________________
૪૯
પ્રકરણ ૧લું અરિહંત
આવા અનંતાનંત ગુણાના ધારક, સકળ પાપ નાશક, અખિલ વિશ્વના સુધારક, નરેન્દ્ર, સુરેન્દ્ર, મુનીન્દ્ર, ત્રિજગતના વંદનીય, પૂજનીય. અરિહંત ભગવાન મહાપુરુષ હોય છે.
આર્યા છેદ – तित्थयरा मे पसीयन्तु, कित्तियवंदिय महिया जे से लोगस्स उत्तमा सिद्धा, आरुग्गबोहिलाभ
સમાવિમુત્તમંરિંતુ છે જે સર્વ લેકમાં ઉત્તમ સિદ્ધસ્થાનને પ્રાપ્ત થનાર તીર્થકર ભગવાન છે તેમની હું વચન થકી કીર્તિ ગાઉં છું, કાયા થકી વંદનાનમસકાર કરું છું, મન થકી પૂજા–મહિમા કરું છું. અહો તીર્થકર ભગવાન ! મુજ પર પ્રસન્ન થઈને રોગરહિત, સમકિત અને ઉત્તમ પ્રધાન સમાધિ મને અર્પણ કરે.
શા દ્ધારક બાલ બ્રહ્મચારી કષિ સંપ્રદાય આચાર્ય સ્વ. મુનિશ્રી મેલખઋષિજી મહારાજ દ્વારા વિરચિત “શ્રી જૈન તત્ત્વપ્રકાશનું અરિહંતસ્તવ” નામક પ્રથમ
અધ્યયન સમાત.