SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન તીર્થ સર્વસંગ્રહ અંદાજ મળી રહે છે. આ રીતે ઘસાતા આ પાટણમાં આજે પણ જૈનેની સંખ્યા સારા પ્રમાણમાં છે. લગભગ ૨૦૦૦ ઘરની વસ્તી છે. ૧૦-૧૨ જેટલા પ્રાચીન જૈનભંડાથી આ નગર “વિદ્યાતીર્થ” સમું બની રહ્યું છે. પ્રાચીન ગ્રંથના શોધકને આ તીર્થની ઉપાસના માટે અહીં આવવું પડે છે. કેટલીયે જેનધર્મશાળા, ઉપાશ્રયે અને વિદ્યાલયે નવા પાટણની શોભા વધારી રહ્યાં. ૧. અહીં પંચાસરા પાર્શ્વનાથનું મંદિર પ્રાચીન છે. સં. ૧૨૧૬ ની એક ગ્રંથપ્રશસ્તિ મુજબ: કુમારપાલના મંત્રી પૃથ્વીપાલે પોતાની માતામહી પદ્માવતીના કલ્યાણ માટે વિશાળ મંડપની રચના અહીં કરી હતી. એટલે આ મંદિર એથી પ્રાચીન હવાનું પ્રમાણિત થાય છે. કેટલાક વિદ્વાને ના કહેવા પ્રમાણે વનરાજે પંચાસર ગામમાં બંધાવેલા મંદિરની મૂળનાયકની પ્રતિમા જૂના પાટણમાં લાવી સ્થાપના કરી હતી. જૂના પાટણને ભંગ થતાં એ મૂર્તિ નવા પાટણમાં પધરાવવામાં આવી, તે જ આ પંચાસરા પાર્શ્વનાથની મૂળનાયક પ્રતિમા આજે બિરાજમાન છે. આ મંદિરમાં વનરાજ, સુરપાળ વગેરેની પ્રાચીન પ્રતિમાઓ મૌજુદ છે. એક આચાર્ય મૂર્તિ જે વનરાજ ચાવડાના ગુરુ દેવચંદ્રસૂરિની કહેવાય છે તેની નીચે આ પ્રકારે લેખ છે: " श्रीचापोत्कटवंशोद्भवमहाराजश्रीवनराजगुरुश्रीनागेंदगच्छे श्रीशीलगुणसूरिशिष्यश्रीदेवचंद्रसूरीणां....." બીજી એક મૂર્તિ ઉપરને લેખ આવે છે – "सं. १३४९ वर्षे चैत्र वदी ६ रवी श्रीब्रह्माणगच्छे श्रीअरिष्टनेमिदेवजगत्यां श्रीजजुगसूरिभिः स्वकीयगुरुभ्रातुः पंडि० रतनस्य मूर्तिः कारिता प्रतिष्ठिता च शुभं भवतु पं० वयजा पं० वीका ॥" સં. ૧ર૯૮ ના લેખવાળી પ્રાચીન ગુરુપ્રતિમા ઉપર આ પ્રકારે લેખ છે – ૦ ૨૨૩૮ ઐરાવે વર રૂ નૌ શ્રાવ....હાન નિઝરશ્રીનર્સિંહફૂરિ મૂર્તિ શરિતા » આ બધી હકીકતે ઉપરથી પંચાસરા મંદિર પ્રાચીન છે. જો કે મંદિરનું સ્થાપત્ય ૧૬ મી સદીનું જણાય છે. પણ એ જીર્ણોદ્ધારનું પરિણામ છે. હાલમાં આ મંદિરને નવેસર જીર્ણોદ્ધાર થઈ રહ્યો છે. ૨. ઝવેરીવાડામાં વાડી પાર્શ્વનાથનું ભવ્ય મંદિર આવેલું છે. આ મંદિરમાં ચંદરવાનું શિલ્પ તથા અટારીનું કોતરકામ દર્શનીય છે. આ મંદિરનું વિગતવાર વર્ણન “આર્કિયોલોજીકલ સર્વે ઓફ નોર્ધન ગુજરાત "માં આપેલું છે, મંદિરમાં મળનાયકની સામેની ભીંત ઉપર ૧૬ ૧/૨ ઇંચ પહોળી અને ૨૮ ઇંચ લાંબી આરસની એક તકતીમાં સં. ૧૬પ ને બાવન લીટીને લાંબો લેખ કરે છે. તેમાંથી ખરતરગચ્છના આચાર્યો વિશે પુષ્કળ ઐતિહાસિક સામગ્રી મળે છે તે સેંધવા ગ્યા છે, એ લેખ આ પ્રકારે છે– J. "० ॥ स्वस्ति श्रीवाडीपुरपार्श्वजिनसंघचैत्यकाराय ॥ लक्ष्मीउदयं श्रेयः । पत्तनसंस्थः करोतु सदा ॥ श्रीवाडीपुरपार्श्वनाथचैत्यश्रीवृहत्खरतरगुरुपावलीलिखनपूर्व प्रशस्तिलिख्यते ॥ अहं नत्वा ॥ पातिसाहिश्रीअकबरराज्ये श्रीविक्रमनृपसमयातीतसंवते १६५१ मार्गशीर्पसितनश्मीदिने सोमवारे पूर्व भ(भा)द्रपदनक्षत्रे शुभवेलायां आदि प्रारम्भः ॥ शासनाधीशश्रीमहावीरत्वामो(मि)पट्टाविच्छिन्नपरंपरया उद्यतविहारो द् ]योति श्रीउद्द्योतनमूरि ॥ तत्पट्टप्रभाकरप्रवरविमलदण्डनायककारितादाचलवसतिप्रतिष्ठापकश्रीसीमंघरस्वामिशोधितसूरिमन्त्राराधकश्रीवर्धमानमुरि ।। तत्पप्रभाकरअणहिल्लपत्तनाधीशदुर्लभराजसंसच्चैत्यवासिपक्षविक्षेपाऽशीत्यधिकदशशतसंवसरप्राप्तखरतरविरुद्ध प्रीजिनेश्वरमरि ॥ तत्पट्ट०। श्रीजिनचंद्रमुरि ॥ तत्प० शासनदेव्युपदेशप्रकटितदुष्टकुष्टप्रमाथहेतुस्तम्भनपार्श्वनाथनवाङ्गिवृत्याद्यनेकशाप्रकरणप्राप्तप्रतिष्ठश्रीअभयदेवरि ॥ तपट्ट० लेखरूपदशकुलकप्रेषणप्रतिबोधितवागडदेशीयदशसहस्त्रश्रावकसुविहितकठिनक्रियाकरणपिण्डविशुद्धयादिप्रकरणप्ररूपणजिनशासनप्रभावकश्रीजिनवल्लभसूरि ॥ तत्पट्ट० । स्वशक्तिवशीकृतचतुःपष्टियोगिनीचक्रद्रिपंचाशद्वीरसिन्धुदेशीयपीरअम्बडश्रावकलिखितस्वर्णाक्षरवाचनाविभूतियुगप्रधानपदवीसमलंकृतपंचनदीसाधकश्रीजिनदत्त. त्रि ॥ तपट्ट०। श्रीमालउशवालादिप्रधानश्रीमहतीयाणप्रतिबोधकनरमणिमंडितभालस्थलश्रीजिनचंद्रमरि ॥ तत्प० भण्डारी(रि)नेमिचंद्रपरीक्षितप्रबोधोदयादिग्रन्थरूपषत्रिंशद्वादशोधितविधिपक्षश्रीजिनपतिसरि i तत्प० । लाडउल-विजापुरप्रतिष्ठितश्रीशांतिवीरविधिचैत्यश्रीजिनेश्वरमरि ।। तत्पट्ट० श्रीजिनप्रबोधसूरि ।। तत्प० । राजचतुष्टयप्रतिबोधोवुद्धराजगच्छसंज्ञाशोभितश्रीजिनकुशलसरि . तपट्ट० । श्रीशत्रुजयमंडनखरतरवसतिप्रतिष्ठापकविख्यातातिशयलक्षश्रीजिनकुशलमूरि ॥ तत्पट्ट० श्रीजिनपद्म
SR No.011535
Book TitleJain Tirth Sarva Sangraha Part 01 Khand 01
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy