SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૩ અત્યંત આનંદ પામી તેને ઉઠાવી લીધું અને નદીકિનારે એક ઝુંપડી બાંધી તેમાં પધરાવ્યું. તે જ તેની સેવાભક્તિ કરવા લાગ્યો. એમ કરતાં છ મહિના વીતી ગયા, ત્યારે શ્રી ચશ્વરી દેવીએ પ્રસન્ન થઈને નેપાળને રાજા થવાનું વરદાન આપ્યું અને તે અદશ્ય થઈ ગયાં. હવે ભવિતવ્યતાના ગે સિંહપુરને રાજા અકસ્માત મરણ પામ્યું. તેને ગાદીવારસ જ ન હતો, એટલે રાજ્ય કેને સેંપવું ? તે પ્રશ્ન થયો. મંત્રી. સામતે વેગેરેએ સાથે મળીને વિચાર કરતાં એવું નક્કી થયું કે “મહારાજીની એક હાથણી છે, તેની યુદ્ધમાં પવિત્ર જળથી ભરેલ સોનાને કળશ આપો. એ કળશનું જળ હાથણ જેના પર ઢળે તેને રાજગાદી સોંપવી.” - આ નિર્ણય અનુસાર હાથણીને શણગારવામાં આવી અને તેની સુંઢમાં પવિત્ર જળથી ભરેલો સેનાનો કળશ આપવામાં આવ્યું. પછી એ હાથણને પોતાની મેળે જવા દીધી અને મંત્રી વગેરે તેની પાછળ પાછળ ચાલવા લાગ્યા. હાથણી ફરતી ફરતી નગર બહાર નીકળી અને બાગબગીચા તથા ખેતર વગેરે વટાવતી જ્યાં ગોપાળ ગાયો ચરાવી રહ્યો હતો ત્યાં આવી અને ગોપાળ પર હાથણીએ કળશ ઢેળે અને તેને સુંઠ વડે ઊ ચકીને પોતાના કુંભસ્થળ પર બેસાડયો. એટલે મંત્રી, સામતે તથા નગરજનોએ તેને રાજા તરીકે સ્વીકાર કર્યો અને તેની જય બોલાવી. પછી મેટી ધામધૂમથી તેને નગરમાં લાવવામાં આવ્યો અને રાજ્યાભિષેક કર્યો. આ રાજ પદ દેવકૃપાથી મળેલું હોવાથી ગેપાળે પિતાનું નામ દેવદત્ત રાખ્યું અને તે મંત્રીમંડળની સલાહ મુજબ રાજ્ય ચલાવવા લાગ્યા. સિંહપુરનું સમૃદ્ધ રાજ્ય આ રીતે એક ગાયે ચરાવનાર સામાન્ય વ્યકિતના હાથમાં જાય, તે કેટલાક સામંતને રુચ્યું નહિ, તેથી તેમણે લશ્કર એકઠું કરીને નગર પર ચડાઈ કરવાને વિચાર કર્યો. તેમના મનમાં એમ કે આ નો રાજા આપણું છે. સ. મ. ૨૬
SR No.011516
Book TitleDevadhidev Bhagwan Mahavir
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherArhadvatsalya Prakashan
Publication Year1974
Total Pages439
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy