SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ આશ્રવતવનું રહસ્ય પુણ્ય તથા પાપ અથવા શુભ-અશુભ ઉભય પ્રકારના કર્મબંધના - જે કોઈ કારણે તેનું નામ આશ્રવતત્વ છે. એક્લા અશુભક દૂર થાય એટલા માત્રથી આત્મા પામર મટી પ્રભુ બનતું નથી. શુભકર્મના ભગવટા માટે સ્વર્ગલોકમાં અસંખ્ય વર્ષો પર્યત આત્માનું રહેવું, તે પણ વાસ્તવિક દૃષ્ટિએ આ આત્મા માટે પ્રથમ નંબરની જેલ છે. આ કારણે શુભકર્મબંધના હેતુઓ તેને પણ આશ્રવ જ ગણવામાં આવે છે. મુમુક્ષુ આત્માઓ માટે અશુભાશ્રયમાંથી બચવું અને શુભાશ્રવમાં આત્માને જે, એ પ્રથમ પગથિયું છે. અશુભાવમાંથી જે આત્મા બચ્ચે, તે આત્માને અવસર આવે એટલે શુભાશ્રવ આપો આપ અટકે છે. આ કારણે જ પાંચમાં નબરમાં આવતત્વનું - સ્થાન છે. મોક્ષપ્રાપ્તિના અંતરગ કારણો સંવર અને નિશ મેક્ષની પ્રાપ્તિ માટે અસાધારણ અતર ગ તરીકે સવર અને નિર્જરાનું સ્થાન છે. શુભ-અશુભ ઉભય પ્રકારનાં કર્મો પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ, એમ ચારેય પ્રકારે બધાતા અટકે (અથવા બ ધમાં ક્રમે ક્રમે અલ્પતા થતી જાય) એમાં કારણરૂપે જે કોઈ આત્માની શુદ્ધ ચેતના તેનું નામ સંવર છે. અને ભૂતકાળમાં સચિત કરેલાં કર્મોને આત્મામાંથી એવી રીતે પરિશાટ થાય કે પરિણામે મર્યાદિત કાળમાં આત્મા સર્વથા કમથી રહિત થાય, એમાં કારણભૂત બાહ્ય –અભ્યતર તપસ્યા તે નિજ રાતત્ત્વ છે. સુમુક્ષુ આત્મા માટે આ બને ત ઘણા જ ઉપયોગી હોવાથી 2ઠા–સાતમા નંબરમાં અનુક્રમે સવર અને નિર્જરાનું સ્થાન આપવામાં આવેલ છે. બંધ અને મેક્ષિત - . બંધમાંથી બચાય તે જ આત્માને સવર અને સાથે સાથે અકામ નિજેરાને લાભ મળી શકે, એ સ જેમાં બંધતત્ત્વ સમજવું પણ
SR No.011513
Book TitleNavtattva Dipika
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1972
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy