SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ ભંબધના હેતુઓ ૩૭૧ જાય એવું દુઃખનું નિમિત્ત એક માત્ર મિથ્યાત્વ છે. રોગ, અંધકાર, શત્રુ અને વિષતો એક જ જન્મમાં દુઃખદાયક છે. જ્યારે મિથ્યાત્વને પ્રતિકાર કરવામાં ન આવે તે તે હજારે જન્મોમાં દુઃખ દેવાવાળું બને છે. અવિરતિ – હિંસાદિ પાપથી નહિ વિરમવું તેને અવિરતિ, કહેવાય છે. જેઓને હિંસાદિ સર્વ પ્રકારના પાપોની શ્રદ્ધા જ નથી, અગર હિંસાદિક સર્વપાપોથી વિરમવું જ જોઈએ, એવી જેઓની માન્યતા પણ નથી, તેવા જીવતે ભવાભિનંદી યા ગાઢ મિથ્યાત્વીજ છે. આવા ગાઢ મિથ્યાત્વી જ કદાચ બાહા રીતે હિંસાદિ ' પાપ દેથી કંઈક અંશે નિવૃત્ત દેખાય તે પણ તેવાઓની પાપ નિવૃત્તિ તે અવિરતિ દશાવાળી જ કહેવાય છે. તત્વપ્રતીતિ અને તત્વપ્રીતિ વિનાની એ રીતની નિવૃત્તિ, મિથ્યા ત્રી જીવ અનંતીવાર પામીને તે નિવૃત્તિ દ્વારા આત્મિકગુણના વિકાસરૂપી અનાજને પ્રાપ્ત નહિં કરતાં પગલિક સુખરૂપ ઘાસને જ પ્રાપ્ત કરે છે, માટે તપ્રતીતિ અને તત્વપ્રીતિ મૂર્વકજ હિંસાદિક પાપદેથી નિવૃત્ત જીવ, અવિરતિથી વિરામ પામ્ય ગણાય છે. અને એ જીવ જ અવિરતિપણુ અંગે થતા કર્માશ્રવને રોકી શકે છે. ભૂખ્યા રહેવાથી બીજા દિવસે મળવાના મિષ્ટ ભેજ
SR No.011519
Book TitleJain Darshan no Karmvada
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages457
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy