SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ આત્માની વિભાવદશા શાંતિલાલ નામના પરિચિત માણસ રસ્તામાં મળવા ટાઈમે તિ જ્ઞાનવડે ચક્ષુઈન્દ્રિયથી તેને જોયા પછી, આ તા શાન્તિલાલ કે જે મારા મિત્ર છે એવા ખ્યાલ પેદ્યા કરાવનાર તે શ્રત જ્ઞાન છે. ૩૫ જે વસ્તુના લાભાલાભ કે સંબધ, પૂર્વે કારેય પણ અનુભવ્યેા હાય તે જ વસ્તુનુ. પુનઃ પુનઃ મતિજ્ઞાન થતાં પુનઃ પુનઃ તે વસ્તુના લાભાલાભ કે સબંધના યાલ આવી શકે છે. તે ખ્યાલ પેદા કરનાર શ્રત જ્ઞાન જ હાવાથી શ્રુત જ્ઞાને પયોગ વડે જ જીવ પેાતાના જીવનવ્યવહારની જરૂરી ચીજોને ઓળખી શકે છે. મતિ અને શ્રુત એ અને જ્ઞાનાપયેાગથી જ જીવ, પાતપાતાના જીવન વ્યવહાર ચલાવી શકે છે. માટે સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવને પણ મતિ અને શ્રુત જ્ઞાન અમુક અંશે પણ હાય તા છે જ. આહાર-ભય આદિ સજ્ઞાઓ દ્વારા, એકેન્દ્રિયથી ચઉરિદ્રિયવાળા જીવેાના શ્રત જ્ઞાનનેા ખ્યાલ આપણને આવી શકે છે. તેમાં શ્રત જ્ઞાન ન હોત તે વનસ્પતિઓમાં પાણી અને ખાતર ચુસવાની, અને કીડી–મકાડીમાં ગેાળ કે સાકરની સુગધથી આકર્ષાઈ તેની નજીક આવી તે ગેાળ કે સાકરને ચાંટી જવાની પ્રવૃત્તિ હાઈ શકત નહીં. પણ ઉપરાસ્ત જીવનમાં આ બધી પ્રવૃત્તિએ આપણે સ્પષ્ટ રીતે જોઈએ છીએ. એટલે તેવા જીવેામાં પણ મતિ અને શ્રુત જ્ઞાન છે એમ સાખીત થાય છે.
SR No.011519
Book TitleJain Darshan no Karmvada
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages457
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy