SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ જીવતરવા નામકર્મ બાધેલું છે, તેને ઉદય આવતાં તેને આવું અપર્યાપણું પ્રાપ્ત થાય છે. આ લધિ અપર્યાપ્તપણને કાલ પૂર્વભવમાંથી છૂટે, તે સમયથી માંડીને ઉત્પત્તિસ્થાને આવી ઈન્દ્રિયપસિ પૂરી કરે ત્યાં સુધી અંતર્મુહૂર્ત પ્રમાણ હેય છે. અહીં એટલી સ્પષ્ટતા ઉચિત છે કે આ જીવ જ્યારે અંતરાલગતિમાં હોય, એટલે કે પ્રથમને દેહ છેડીને નવ દેહ ગ્રહણ કરવા માટે ગતિ કરતે હેય, ત્યારે પણ તે લબ્ધિઅપર્યાપ્ત જ કહેવાય છે. (૨) લબ્ધિ-પર્યાપ્ત જે જીવ પિતાના મૃત્યુ પહેલાં સ્વયેશ્ય સર્વ પર્યાસિઓ અવશ્ય પૂર્ણ કરવાને છે, તે જીવ એ પર્યાસિઓ પૂર્ણ કર્યા પહેલાં અને પૂર્ણ કર્યા પછી પણ લબ્ધિ-પર્યાપ્ત કહેવાય છે. જીવને આવું પર્યાપ્તપણે પૂર્વે બાંધેલા પર્યાપ્ત નામકર્મના ઉદયથી પ્રાપ્ત થાય છે. આ લબ્ધિ-પર્યાપ્તપણને કાલ જીવ પ્રથમ ભવથી છૂટે, તે જ સમયથી સંપૂર્ણ ભવપર્યત એટલે દેવને ૩૩ સાગરેપમ, મનુષ્યને ૩ પપમ ઈત્યાદિ હોય છે. આ જીવ અંતરાલગતિમાં પણ લબ્ધિ-પર્યાપ્ત જ કહેવાય છે. (૩) કરણ-અપર્યાપ્ત જીવ જ્યાં સુધી સ્વગ્ય પતિઓને પૂરી કરતે નથી, ત્યાં સુધી તે કરણ-અપર્યાપ્ત કહેવાય છે. અહીં
SR No.011513
Book TitleNavtattva Dipika
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1972
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy