SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ જૈન દર્શનને કર્મવાદ કયાં જીવાદિતને વિસ્તૃત રીતે સમજવા બેઠા હતા એટલા થોડા ટાઈમમાં તત્તનું સ્વરૂપ સમજી શકાય પણ કેવી રીતે ? માટે ગૌતમસ્વામીથી સંબંધ થયા પહેલાં પણ તેઓમાં સમ્યકત્વ હસે જ તે જ તુરત કેવલજ્ઞાનને પામ્યા. એટલે તાપસ અવસ્થામાં તે પ્રભુ મહાવીરે પ્રરૂપેલ તત્ત્વની શ્રદ્ધાવાળા ન હતા. આ ઉપરથી જૈનદર્શનને માન્ય તને નહિ સ્વીકારનારમાં પણ સમ્યકત્વને નિષેધ થઈ શકે નહિં.” * . આનું સમાધાન એ છે કે ગૌતમસ્વામીની લબ્ધિ જોયા પહેલાં જ તે તાપસેને સમક્તિ થયેલું હોવું જ જોઈએ એમ કહેવું તે સમ્યકત્વની સમજને જ અભાવ છે. શ્રી ગૌતમ સ્વામીને સંબધ થવા પહેલાં તે તે તાપસમાં મિથ્યાત્વ હતું. અને સમ્યકત્વની પ્રાપ્તિ તે તેમને ગૌતમસ્વામીને. સંબંધ થયા બાદ સુરતમાં જ થઈ છે. અને પછી કેવલજ્ઞાન થયું છે. જીવાદિ તત્તનું વિસ્તૃત રીતે સમજવાને ટાઈમ જ નથી રહ્યો એટલા ઉપરથી ગૌતમ સ્વામીથી પ્રતિબંધિત તે તાપસે અલ્પ સમયમાં સમ્યકત્વ પામી જ ન શકે તેમ માનવું તે પણ ભૂલ ભરેલું છે. કારણ કે “સમ્યકત્વની પ્રાપ્તિને દર્શન મેહનીય કર્મના ઉપશમ-ક્ષપશમ કે ક્ષયથી જ થાય છે. અને તેમાં બહુ જ અલ્પ સમય લાગે છે, તે આગળ વિચારવામાં આવશે. યથાસ્થિત તવશ્રદ્ધા તે તે સમ્યકત્વની કસોટી છે.
SR No.011519
Book TitleJain Darshan no Karmvada
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages457
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy