SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકૃતિ બંધ દેવ–ગુરૂ અને ધર્મઅંગે વિપરીત માન્યતા તે મિથ્યાત્વ.” જે જે દેવ-ગુરૂ અને ધર્મની માન્યતામાં ચાલ્યા તેવાઓ અંગે તે મિથ્યાત્વની આ વ્યાખ્યા ઠીક છે. પરંતુ જેઓ “યુ-અને-કું એક પ્રકારના દેવ-ગુરુ-ધર્મને માનતા જ નથી, તેવામાં પણ મિથ્યાત્વ હોઈ શકે છે. એટલે મિથ્યાત્વનું સર્વવ્યાપક લક્ષણ છે તે જ કહેવાય કે યથાસ્થિત તત્વની શ્રદ્ધા ન થાય તે જ મિથ્યાત્વ કહેવાય. સમ્યકત્વને વિષય સર્વ દ્રવ્ય અને પર્યાવે છે, તેથી વિષય દ્વારા સર્વ ભાવે કે પદાર્થોને બતાવવાવાળું સમ્યગ્દર્શન છે. સર્વજ્ઞ દેવાએ પ્રરૂપિત પદાર્થોના એકાદ : અંશ તરફ ઉલટી (વિપર્યાય) બુદ્ધિ થાય તે સમ્યગદર્શનમાં મીડું થાય. જેમ જમાલી મેક્ષતત્ત્વ, કેવલજ્ઞાનમય આત્મા છકાય, છ દ્રવ્ય, અને તે વિગેરે બધું માનતે હતે. પણ એકાદ વચનરૂપ એટલે વહેમ રે એ વચનમાં તેને અવિશ્વાસ થયે તે સમ્યગ્દર્શન ન રહ્યું. ગોછામાહિલ પણ જીવ અછવાદિ સર્વ તને માનતા હતા, પણ આત્માની સાથે થયેલ સંબંધને ક્ષીર–નીરની જેમ નહિ, પણ કંચુક વત્ મા તેથી સમ્યગ્દર્શનથી તે પણ ભ્રષ્ટ થયે, અને નિાવ ગણા. સર્વજ્ઞ દેવે તે કેવલજ્ઞાની છે. કેવલજ્ઞાન તે સર્વ દ્રવ્ય અને પર્યાયના વિષયવાળું છે. તેથી મેના માર્ગરૂપ જે સમ્યકત્ત્વ જણાવ્યું તે સર્વ દ્રવ્ય અને સર્વ ગુણ પર્યાયની માન્યતા સર્વાંશે હોય તે કામ લાગે. એકાદ અંશને પણ ન માને તે મિથ્યાત્વી જ ગણાય. એક અક્ષર કે પદની શ્રદ્ધા ન થાય તે પણ મિથ્યાત્વ સમજવું.
SR No.011519
Book TitleJain Darshan no Karmvada
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages457
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy