________________
પંકજ જળ જેમ ભિન્ન રહે, તેમ રહે સમ્યગૂવાન; લિપ્ત નવિ થાય કર્મથી, આતમ શ્રદ્ધાવાન.
અર્થ-કમળ જેમ કાદવથી અલગ રહે તેમ સમકતી જીવ આસક્તિ ભાવથી લેપાય નહિ, અલગ જ રહે. આકરા કર્મથી લેપાય નહિં.
જે સમતામાં લીન થઈ, કરે અધિક અભ્યાસ અખિલ કર્મ તે ક્ષય કરી, પામે શિવપુર વાસ.
અર્થ–જે સમતામાં લીન થઈ ગુણો વધારવા અભ્યાસ કરે, તે જીવ, સર્વ કમને ક્ષય કરીને શિવપુરવારને પામે છે.
અશુચિ દેહથી ભિન્ન નિજ, દેખે શુદ્ધ સ્વરૂપ; તે જ્ઞાતા સૌ શાસ્ત્રને, શિવસુખ લહે અનૂપ.
અર્થ જે જીવ, આત્મસ્વરૂપને અપવિત્ર દેહથી જુદો નિહાળે છે, તે સર્વ શાસ્ત્રનો સમજનાર જાણવો. તે જ મોક્ષને પામે છે. તજી કલ્પના જાળ સૌ, પરમ સમાધિવંત; આત્મ ધ્યાને લીન થઈ, પામે સુખ અનંત,
અર્થ-કલ્પના જાળ, અસ્થિર વિચારો છોડી દઈ, ઉત્કૃષ્ટ સમાધિ ગુણવાળે આત્મધ્યાને લીન થઈ, અનંત સુખરૂપ મુક્તિપદને પામે.
આપ આપ અનુભવ કરે, તે શું વાંછિત દૂર, કૈવલ જ્ઞાન પ્રગટ કરી, પામ સુખ ભરપુર.
અર્થ—આપણે સ્વાનુભવ મેળવીએ ઈષ્ટ સુખ દૂર નથી. પછી કેવલજ્ઞાન પ્રાપ્ત કરી, ભરપુર સુખ મેળવાય.
જો પરભાવ સકલ તજી, દેખ આતમ ભાવ; કેવલ જ્ઞાન સ્વરૂપ થઈ જલદી ક્ષે જાવ.
અર્થ–પર પુગલભાવ જાય તે આત્મ સ્વભાવ દેખે. પછી કેવલજ્ઞાની બની જલદી મેક્ષે જાય.