________________
જગ ૨૬.
-
શ્રીમાન વીરવિજયજી.--ચંદ્રશેખર. ૭૧૭ ઘરઘરથી બહૂલી નિકળતી, અજ ગણતી નવિ હલે. જગળ ૨૨. એમ પદ અર્થ સુણી દેય કન્યા, કુંવર ગળે વરમાળાજી રે; ઠવતાં ફુલની વૃષ્ટિ ગગનથી, દેવ કરે. ઉજમાળા. જગ ૨૩દેવી દેવતા પરગટ આવી, સેવન ચોરી બનાવીજી રે; અનુપમ ઓછોછવ કરિન, બેઉ કન્યા પરણાવી જગ૦ ૨૪. દેવદુષ્ય ચિવર ને ભૂષણ, રત્નજડિત દિએ દેવાજી રે, ભૂપતિ હય ગય રથ ભટ દેવ, દાસી દાસ કરે સેવા - જગર વાસ ભૂવનમાં સુખ વિલસતા, દે દુક સુર જેમજી રે, દેવ ગયા અદ્રશ થઈ ગગને, જુએ કૈતિક જન એમાં ચોથે ખડે બીજી ઢાળે, સુદર રાસ રસાળજી રે; શ્રી શુભવીર વિવેકી દેવા, અવસર સમય નિહાળે જગ ૨૭.
દાહરા, શણગારમજરીને હવે, નૃપે તેડાવી હજૂર, કહે તુમ ચરિત્ર સૂણી થયો, વૈરાગ અમ ભરપૂર માતપિતા ઘર જઈ રહે, સુખભર કુળવટ રીત, એમ કહી એકલી મોકલી, ગુપ્ત વાત દેય ચિત્ત ચંદ્રશેખર રાજા બિંદુ, નવ નવ ગોઠ કર ત, વાત વિનોદ છે શાસ્ત્રની, રસભર કાળ ગમત ગીત ને શાસ્ત્ર વિનોદથી, સજન કાળ ગમત, મૂરખ નિદ્રા કલહથી, વ્યસને દિન નિગમત દેય ચાર પડિત મળે, ધર્મ વાત શુભ વાત, દય ચાર ગદ્ધા મળે, વિકથા લાતોલાત.
ઢાળ ૩ જી. [, ( ચોપાઈની દેશી ) એક દિન રાય ને, ચદ્રકુમાર, કેલકર ત ચલ્યા પુર બહાર; શિતળ જળ નદિ આવ્યું પૂર, લોક જૂએ બહૂલા રહી દૂર તારૂ લોકની ન ચલે હામ, ઉછળે જળ કલોલ ઉદામ; જાણે વસુમતિ ડૂબાવશે, શ્રીફળ લઈ પૂજન જન ધસે.