________________
૨૨૬
હે નાથ! તમારા વડે ત્રિભુવન પ્રકાશિત થયે છતે તારામંડળ સહિત ચંદ્રમાને (ભુવનને પ્રકાશિત કરવાનો અધિકાર સંપૂર્ણ નાશ પામી શકે છે. તેથી જ તે તીઓના સમૂહે કરીને સહિત અને વાસ પામતા એવાં ત્રણ છત્રનાં મિષથી ત્રણ શરીર કરીને તમારી સેવા કરવા આવ્યા હોય એમ નક્કી જણાય છે.