SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીજિનદર્શનમાં સ્વભાવમાં જૂદા જૂદા યના જ્ઞાનરૂ૫ અને વિભાવમાં કર્મને આશ્રિત પુદ્ગલથી પ્રાપ્ત થએલ દેહમાં પર્યાયને ક્ષણે ક્ષણે બદલાતા માન્યા છે; એટલે બૌદ્ધ દર્શને પર્યાયનો ફેરફાર મૂળના ફેરફારરૂપ માન્યો છે. આ રીતે પર્યાયાર્થિક નય પ્રમાણે બેહદર્શન ખરું છે; અને જિનેશ્વરના અંગરૂપ છે. પર્યાયથી આત્મા ક્ષણે ક્ષણે બદલાય છે, એમ કહેવું અસત્ય નથી; પણ કેટલેક અંશે સત્ય છે. વ્યવહાર નથી પર્યાયાંતર કાળથી આત્માને જોતાં શ્રાદ્ધદર્શન યથાતથ્ય છે.–( ભાઈ માણેકલાલ ઘેલાભાઈએ લખેલ સ્તવનાવલિ'ના અર્થ ઉપરથી ) મીમાંસકે આત્મા એકજ છે, નિત્ય છે, અબધ છે; ત્રિગુણ બાધક નથી એમ માને છે. જૈનદર્શનના નિશ્રયનયની અપેક્ષાએ આ વાત યોગ્ય કહેવાય છે, કેમકે તે કહે છે કે, સર્વ આત્માઓ સત્તાએ એક સરખા હોવાથી આત્મા એકજ ગણી શકાય. તેમજ શ્રી જૈનદર્શન પ્રમાણે આત્માને બંધ નથી. આ અપેક્ષાએ મીમાંસક જૈનનું એક અંગ કહેલ છે. બૌદ્ધદર્શન વ્યવહારનયપૂર્વક સિદ્ધ છે એટલે તેને ડાબો હાથ કહેલ છે; અને મીમાંસક નિશ્ચયનયની અપેક્ષાએ ગ્યા છે એટલે તેને જમણે હાથ કહેલ છે. જુદાં જુદાં ધર્મદર્શને પ્રત્યે આવી ઉત્તમદષ્ટિ રાખી, શ્રીઆનંદઘને વિચારણું બાંધી પિતાનું અદભુત મતાંતરરહિતપણુ દર્શાવ્યું છે, પરંતુ એથી વિશેષ વાત તો એ છે કે, ચાર્વાક અથવા નાસ્તિક મતનું તેઓએ ખંડન નહી કરતાં જૈનદર્શન ભણી વાળવાને પરમગભીર શૈલી રહી છે. તેઓએ કહ્યું છે કે, લોકાયતિક સુખ જિનવરની, અંશ વિચાર ને કીજે, તત્વવિચાર સુધારસ ધાર, ગુરૂગમ વિણકિમ પીજે , પ૦ આ પદમાં ચાર્વાકમતને જિનેશ્વરની કુખ (પેટ ) કહેલ છે, એવા હેતુથી કે, ચાર્વાકે જે એમ માને છે કે, જગતને કઈ કર્તા નથી, પણ વસ્તુસ્વભાવાનુસાર અનાદિકાળથી જગમાં, ઉત્પત્તિ સ્થિતિ અને લય પામ્યા કરે છે, તે વાત જેન પણ માને છે. જૈન દર્શનને ઉત્તમાંગ કહેતાં મસ્તકરૂપ કહેલ છે. જેન જિનેશ્વર ઉત્તમ, અંગ રગ બહિરંગે રે અક્ષર ન્યાસ ધરા આરાધક, આરાધે ધરી સંગે રે, થઇ આવા પ્રકારની શૈલીએ જે અન્યદર્શનનું સ્વરૂપ બતાવી સ્વદર્શનનું
SR No.011525
Book TitleJain Kavya Dohan Part 01
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages733
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy