SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૩ ----- --- --- - - -- - - - - - પ્રકૃતિ બંધ -હેવાને અગે જ શિક્ષણપ્રાપ્તિ માટે વિદ્યાર્થીઓ વધુ પ્રય ત્નશીલ રહે છે અને શિક્ષણની કિંમત વધે છે. રાજ્ય વહીવટી તંત્રમાં ઉચ્ચ હોદ્દાની પ્રાપ્તિ, માણસની બુદ્ધિ અને આવડતને હિસાબે હોય છે. હજારે માણસની કેઈ જાહેર મીટીંગમાં ઉચ્ચ હોદ્દાદારીનું આસન ઉંચું જ હેય. છે. ઉચ્ચ આસન તથા નીચાઆસને બેઠેલ વ્યક્તિઓ મનુષ્યપણે તે સરખા જ છે, તે પણ સંસ્કારના હિસાબે તેમાં અસમાનતા છે. ઉંચું આસન એ, તે આસનસ્થિત માણસની ઉચ્ચતા જ દર્શાવે છે, તેથી કરીને નીચા આસનસ્થિત માનવીઓને તિરસ્કાર થયે એમ માનનાર મૂર્ખ જ કહેવાય છે. એ રીતે વિકાસની દૃષ્ટિએ અન્ય માનવી કરતાં એક માનવી ઉચ્ચ જ મનાય છે. એ નિયમ અનાદિકાળથી જગતમાં પ્રવર્તી રહ્યો છે. અને પ્રવર્તશે. એમાં એક માનવી પ્રત્યે આદર અને બીજા માનવી પ્રત્યે તિરસ્કાર છે, એમ કલપી શકાય જ નહિ. એ રીતે સુસંસ્કારને પોષક પ્રાપ્તસ્થાનની અનુકલતા અને પ્રતિકુલતાને હિસાબે ત્રકર્મના બે વિભાગ છે. - મનુષ્યપણે સર્વને સરખા માનવામાં અડચણ નથી. પ્રાણપણે જાનવર તથા મનુષ્યને સરખા માનવામાં મતભેદ નથી. જીવપણે પૃથ્વીકાય અને મનુષ્ય પણ સરખા જ છે. આ રીતે અપેક્ષાએ સરખામણું થાય તેમાં હરક્ત નથી, પરંતુ ઉત્તમપણાની કિંમત અધમપણાની કિંમત સાથે સરખાવી શકાય જ નહિ. ગુણેથી સંસ્કારી તથા સંસ્કારહીનને
SR No.011519
Book TitleJain Darshan no Karmvada
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages457
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy