SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ “ દુઃખનું ઔષધ દહાડા” એ કહેવતને અનુસારે ધીમે ધીમે શેકની છાયા ઓસરવા લાગી. મહાપુરૂષોએ કહ્યું છે કે ઉચ્ચકુળની પ્રાપ્તિ, એ પણ એક પુન્યોદય છે, જે કુળ, વીતરાગ ધર્મની આરાધનામાં શ્રદ્ધાળુ હોય, આત્મા–પુન્ય-પાપ-પરભવ અને ધમને દ્રષ્ટિમાં રાખવાના સંસ્કાર વડે યુકત હોય, તેવા કુળને પ્રાપ્ત મનુષ્યની દ્રષ્ટિ, દુઃખના સંગમાં ધમ તરફ જ વળે છે. સારા કુળને પામેલ આત્મા, દુઃખના સંયોગોમાં ધમરાધન માટે સજાગ બની જાય છે, પ્રાપ્ત સંસારીક સામગ્રી જ્યારે ચાલી જાય છે ત્યારે ધમિ આત્મા તો એમજ સમજે છે કે પુન્ય વિના ચાહે તેટલે પ્રયત્ન કરવા છતાં ટકી નહીં રહેનારી સામગ્રી માટે કલ્પાંત કરવા કરતાં આત્મકલ્યાણના માર્ગને જ ગ્રહણ કરો હિતકારી છે. “સારા ઘરનો રંડાપ પણ ક્યાંથી” એ લેકેતિ અનુસાર ઓટીબાઈને વૈધવ્ય અવસ્થામાં શ્વસુરકુળનું ધાર્મિક વાતાવરણ વૈરાગ્ય પ્રેરક બન્યું. સંસાર છોડી સાધુ જીવનની સાધના કરવામાં જ ટીબાઈનું ધ્યાન ખેંચાયું. આજનાં કેટલાંક માબાપનું લક્ષ, પિતાની પુત્રીઓનું વેવીશાળ ધર્મસંસ્કારથી રંગાએલ કુટુંબમાં કરવાને બદલે ધનિક કે ભૌતિક કેળવણીને પામેલ કુટુંબમાં કરવાનું વધારે હોય છે. ધર્મસંસ્કારહીન વાતાવરણમાં જતી પુત્રીઓની આત્મદશા કેવાં વિપરિત પરિણામને પામે છે, તે બાબત અંગે લેશમાત્ર પણ ખ્યાલ જૈન કહેવાતાં કેટલાંક માબાપને હતો પણ નથી. કૃષ્ણ મહારાજાની માફક પિતાની પુત્રીઓને સંયમ માર્ગ ન વાળી શકે તો પણ જૈનધર્મના સંસ્કારથી ભ્રષ્ટ કુટુંબમાં પોતાની પુત્રીને મુકવાવાળાં માબાપ જૈન કહેવરાવવા છતાં પણ વાસ્તવીક રીતે જૈનશાસનને પામ્યા જ નથી, સમજ્યા જ નથી. જ્યાં આચાર વિચાર–ખાનપાન વિગેરે બાહ્યથી જ જૈનશાસનથી વિપરીત દેખાતાં હોય તેવાં કુટુંબ કદાચ જૈન કહેવાતાં હોય કે બાહ્ય કીર્તિની ખાતર
SR No.011519
Book TitleJain Darshan no Karmvada
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages457
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy