SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ બીજા પ્રકરણમાં જણાવ્યાં છે. જ્યારે ત્રીજા પ્રકરણમાં “પુદગલ વર્ગશુઓનું સ્વરૂપ અને વૈજ્ઞાનીક 'વિચારણા” આજના વિજ્ઞાન અને બુદ્ધિવાદના જમાનામાં ખાસ મનન પૂર્વક જાણવા જેવી છે. વિજ્ઞાન ગમે તેટલું આગળ વધે છતાં, કેટલું પાંગળું અસ્થિર અને અધુરું છે તે બરાબર સમજાવા સાથે, આજના જેવા લેબોરેટરીના વૈજ્ઞાનિક સાધને ન હોવાં છતાં, અગણિત વર્ષો પૂર્વે અણું પુલવાદનું આટલું બધું સૂક્ષ્મ જ્ઞાન કઈ રીતે થયું હશે? આત્મશક્તિ અને સર્વજ્ઞતા, ભૌતિક વિજ્ઞાન કરતાં સદા સર્વદા અનંત ગુણ બલિષ્ઠ છે, એ નહિ સમજનાર, આશ્ચર્ય સાગરમાં ડુબે એમાં કાંઈ નવાઈ નથી! અધ્યાભવાદ સર્વકાળે ચઢીયાતે રહ્યો છે ને રહેવાને જ. એના વગર જગતને કદી ચાલી જ ન શકે. એ ન હોય તો વિશ્વમાં કોઈ કાળે શાન્તિ રહી શકે જ નહીં. આ પ્રકરણ દઢપણે સાબિત કરે છે કે અનંત જ્ઞાનવાળા સર્વજ્ઞ વિશ્વમાં થયા જ છે. અને એમના દર્શાવેલા માર્ગે પ્રયાણ કરનાર, કાલાદિ સામગ્રીને પ્રાપ્ત કરી, અંતે જરૂર સર્વજ્ઞ થઈ શકે છે. આ શ્રદ્ધા વિવેકી વાંચકને થયા વગર નહિ રહે. ચોથા પ્રકરણમાં સમગ્રલકના સર્વે જડ અને ચેતન પદાર્થોને છ વિભાગમાં સમાવી તેના દ્રવ્ય ગુણ અને પર્યાનું જન તત્વજ્ઞાનની દષ્ટીએ સુંદર નિરૂપણ કર્યું છે. પુદગલ, પરમાણું, ધનું વર્ણન અને પરિણમનની પ્રક્રીયાને પણ ઠીક પ્રમાણમાં ચર્ચા છે. જેથી પાંચમા પ્રકરણમાં કાર્મણ વર્ગણાદિ પુગલનું ગ્રહણ અને પરિણમન કઈ રીતે થાય છે તે બરાબર સમજી શકાય છે. કમ બાંધવાના હેતુઓ પ્રહેતુઓ સમજાવીને, છઠ્ઠા “પ્રકૃતિ બંધ” પ્રકરણમાં એ કર્મબંધ વધુમાં વધુ આઠ વિભાગમાં કઈ રીતે વહેચાય છે, અને તે કમ ઉદયકાળે કેવા ફળને આપે છે, તે આઠ કર્મનું સ્વરૂપ તેના પેટભેદ -સાથે સૈદ્ધાંતિક રીતે સમજાવ્યું છે. જે મનન પૂર્વક વાંચતાં, જગતમાં સુખ, દુઃખ, જ્ઞાન અજ્ઞાન, રોગ, જન્મ, મરણ, શુભાશુભગતી, યશ,
SR No.011519
Book TitleJain Darshan no Karmvada
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages457
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy