SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૨ જૈન દર્શનને કર્મવાદ સામગ્રીની પ્રાપ્તિમાં જ વિદ્વતા માને છે. પરલેક–પુણ્ય-પાપઆત્મા–મેક્ષ આદિના લક્ષમાં મૂર્ખતા સમજી ફક્ત આ ભવના જીવનમાં ભેગ વિલાસ ભેળવવામાં જ સુખ માને છે. સ્વસ્વાર્થમાં જ મૂઢ બની સ્વશક્તિદ્વારા જગતમાં સંહારલીલાનાં નાટક ઉભા કરે છે. અનેકવિધ વૈજ્ઞાનિક અખતરાઓ કરી જગતમાં ભયભીત વાતાવરણ ફેલાવે છે. નિર્મલજીને કચરી નાખવામાંજ હોશિયારી માને છે. જેમ પૂર્વકૃત પાપ તે વર્તમાનમાં દુઃખ દેવાવાળું છે, તેમ “પાપાનુખંધિ પુન્ય” તે ભવિષ્યમાં દુખદાઈ છે. પાપાનુબંધિ પુણ્ય -અને પૂર્વકૃત પાપમાં આ સિવાય કંઈ ભેદ નથી. પૂજ્ય ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજે કહ્યું છે કે इत्थमेकत्व मापन्न, फलतः पुण्य पापयो। मन्यते यो न मूढात्मा, नान्तस्तस्य भवोदधेः ।। આ પ્રમાણે ફળથી એકપણાને પામેલા પુણ્ય અને પાપને જે એકરૂપ ગણતા નથી તે મૂઢાત્મા ભવસમુદ્રના પારને પામી શકતા નથી. આશંસાદેાષ અર્થાત કેઈપણ પ્રકારની ભૌતિક આકાંક્ષારહિત થતે દાનાદિ ધર્મ તે “પુણ્યાનુબંધિ પુ” ને બંધ કરાવનાર થાય છે. સાત્વિકદાન તથા ઇન્દ્રિયનું દમન, પ્રભુ પુજાદિ ઉત્તમ અનુષ્ઠાનેનું આચરણ અને શાસ્ત્રોના પઠન પાઠન પૂર્વક પ્રભુના નામ અને ગુણાનું કીર્તન, મરણાંત કચ્છમાં પણ સ્વધર્મનું પાલન, અન્તઃકરણની સરલતા, મન-વચન અને કાયાથી કોઈ પણ પ્રકારે કઈ
SR No.011519
Book TitleJain Darshan no Karmvada
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages457
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy