SearchBrowseAboutContactDonate
Page Preview
Page 736
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૫ મું : સાગારી ધર્મશ્રાવકાચાર ૭૧૧ અને ગરીબોની આંતરડી કકળાવીને અન્યાયથી મેળવેલું ધન પણ વિશેષ વખત ટકતું નથી. अन्यायोपार्जित वित्त, दश वर्षाणि तिष्ठति । प्राप्तेतु अकादशे वर्षे, समूल च विनश्यति ॥ અર્થ :–અન્યાયથી મેળવેલું દ્રવ્ય દશ વર્ષથી અધિક ટકતું નથી, અને કદાચિત્ ૧૧મું વર્ષ ટકી જાય તે પહેલાનું પ્રાપ્ત કરેલું દ્રવ્ય પણ તેની સાથે નાશ પામે છે. આ પ્રમાણે બીજા વ્રતના ૫ અતિચારનું સ્વરૂપ સમજીને સુજ્ઞ શ્રાવકે પોતાના વ્રતની રક્ષા માટે તે પાંચ પ્રકારના દોષથી હમેશાં દૂર રહે છે. જૂઠ બેલવાનાં મુખ્ય ૧૪ કારણે ૧. કેપ-કેધને વશીભૂત થયેલે મનુષ્ય કેઈ વાર એવું અસત્ય બેલી નાખે છે કે જેથી પદ્રિય જીવની ઘાત થઈ જાય છે. ૨. માન-અભિમાનને વશ પડીને પણ એવાં વચન બોલે છે કે જાણે મારા સરખે સંસારમાં કઈ થયો નથી, થશે નહિ. ૩. કપટબાજી એ તો જૂઠનું મૂળ જ છે. ૪. લોભ-લાભને વશ પડી વેપારી, બ્રાહ્મણ અને નામધારી સાધુએ જૂઠ બોલે છે. પ. રાગ-રાગને વશ પુત્રાદિને રમાડતાં જૂઠ બોલે છે. ૬. ષષને લીધે રુઝ થઈ દુશ્મને ઉપર કલંક ચડાવે છે, જૂઠી સાક્ષી પૂરે છે. ૭. હસી-હસી મશ્કરી કરતાં, ગપ્પાં મારતાં જૂઠ બોલે છે. ૮. ભય-બીકને માર્યો રાજા, શેઠ અધિકારી સન્મુખ પિતાનું અપકૃત્ય છુપાવવા જૂઠ બોલે છે.
SR No.011510
Book TitleJain Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj
PublisherShamji Velji Virani Sthanakvasi Jain Dharmik Shikshan Sangh
Publication Year1982
Total Pages874
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy