SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશકનું નિવેદન સ્વ. મોતીચંદ ગિરધરલાલ કાપડિયા શ્રી મહાવીર જૈન વિદ્યાલયના એક આદ્ય સંસ્થાપક હતા અને એ સંસ્થાની સ્થાપના ઈ. સ. ૧૯૧૫ માં થઈ ત્યારથી જીવનના લગભગ અન્તભાગ સુધી તેમણે મંત્રી તરીકે એ સંસ્થાની અનેકવિધ સેવાઓ બજાવી હતી. આ તેમની વર્ષોલરની અપૂર્વ સેવાની કદર તરીકે શ્રી મહાવીર જૈન વિદ્યાલયના તેમના સહકાર્યકર્તાએાએ તા. ૨૦-૩-૪૯ ના રોજ સર મણિલાલ બાલાભાઈ નાણાવટીના પ્રમુખપણ નીચે સુંદરબાઈ હોલ(મુંબઈ)માં જાયેલા એક ભવ્ય સંમેલનમાં શ્રી મતીચંદભાઈને રૂ. ૭૦૦૦૧) ની થેલી અર્પણ કરી હતી. આ રકમમાં પિતા તરફથી રૂ. ૫૦૦૦ ઉમેરીને તેમણે સાહિત્ય પ્રવૃત્તિમાં એ રકમનું વ્યાજ તેમજ મુદલ ખરચવું એવી ભલામણપૂર્વક કુલ રૂા. ૭૫૦૦૧) ની રકમ શ્રી મહાવીર જૈન વિદ્યાલયને પુનઃ સુપ્રત કરી હતી. આ રકમના ઉપયોગ સંબંધમાં તા. ૪-૨-૫૧ ના રોજ મળેલી શ્રી મહાવીર જૈન વિદ્યાલયની વ્યવસ્થાપક સમિતિએ જે પેજના કરી હતી તેમાં એક કલમ નીચે મુજબ હતી સન્માન થેલી દ્વારા વિદ્યાલયને પ્રાપ્ત થયેલી રકમમાંથી રૂ. ૨૦૦૦૦ સુધીની રકમ શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયાના પ્રગટ તેમ જ અપ્રગટ લે છે તેમ જ પુસ્તકોમાંથી પસંદ કરીને ચગ્ય લાગે તે લેખે તેમ જ પુસ્તકો પ્રગટ કરવા પાછળ રોકવી. ”
SR No.011523
Book TitleJain Drushtie Yoga
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1974
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy