અનુક્રમે આ પ્રમાણે છે – (१) "संवत् ११५७ वैशाख सुदि १० श्रीथारापद्रीयगच्छे श्रीशालिभद्रसूरौ सुभद्रासुतया ठ० रघुकया स्वात्मदुहितुः सूहवायाः () રતનચ | છ || સુપાર્શ્વવિં વારિમિતિ | (ર) “સંવત્ ૧૭ વૈશાલ સુરિ ૨૦ વરાપીય છે શ્રીરામિણી......યોર્ચતરૂરી વાર્થનાવુિં વારિતપિતિ અહી ભમતીની છેલી દેરીમાં શ્રાવક-શ્રાવિકા યુગલના બે સુંદર મૂર્તિ પટ્ટો લગભગ રા ફીટ ઊંચા અને ૨ ફીટ પહેલા છે. તેમાં સં. ૧૩૦૯ના લેખે ઉત્કીર્ણ છે. ભમતીની ૪૯મી દેરીમાં સરસ્વતી દેવીની આરસની ખંડિત છતાં મનહર મૂર્તિ ઉપર સં. ૧૩૦ને લેખ છે. આ સિવાય જિનાલયની ભમતીમાંના મૂળ મંદિરની જમણી બાજુના પરિકરની ગાદી ઉપર અને પાછળના ગભારાના મળનાયકની નીચે સ્થાપન કરેલા પ્રાચીન પરિકરની ગાદી ઉપર અનુક્રમે સં૦ ૧૧૨૪ના ટૂંકા બે લેખો છે.* * ૪૪. ભાયાણી (કઠા નંબર ઃ ૧૧૯૫) ચ“વાલ પ્રદેશમાં આવેલા ભેયી સ્ટેશનથી પશ્ચિમમાં બે ફલગ દૂર ગામ અને શ્રીમલ્લિનાથ ભગવાનને મંદિર આવેલું છે. આ મંદિરની તીર્થ તરીકેની પ્રસિદ્ધિને ઈતિહાસ એવો છે કે, આ ગામના કેવળ પટેલના ખેતરમાંનો એક અવડ કે ખેદતાં સં. ૧૯૩૦ના વૈશાખ વદિ ૧૫ ને રાજ શ્રીમહિલનાથ ભગવાન અને બે કાઉસગિયા ૧. “પ્રાચીન જૈન લેખસંગ્રહ” ભા. ૨. લેખાંકઃ ૪૬૬-૬૭. ૨. એજન. લેખાંક : ૪૬૧-૬૨ ૩. “જૈન સત્ય પ્રકાશ” વર્ષ: ૨, અંક: ૬, પૃ. ૩૮૬ ૪. પ્રાચીન જૈન લેખસંગ્રહ ” ભા. ૨, લેખક૪૬૩-૬૪,
SR No.011535
Book TitleJain Tirth Sarva Sangraha Part 01 Khand 01
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy