SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવનાગ મોટા ચક્રવર્તીએ પણ આખરે એકલા ગયા છે, કેઈ અથવા કઈ તેઓની સાથે ગયું નથી. સચ્ચિદાનંદઘન સ્વરૂપ જ્ઞાન-દર્શનચારિત્રમય અનેક સદ્દગુણોનું ધામ અંતરાત્મદશામાં રમણ કરનાર ચેતન એકલે છે, એક છે, અપર છે. એને પર સંબંધ થયે છે તે બહારને છે, ઉપર ઉપરને છે, પરકૂત છે અને પરભાવ છે. એને એના સ્વભાવમાં આણુતા તે વસ્તુસ્વરૂપમાં રમણ કરશે, પરભાવને ત્યાગી દેશે અને અખંડ આનંદ ધામ બની એકલે નીકળી જશે. અહીં સંબંધ કરે છે ત્યારે પણ તેમાં તેને એકત્વ ભાવ તે સંબંધના અસ્થિરપણને અંગે પણ સ્પષ્ટ જણાય છે. ચેતનની એકતા વિચારવાની આ ભાવનામાં પુરુષાર્થને બહુ માર્ગ મળે છે, ચેતન અત્યંત ઉદાત્ત દશાને અનુભવ કરે છે અને એનું સાધ્ય-પ્રાપ્તવ્ય સ્થાન એને સ્પષ્ટ દર્શન આપે છે અને ત્યાં યોગસિંહાસન પર અત્યંત આનંદ વર્ષાવનાર શુદ્ધ કાંચનસ્વરૂપી રત્નત્રયધારી ચેતનરાજને-પિતાને મૂળ સ્વરૂપે બિરાજમાન થયેલ તે જુએ છે. એકથી વધારે મળે ત્યાં કલહ થાય છે, એ દાંત બતાવનાર દાહન્વરપીડિત નમિ રાજર્ષિની પાંચ સો સ્ત્રીઓ જ્યારે કંકણુ કાઢી નાખે છે ત્યારે જે બોધ થાય છે તે જીવનના પ્રત્યેક બનાવો બતાવી આપે તેમ છે, આંખ ઊઘાડી હદયચક્ષુદ્વારા તેની વિચારણા કરી જેવા ગ્ય છે અને કરવાથી સત્ય રહસ્ય સમજાય તેમ છે. એવી રીતે વિચારણા કરનાર ચેતનરાજને એકત્વભાવ બહુ સારી રીતે સમજી વિચારી શકે તેમ છે. પાંચમી અન્યત્વ ભાવનામાં સંબંધનું પરપણું વિચારવાનું છે. ઉપર ચેતનની એકતા કહી તેની સાથે તેનાથી પર સર્વ
SR No.011523
Book TitleJain Drushtie Yoga
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1974
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy