SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ જૈન દર્શનને કર્મવાદ: રીતે તેની દરેક વસ્તુ ગોઠવીને ગણધરે, દ્વાદશાંગી એટલે બાર વિભાગરૂપે સૂત્રબદ્ધ કરે છે, તેને અંગપ્રવિણશ્રુત કહેવાય છે. (૧) આચારાંગ (૨) સૂત્રકૃતાંગ (૩). સ્થાનાંગ (૪) સમવાયાંગ (૫) વિવાહેપન્નત્તિ (ભગવતી સૂત્ર). (૬) જ્ઞાતા ધર્મ કથાગ (૭) ઉપાસગદશાંગ (૮) અન્નકૃતદશાંગ (૯) અનુત્તરપપાતિક (૧૦) પ્રશ્ન વ્યાકરણ (૧૧) વિપાકસૂત્ર (૧૨) દષ્ટિવાદ. એ બાર અગનાં નામે છે. આયુ, બળ, બુદ્ધિ આદિની ક્ષીણ અવસ્થા દેખીને ગણધરની પછી થયેલ બુદ્ધિમાન આચાર્યોએ સર્વ સાધારણ હિતને માટે અંગપ્રવિણ ગ્રન્થના આધારે ભિન્ન ભિન્ન વિષ પર જે ગ્રન્થ લખેલા છે તે અંગબાહ્યશ્રત કહેવાય છે. સર્વજ્ઞ દેએ પ્રકાશિત અને ગણધરરચિત શ્રત, તથા. તેના આધારે અન્ય શુદ્ધ બુદ્ધિ આચાર્યોએ લેખિત શ્રત સિવાય, જેનેતર દર્શનકાએ લખેલાં કે રચેલાં શાસ્ત્રો પણ અપેક્ષાએ શ્રુતજ્ઞાન છે. જે શાસ્ત્રો એકાન્ત દષ્ટિવાળાં કે સત્યાસત્યથી મિશ્રિત અગર પદાર્થોનું અયથાસ્થાને વર્ણન કરવાવાળાં હોવા છતાં પણ અંશતઃ કૃતાનુસારી હેવાથી તે આંશિક શ્રુતતે કહેવાય જ છે. પદાર્થ નિરૂપણમાં એકાંત દ્રષ્ટિ તે મિથ્યાદષ્ટિ છે અને અનેકાન્તદષ્ટિ તે સમ્યગુદણિ છે. સમ્યગ્દષ્ટિપ્રતિક્ષત તે સમ્યકકત છે અને મિથ્યાષ્ટિ પ્રણિતશ્રત તે મિથ્યાશ્રત છે. સમ્યકકૃત મોક્ષ પ્રાપ્તિમાં ઉપગી બને છે, જ્યારે મિથ્યાશ્રુત મોક્ષપ્રાપ્તિમાં નિરપગી બને છે.
SR No.011519
Book TitleJain Darshan no Karmvada
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages457
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy