SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ પ પણ માન્યું. પરંતુ કારણ વિના કાર્ય ન થાય, એ ન્યાયી સિદ્ધાન્તાનુસાર કયા કારણે ઈશ્વરને દ્રશ્ય જગતની વિવિધતા કરવી પડી? એ પ્રશ્ન ઉપસ્થિત થતાં “ઈશ્વરની લીલા અકળ છે” એમ કહી તે પ્રશ્નને ટાળી દેવાય. એટલા માત્રથી જિજ્ઞાસુની જિજ્ઞાસાવૃતિ તૃપ્ત થઈ શકે નહિ. ખૂબ સૂક્ષ્મ બુદ્ધિએ વિચારવાથી માલુમ પડે કે અનંતજ્ઞાનધારક વીતરાગ ભગવંતે જ આ તાવને આવિષ્કાર, સંપૂર્ણ સત્ય સ્વરૂપે કરી શકે. વિશ્વના તમામ પ્રલોભનેને જેણે ફગાવી દઈ, કઠેર સંયમ, ત્યાગ અને તપને આદરી, વિશ્વની કારમી વિચિત્રતાઓનું કારણ આત્મપ્રત્યક્ષ નિહાળી શકનાર હાય, તે જ સર્વસ વીતરાગ ભગવંત કહેવાય. અને તેઓશ્રી જ, આ સ સારની વિચિત્ર ઘટનાઓના સર્જક તત્ત્વને આવિષ્કાર કરી શક્યા છે. એ મહાપુરૂષે તે વિજ્ઞાની નહિ, પણ મહાવિજ્ઞાની યા તત્વજ્ઞાની ચા કેવળજ્ઞાની તીર્થંકર પરમાત્મા કહેવાય. તેઓશ્રીની સ્થાપિત સંસ્થા તે જ જૈનદર્શન–જેનશાસનના નામે વિશ્વમાં અજોડ પ્રયોગશાળા કહેવાય. આ પ્રયાગશાળા અનાદિકાળથી ચાલુ છે, અને તેના સિદ્ધાન્તોના પાલનપૂર્વક એ પ્રગશાળામાં રહી પ્રગ કરનાર અનેક જીવે ઉપરોક્ત તત્વને આત્મ પ્રત્યક્ષ નિહાળવામાં સફળ અની, વીતરાગ સર્વપદના ધારક બની, શાશ્વત અને સત્ય સુખના ભોક્તા બન્યા છે. આ પ્રગશાળામાં રહેનારને લેગી નહિ, પણ ત્યાગી બનવું પડે, તો જ વીતરાગતાની પ્રાપ્તિમાં સફળતા મળે છે.
SR No.011518
Book TitleJain Darshan ma Anu Vigyan
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages157
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy