SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ નવ-તત્વ-દીપિકા પ્રકારે પ્રસિદ્ધ છે. તેને પરિચય સાતમી ગાથાના વિવેચનમાં અપાયેલે છે. તત્વાર્થભાષ્યમાં શબ્દના છ પ્રકારે નીચે મુજબ જણાવેલા છે : (૧) તત, (૨) વિતત, (૩) ઘન, (૪) શુષિર, (૫) સંઘર્ષ અને (૬) ભાષા. બહવૃત્તિમાં એ ખુલાસે કરવામાં આવ્યું છે કે આ છ પ્રકારે પ્રગજ શબ્દના છે. પ્રાગજ એટલે પ્રયત્નથી ઉત્પન્ન થતે શબ્દ. બીજો એક પ્રકાર વૈસસિક નામથી ઓળખાય છે, તેમાં સ્વાભાવિક રીતે ઉત્પન્ન થતા મેઘગર્જના વગેરેને સમાન વેશ થાય છે. તત-ચામડાંથી મઢેલાં ઢેલ, નગારાં, ત્રાંસાં, તબલાં વગેરેને શબ્દ, " વિતત-તારથી વાગતાં વીણ, સીતાર, સારંગી, દિલરુબા વગેરેને શબ્દ. ઘન-ધાતુ, કાષ્ઠ વગેરે નક્કર વસ્તુઓને સામસામી અકાળવાથી ઉત્પન થતે શબ્દ. કરતાલ, કાંસીજોડા, ઝાલર વગેરેને શબ્દ આ પ્રકારને છે. શુષિર-કુંક મારવાથી કે વાયુ ભરવાથી ઉત્પન્ન થત શબ્દ. વાંસળી, મેરલી, હાર્મોનિયમ વગેરે વાજિંત્રોને શબ્દ આ પ્રકારને છે. ' સંઘર્ષ–એક કે વધારે વસ્તુના સંઘર્ષથી ઉત્પન્ન ચતા શબ્દને સંઘર્ષ કહેવાય છે. લાકડાના પાટિયા પર
SR No.011513
Book TitleNavtattva Dipika
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1972
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy