SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપરિયાળા cપ કાઢીને નવું કરાવ્યું તે સમયે મૂ. ના. ને કાયમ રાખ્યા હતા તેથી કંઈક હેરફેર થતાં મૂ નાની દૃષ્ટિ નીચી થઈ હોય એમ કહેવાય છે. દેરાસર પાસે જ એક મેડીબંધી ધર્મશાળા છે. ૪૨. ઉપરિયાળા (કેઠા નંબરઃ ૧૧૬૫) વીરમગામથી પશ્ચિમ દિશામાં ૧૨ માઈલ દૂર વીરમગામ-ખારાઘોડા રેલવે લાઈનમાં ઉપરિયાળા ફલેગ સ્ટેશન છે. સ્ટેશનથી માઈલ દૂર ઉપરિયાળા ગામ છે. તેમાં શ્રી આદીશ્વર ભ. નું સુંદર મંદિર છે અને ભવ્ય વિશાળ નવી ધર્મશાળા યાત્રીનું મન પ્રથમ દર્શને જ હરી લે છે. આ ગામ પ્રાચીન છે. સં. ૧૪૯૨ અને સં. ૧૫ર૫ ના મૂર્તિલેખામાં ઉપલિઆસર ગામને ઉલ્લેખ આવે છે. લગભગ પંદરમા સૈકાના અંતે અને સેળમાં સિકાના પ્રારંભમાં શ્રીજયસાગર ઉપાધ્યાયે રચેલી “ચૈત્યપરિપાટીમાં આ રીતે વર્ણન છે – “આદિનાહ ઉપલિયાઅસરી. આ ઉપરથી લાગે છે કે સોળમી શતાબ્દીમાં અહીં મૂ. ના. આદીશ્વર ભગવાનનું મંદિર મોજુદ હતું પણ કેઈ આસ્માની સલતાનીના સમયમાં આ મંદિરને ધ્વસ થઈ ગયે. તે પછી સં. ૧૯૧૯ ના વૈશાખ સુદિ પૂનમના દિવસે એક કુંભારને માટી ખોદતાં જિનમૂર્તિઓને પ લાગે. જૈન મહાજનેએ એ મૂર્તિઓને હાથ કરી એક નાની ઓરડીમાં એ મૂર્તિઓને પરણદાખલ પધરાવી ને તે પછી શિખરબંધી મંદિર કરાવી સં. ૧૯૪૪ ના રોજ પ્રતિષ્ઠા કરવામાં આવી. ગામની પૂર્વ બાજુમાં જૂની ધર્મશાળા સાથે જોડાયેલું પણ સ્વતંત્ર શ્રી આદીશ્વર ભ. નું બેઠા ઘાટનું સાદું છતાં રમણીય મંદિર આવેલું છે. મંદિરને ફરતે કેટ છે, તે ૪૨ ફીટ લાંબે ને ૩૭ ફીટ પહોળે છે. તેની વચ્ચે શોભતું મંદિર મૂળ ગભારે, સભામંડપ અને ત્રણ બાજુના દરવાજાઓ ઉપર ચેકીઓ, એક શિખર, ચાર ઘૂમટે અને વચલી ચકી ઉપર સામરણયુક્ત બાંધણીવાળું છે. સંદિરમાં મ. ના. શ્રી આદીશ્વર ભ. છે. જમણી બાજુએ શાંતિનાથ ભ. ની શ્વત આરસની અને ડાબી બાજુએ પીળા આરસની શ્રી પાર્શ્વનાથ ભ. ની તેમજ મૂ, નાની નીચે સ્પામ આરસની શ્રી નેમિનાથ ભ. ની મૂતિઓ છે, જે જમીનમાંથી મળી આવી હતી તે જ બિરાજમાન છે. કેઈ મૂર્તિ ઉપર લેખ દેખાતું નથી પણ મૂર્તિઓ પ્રાચીન છે. સભામંડપમાં આરસ ઉપર કેરેલો રંગિત ચિત્રામણયુક્ત સમેતશિખરને તેમજ ગિરનાર પર્વતને પટ્ટ સંદર અને કળામય છે. નાના ગામમાં એકાંત સ્થળમાં આવેલું આ તીર્થધામનું વાતાવરણ આહલાદક છે. દર વર્ષે મહા સુદિ ૧૩ અને ફાગણ સુદિ આઠમના રોજ મેળો ભરાય છે. ૧. વિશેષ હકીક્ત માટે જુઓઃ મુનિરાજ શ્રી જયંતવિજયજી કૃત “ઉપરિયાળા' પુસ્તિકા. . . ૨. અનુક્રમે “જેની પ્રતિમા લેખસંગ્રહઃ ” ભા. ૧, લેખાંકઃ ૫; અને “પ્રાચીન લેખસંગ્રહ” ભા. ૧, લેખાંક: ૪
SR No.011535
Book TitleJain Tirth Sarva Sangraha Part 01 Khand 01
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy