SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ પાટણ સિક્કા પાડવાની ટંકશાળ હતી. શરાફ વગેરેનાં અલગ ચોટાં હતાં. દરેક નાતના મહેલા જુદા જુદા હતા. પાટણ માનવ મહેરામણથી જાણે ઊભરાતું હતું. ગુજરાતનું આવું સ્વર્ગીય પાટણનગર છેલ્લા રાજા કર્ણ વાઘેલા (સં. ૧૩૫૩ થી ૧૩૫૬)ના સમયમાં નાગર મંત્રીઓની અદૂરદર્શિતાથી અલાઉદ્દીનના સેનાપતિ મલિક કાકુરના હાથે જમીનસ્ત થયું ને ગુજરાત પરાધીનતાની બેડીમાં સદાકાળ માટે જકડાયું. કેટલાંયે મંદિરો અને મકાને ભૂમિશાયી બન્યાં. ગુજરાતની લીલી વાડી આ પ્રચંડ ઝંઝાવાતથી વેરાન બની ગઈ. આ ઝંઝાવાતને જાણે વેગ આપતે હોય તે ભીષણ દુષ્કાળ સં. ૧૩૭૭માં અહીં પડો, એવી હકીક્ત “ખરતરગચછ ગુર્નાવલીમાંથી મળે છે. મુસલમાન સુલતાનેએ સં. ૧૪૬૮માં અહીંથી રાજગાદી ખસેડી તે વર્ષમાં સ્થપાયેલા અમદાવાદમાં તેઓ લાવ્યા. ઉપર્યુક્ત પ્રાચીન પાટણ હાલના પાટણની જગ્યાએ નહોતું, પણ તેની પશ્ચિમે હતું. એ જૂના પાટણનાં માત્ર બે અવશે રહ્યાં છે. એક રાણીવાવને ખાડે અને બીજું સહસલિંગનું સ્થળ. આ સ્થળે ખોદકામ કરતાં કેટલીયે મૂર્તિઓ અને મકાનોના પાયા મળી આવ્યા છે. કતરેલ કવચિત્ અક્ષરોવાળા જૂના પાટણના મકાનના પથ્થરે હાલના પાટણના મકાનમાં ચણેલા પણ જોવાય છે. એક નેધ મુજબ નવું પાટણ સં. ૧૮રપમાં વસ્યું છે, પરંતુ પં. કલ્યાણવિજયજીએ કરેલા સંશોધન મુજબ જ ધનિક પાટણ સં. ૧૮રપમાં નહિ પણ સં. ૧૩૭૦ આસપાસમાં વસેલ હોવું જોઈએ, કારણ કે પાટણભંગના વખતથી પાટણમાં બનતાં જૈન મંદિરે અને પ્રતિમાની પ્રતિષ્ઠાઓ એકદમ બંધ પડે છે અને તે સં. ૧૩૭૯ના વર્ષમાં પાછી શરૂ થતી દેખા દે છે પછીના વખતમાં એ પ્રવૃત્તિ દિવસે દિવસે વધતી જતી જણાય છે. સં. ૧૩૭૯ અને ૧૩૮૧ની સાલમાં ખરતરગચ્છ સંબંધી વિધિચત્યમાં જિનકુશળસૂરિના હાથે અનેક જિનબિંબ અને આચાર્ય મૂર્તિની પ્રતિષ્ઠાઓ થાય છે. આ શ્રી શાંતિનાથ વિધિચૈત્ય આજે પણ ખરાકોટડીના વાડામાં સુધરેલી દશામાં વિદ્યમાન છે. સં. ૧૪૧૭, ૧૪૨૦, અને ૧૪રરના વર્ષમાં પણ પાટણમાં પ્રતિષ્ઠાઓ થયાના લેખો ત્યાંની મૂર્તિઓ ઉપરથી મળી આવે છે. તેથી આ વાત નિશ્ચિત થાય છે કે, પ્રાચીન પાટણના ભંગ પછી સં. ૧૩૭ના વર્ષ પહેલાંના કેઈ વર્ષમાં આધુનિક પાટણ વસી ગયું હોવું જોઈએ.” વિસં. ૧૯૭૧ માં શત્રુંજયતીર્થના ઉદ્ધારક સંઘપતિ દેસલશાહના પુત્ર સમરાશાહ પાટણમાં વસતા હતા. તેમણે એ વખતના અલફખાન નામના સૂબાને પિતાની કુશળતાથી પ્રસન્ન કર્યા હતા. એથી પણ સમજાય છે કે એ સમયે પાટણ હયાત હતું. વસ્તુતઃ તઘલખ કિજશાહના રાજકાળમાં પાટણમાં શાંતિ સ્થપાઈ અને નવા પાટણમાં જેને એ બેવડા વેગથી નવાં મંદિર બંધાવવા માંડયાં. પ્રાચીન જાહોજલાલીની ખ્યાતિને તાજી કરાવે એવું એ નગર નવેસર બંધાઈ ચૂકયું. પાટણના કેટલાક મહાલાઓનાં નામ જન પટણના નામ ઉપરથી જ ઊતરી આવ્યાં છે. અહીને કિલે ઘણું કરીને સં. ૧૭૯ માં બંધાયે હશે. સં. ૧૯૪૮ માં શ્રી લલિતપ્રભસૂરિએ રચેલી “પાટણ-ચૈત્યપરિપાટી”ની નેંધ ઉપરથી સમજાય છે કે, આ સમયે અહીં મોટાં જૈનમંદિરે જેને તેઓ “ચેત્ય” કહે છે તેની સંખ્યા ૧૦૧ હતી અને નાનાં મંદિરે જેને “દેહરાં' કહ્યાં છે તેની સંખ્યા ૯૯ હતી. ચેત્યની કુલ પ્રતિમાઓની સંખ્યા ૫૪૯૭ હતી અને દેહરાની પ્રતિમાઓની કુલ સંખ્યા ૨૮૯૮ ની હતી. વળી, પાટણના આ મંદિરની કીમતી અને વિશિષ્ટ પ્રતિમાઓની નોંધ કરતાં જણાવે છે કે, વિદ્રમપ્રવાલની ૧, સીપની ૨, અને રત્નોની ૩૮ પ્રતિમાઓ અહીં છે. ગોતમસ્વામીનાં બિગ ૪ અને ચતુવિશતિપક છે. એ પછી સં. ૧૭ર૯ ના વર્ષમાં શ્રીહર્ષવિજયે રચેલી “પાટણ–ચત્યપરિપાટી” મુજબ: મેટા ૯૫ જિનપ્રાસાદ અને દેરાસર ૫૦૦ હોવાનું જણાય છે. અલબત્ત, શ્રીહર્ષવિજયે કરેલી આ નોંધ વિશે તેઓ સ્વયં કહે છે કે આ સંખ્યા મેં શ્રવણે સુણી છે. મતલબ કે, જૈનમંદિરોની સંખ્યા ૧૮ માં સિકાના આરંભમાં ખૂબ વધી હતી. સં. ૧૮૦ માં અહીં કુલ નાનાં-મેટાં ૧૨૯ મંદિરે વિદ્યમાન હતાં. અહીં આપેલા ઠાએ મુજબ નાનાં-મોટાં કa ૧૦ મંદિરો આજે હયાત છે. આટલી હકીક્ત ઉપરથી પ્રાચીન પાટણની સમૃદ્ધિ, નવા પાટણને વિકાસ અને આજ સુધીમાં થયેલા હાસનો .
SR No.011535
Book TitleJain Tirth Sarva Sangraha Part 01 Khand 01
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy