SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૦ જૈનદર્શનને કર્મવાદ અજયણાએ ચાલવાથી કંઈ સર્વ સ્થળે જીવ હિંસા થઈ જતી નથી. છતાં અજયણાએ ચાલનારે હિંસક કહેવાય. માટે અજયણાથી ચાલવાથી હિંસા ન થઈ જવા છતાં પણ હિંસાનું પાપ બંધાય છે. જ્યાં જયણા છે, ત્યાં વિરતિ છે. ત્યાં જ પાપ સ્થાનકેની નિવૃત્તિ છે, ધર્મ છે. જ્યાં જયનું નથી, ત્યાં નથી વિરતિ કે નથી પાપસ્થાનકની નિવૃત્તિ, કે નથી ધર્મ. એ જયણાપૂર્વક વર્તતી પ્રવૃત્તિ અને નિવૃત્તિની રીત, જ્ઞાનિઓએ આઠ પ્રકારે બતાવી છે. જે જૈનશાસનમાં “અષ્ટ પ્રવચન માતા ” તરીકે ઓળખાય છે. જયણાપૂર્વક જેમાં પ્રવૃત્તિ છે, તે સમિતિ, અને જયણાપૂર્વક જેમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિ બને છે તેને ગુપ્તિ કહેવાય છે. સમિતિ પાંચ છે અને ગુપ્તિ ત્રણ છે. તેનાં નામ આ પ્રમાણે છે. (૧) ઈર્ષા સમિતિ, (૨) ભાષા સમિતિ, (૩) એષણ સમિતિ, (૪( આદાન ભંડમત્ત નિક્ષેપણ સમિતિ, (૫) પારિઠાપનિકા સમિતિ. એ પાંચ સમિતિ છે. (૧) મને ગુપ્તિ, (૨) વચનગુપ્તિ, (૩) કાયગુપ્તિ. એ ત્રણ ગુપ્તિ છે. આ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિને જ અષ્ટપ્રવચન માતા કહેવાય છે. ઉપયોગ પૂર્વક ચાલવું તે જ નિતિ, ઉપયોગ પૂર્વક (જયણાપૂર્વક) નિર્દોષ ભાષા બોલવી તે મા સમિત્તિ, શુદ્ધ અને નિર્દોષ આહાર ગ્રહણ કરે તે વUT સમિતિ, સૂક્ષ્મ જીવની પણ હિંસા ન થઈ જાય તેવી સાવ
SR No.011519
Book TitleJain Darshan no Karmvada
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages457
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy