SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ નવ તત્ત્વ-દીપિકા. નવતત્વની દ્રવ્ય અને ભાવથી વિચારણા હવે નવતત્વની દ્રવ્ય અને ભાવથી વિચારણા કરીએ. દ્રવ્ય-વિચારણા વસ્તુના સ્થૂલ કે બાહ્ય સ્વરૂપને સ્પર્શે છે. અને ભાવ-વિચારણા વરતુના સૂફમ કે અત્યંતર સ્વરૂપને સ્પર્શે છે. જેને તત્વજ્ઞાનનું આ એક વિશિષ્ટ અંગ છે. પાંચ ઈન્દ્રિયે આદિ દ્રવ્ય–પ્રાણેને ધારણ કરનાર તે દ્રવ્ય-જીવ અને જ્ઞાન-દર્શન આદિ ભાવ-પ્રાણેને ધારણ કરનાર તે ભાવ-જીવ; અથવા વિષય-કષાયાદિ અશુદ્ધ પરિણામવાળે જીવ તે દ્રવ્ય-જીવ અને વિશુદ્ધ જ્ઞાન-દર્શનાદિ ગુણવાળે જીવ તે ભાવ-જીવ. અહીં દ્રવ્યાત્મા, ભાવાત્મા એવા શબ્દપ્રયોગ પણ થાય છે, કારણ કે જીવ અને આત્મા એ એકાથી શબ્દો છે. પિતાની અર્થ-ક્રિયામાં પ્રવર્તતું ન હોય, પરંતુ હવે પછી પ્રવર્તવાનું હોય, તેવું કારણરૂપ અજીવ દ્રવ્ય તે દ્રવ્ય–અજીવ અને પિતાની મુખ્ય અર્થ–ક્રિયામાં પ્રવર્તતું હેય, તે ભાવ-અજીવ. આની વધારે સ્પષ્ટતા અજીવનું સ્વરૂપ સમજ્યા પછી થશે. શુભ કર્મના પુદ્ગલે તે દ્રવ્ય-પુણ્ય અને તે શુભ કર્મ બાંધવામાં કારણરૂપ જીવને જે શુભ અધ્યવસાય, તે ભાવ-પુણ્ય. અહીં અધ્યવસાય શબ્દથી જીવના પરિણામ કે જીવની પરિણતિ સમજવી. અશુભ કર્મનાં પુદ્ગલે તે દ્રવ્ય-પાપ અને તે
SR No.011513
Book TitleNavtattva Dipika
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1972
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy