SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકૃતિ બંધ ૨૩૯ - - -મીઠું, અનાજ, પાણી કે અન્ય કેઈ આહાર, રૂપ પદાર્થના સાત ધાતુ રૂપે થતા પરિણમન કાર્યમાં આપણે વિચારવું પડશે કે શરીરમાં પરિણામાન્તર કરનાર કેઈક પાક ક્રિયા છે. પકવવાની તાકાતવાળી ચીજ જ પરિણામાન્તર કરી શકે. જેમ અગ્નિમાં પકાવ્યા વિના માટીના ઘડે પાણીને ભરવા ચાગ્ય થઈ શકતા નથી,-એવી રીતે પકવવાની તાકાતવાળી વસ્તુ વિના મૂલપદાર્થનું પરિપકવણું થઈ શકતું નથી. જે પક્વવાની તાકાતવાળી ચીજ ન હોય તો શરીરમાં પડેલું મીઠું તે મીઠું જ રહે, માટી તે માટપણે જ રહે. સંગ્રહણને વ્યાધિ. જેને થયે હોય તે રાક લે છે પણ પચાવી શકતો નથી, કેમકે દુન્યવી દષ્ટિએ કહેવાય છે કે તેની જઠરમાં અગ્નિનું જેર નથી. પકવવાની તાકાતવાળી ચીજ હોય તો જ શરીરમાં ગયેલ આહાર પરિણામોત્તર પામે અને સાત ધાતુ રૂપે પરિણમે. આવું પરિણામાન્તર કરનાર તે જ તૈજસ શરીર છે. લીધેલ ખોરાકને પકવદશામાં લાવવું, પરિણામાન્તર " કરવું તે કામ તેજસ શરીરનું છે. આ તૈજસ શરીર તે જીવની સાથે વળગેલી ભઠ્ઠી છે. દરેક સંસારી જીવની સાથે તૈિજસ ભઠ્ઠી રહે જ છે. જેમ અગ્નિને સ્વભાવ છે કે બળ તણને પકડે છે. અને પોતે ટકે છે, પણ બળતણથી જ. તેવી • રીતે જીવની સાથે રહેલી તૈજસરૂપ ભઠ્ઠી ખોરાકને ખેંચે છે અને ખોરાકથી ટકે છે. તિજસ:-રીર ૫ણ અનેક પ્રકારનું હોય છે. આપણને
SR No.011519
Book TitleJain Darshan no Karmvada
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages457
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy