SearchBrowseAboutContactDonate
Page Preview
Page 591
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬૬ જેન તત્વ પ્રકાશ સમદષ્ટિએ મહામુસીબતે પ્રાપ્ત કરેલા સમ્યફવરત્નની જતના કરવી એ પણ અતિ મુશ્કેલ થઈ પડયું છે. આત્માથી મનુષ્યોએ આ પ્રકારના ઝઘડાથી દૂર રહી આત્મસાધનામાં તત્પર રહેવું અને જિનવાણીથી વિપરીત શ્રદ્ધા પ્રરૂપણાથી આત્માને બચાવવા સાવધાન રહેવું. ૧૨. ધર્મને અધમ સહ તે મિથ્યાત્વ શ્રી આચારંગ સૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના સમ્યફવાખ્ય નામના ચેથા અધ્યયનના પહેલા ઉદેશમાં શ્રી જિનેશ્વર દેવે ધર્મનું સ્વરૂપ નીચે પ્રમાણે દર્શાવ્યું છે – से बेमि जे य अतीता, जे य पड्डपन्ना, जे य आगमिस्सा, अरहंता भगवंतो, सब्वे वे एवमाइकरवंति, एवं भासंति एवं पण्णविंति, एवं परुवितिसचे पाणा, सब्वे भूया, सम्वे जीवा, सम्वेसत्ता, ण हंतव्वा, ण अज्जावेयव्वा, ण परिघेत्तत्बा, ण परियावेयव्वा, ण उदवेयध्वा । एस घम्मे सुद्धे, णितिए, सांसए, समेच्च लोय खेयन्नेहिं पवेइए, त जहा उढिएसु वा, अणुछिएसु, का, उवरयद डेसु वा, अणुवरयदंडेसु वा, सोवहिएसु वा, अणोवाहएसु वा, संजोगरएसु वा, असंजोगरएसु वा, त आइतु न निहे ज निकिजवे घ्रणितु, ધમં નહીં–ત છે અર્થ-શ્રી સુધર્મા સ્વામી કહે છે કે, હે જંબુ ! જે અરહંત ભગવંતે પૂર્વે થઈ ગયા છે, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં થશે તે બધાયનું એમ જ કહેવું છે કે, કોઈ પણ પ્રાણી (દ્વિદ્રિયાદિ), ભૂત (વનસ્પતિ) જીવ (પંચેંદ્રિય) અને સત્ત્વ (પૃથ્વી, પાણી, અગ્નિ-વાયુ) એ સર્વે પ્રકારના જીવોની હિંસા કરવી નહિ; તેમના પર હકૂમત ચલાવવી નહિ. તેમને કબજે કરવાં નહિ, તેઓને મારી નાંખવાં નહિ અને તેઓને હેરાન કરવાં નહિ. આ પવિત્ર અને શાશ્વત ધર્મ જગતનાં દુઃખોને જાણનાર ભગવાને, સાંભળવા તૈયાર થયેલાઓને, નહિ થયેલાઓને, મુનિઓને, ગૃહસ્થને, રાગીઓને, ત્યાગીઓને, ભેગીઓને તથા યેગીઓને બતાવ્યો છે. એ ધર્મ યથાતથ્ય –ખરેખરો જ છે અને માત્ર જિન પ્રવચનમાં જ વર્ણવેલો છે. જીવ તે સમકિતને પ્રાપ્ત કરી શ્રત ચારિત્ર ધર્મને જાણીને તેને છેડે નહિ.
SR No.011510
Book TitleJain Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj
PublisherShamji Velji Virani Sthanakvasi Jain Dharmik Shikshan Sangh
Publication Year1982
Total Pages874
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy