SearchBrowseAboutContactDonate
Page Preview
Page 546
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨૧ પ્રકરણ ૩ જું : મિથ્યાત્વ ૨. સ્વભાવવાદી–જે કંઈ થાય છે તે સ્વભાવથી જ થાય છે. જે યોગ્ય કાળે કાર્ય બનતાં હોય તે સ્ત્રી જુવાન વયની થયા છતાં તેને દાઢી મૂછ શા માટે નથી આવતાં ? વધ્યા સ્ત્રીને સંતાનપ્રાપ્તિ કેમ થતી નથી? હથેળીમાં વાળ શા માટે ઊગતા નથી? જીિભમાં હાડકાં કેમ નથી ? વનસ્પતિમાં પણ અનેક જાત છે. દરેક વનસ્પતિને તેના સ્વભાવ પ્રમાણે જ રસ પ્રગટે છે. કાળને પરિપાક થવા છતાં કેટલાંક વનસ્પપતિને ફળ થતાં જ નથી. એ પ્રમાણે માછલાં વગેરે જળચર પ્રાણુઓને જળમાં રહેવાને, પક્ષીઓને આકાશમાં ઊડવાને અને ઊંદર, ઘે, સર્પ, વગેરેને ભૂમિમાં રહેવાને સ્વભાવ છે. કાંટાની તીક્ષ્ણતા, હંસનું સરળપણું, બગલાનું કપટીપણું, મેરની રંગબેરંગી પાંખ, કેયલને મધુર સ્વર, કાગડાની કઠોર વાણું, સર્પના મેંમાં પ્રાણહર વિષ, સર્પની મણિમાં વિષહરણ ગુણ, પૃથ્વીની કઠણાશ, પાણીનું પ્રવાહીપણું અને ઠંડક, અગ્નિની ઉષ્ણતા, હવાની ચપળતા, સિંહનું સાહસિકપણું, શિયાળની લુચ્ચાઈ, અફીણની કડવાશ, શેરડીની મીઠાશ, પથ્થરનું પાણીમાં ડૂબવાપણું, લાકડાને પાણીમાં તરવાને ગુણ, કાન સાંભળે, આંખ દેખે, નાક સૂંઘે, જીભ રસાસ્વાદ લે. કાયાને સ્પર્શનિ ગુણ, મનનું ચપળપણું, પગથી ચાલવું, હાથથી કામ કરવું, સૂર્યનું તેજ, ચંદ્રની શીતળતા, નરકમાં દુઃખ, દેવગતિમાં સુખ, સિદ્ધનું અરૂપીપણું, ધર્માસ્તિકાયને ચલણ સહાય ગુણ, અધર્માસ્તિકાયને સ્થિરસડાય ગુગુ, આકાશને વિકાસ ગુણ, કાળને વર્તન ગુણ, જીવને ઉપગ ગુણ, પુદ્ગળને પુરણ ગલન ગુણ, ભવ્યનું મેક્ષ, ગમન, અભવ્યનું અનંત સંસારપરિભ્રમણ, ઈત્યાદિ વસ્તુ કેણ બનાવે છે ? કઈ જ નહિ. માત્ર સ્વભાવથી જ બધું થાય છે સ્વભાવથી જ રહે છે અને સ્વભાવે જ જાય છે. એ રીતે સ્વભાવવાદી કહે છે કે, મારે મત સાચે છે, માટે બીજુ બધું છોડી માત્ર સ્વભાવને જ સાચે માને (આવું એકાંતે માનનાર મિથ્યાત્વી છે, પણ સ્વભાવને બીજા સમવાય સામે જોડીને સ્યાદવાદ માને તે સમકિતી છે.) ૩. નિયતિવાદી–નિયતિવાદી બોલ્યો કે, અરે ! કાળવાદી અને સ્વભાવવાદી! તમે બંને જૂઠા છે, તમારાથી કંઈ પણ બનતું
SR No.011510
Book TitleJain Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj
PublisherShamji Velji Virani Sthanakvasi Jain Dharmik Shikshan Sangh
Publication Year1982
Total Pages874
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy