SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૪ જૈન દર્શનને કર્મવાદ - - - -- --- - - - - -- - - - અંગે તે વિપાકને હેતુ દર્શાવવાની અપેક્ષાએ કર્મપ્રકૃતિઓનું વગીકરણ ચાર વિભાગમાં કરેલું છે. તે ચાર પ્રકારો નીચે મુજબ છે – (૧) જીવવિપાકી, (૨) પુદગલવિપાકી (૩) ક્ષેત્રવિપાકી અને (૪) ભવવિપાકી. આ ચાર પ્રકારના વગીકરણમાં અમુક અમુક પ્રકારની મુખ્યતાજ કારણભૂત છે. જો કે કર્મપ્રકૃતિઓને વિપાક જીવજ અનુભવે છે. એ હિસાબે સર્વ પ્રકૃતિએ જીવવિપાકી જ છે, પરંતુ અમુક કર્મ પ્રવૃતિઓ એવી છે કે જે જીવ ઉપર સીધી અસર નહિ કરતાં શરીરને ઉપયોગી એવી કેટલીક જડ સામગ્રીઓ આત્માને પ્રાપ્ત કરાવવા દ્વારા, કેટલીક પ્રકૃતિઓ અમુક સ્થાનને જ પામીને, અને વળી કેટલીક તે પ્રાણીઓની અમુક પ્રકારની જાતિમાંજ, જીવને ફલદાયી થાય છે. આટલી બાબતોને અનુલક્ષીને જ જીવવિપાકી આદિ ચાર પ્રકારે કર્મપ્રકૃતિનાં બતાવ્યા છે. એટલે કઈ કર્મપ્રકૃતિઓ કયા સ્થળને, ક્યા ભવને, અને કેવા પ્રકારની શરીરની સામગ્રીઓ પામીને, તથા કયી પ્રકૃતિ સ્થાન-ભવ, અને પુદ્ગલસામગ્રીની અપેક્ષા રાખ્યા વિના જ ઉદયમાં આવે છે તે આ ચાર પ્રકારના વર્ગીકરણથી અતિ સ્પષ્ટપણે સમજી શકાશે. અમુક હેત પ્રાપ્ત કરી વિપાકેદયને પ્રાપ્ત થાય તે હેતુને અનુલક્ષીને તે પ્રકૃતિએ તે તે વિપાક સંજ્ઞાવાળી કહેવાય છે. (૧) જીવવિપાકી-કર્મમાત્ર આત્માને વિપાકવરૂપ
SR No.011519
Book TitleJain Darshan no Karmvada
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages457
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy