________________
૪૦૪
જૈન તવ પ્રકાશ
તેઉકાયના બે ભેદ છે. (૧) અપર્યાપ્તા સૂક્ષ્મ તેઉકાય (૨) પર્યાપ્તા સૂમ તેઉકાય.
તેઉકાયને બીજે ભેદ બાદર છે. તે બાદ તેઉકાય લેકના દેશ ભાગમાં (અમુક જ ભાગમાં) છે. તેના પણ બે ભેદ છે, (૧) અપર્યાપ્ત બાદર તેઉકાય (૨) પર્યાપ્તા બાદર તેઉકાય.
બાદર તેઉકાયના ૧૪ ભેદનાં નામ. ૧. નિધૂમ અગ્નિ ૨. કુંભારના નીભાડાને અગ્નિ. ૩. તૂટતી જ્વાળા, ૪. અખંડ જ્વાળા. ૫. ચકમકને અગ્નિ. ૬. વીજળીને અગ્નિ, ૭. તારા ખરે તેને અગ્નિ ૮. અરણીને લાકડાને અગ્નિ, ૯. વાંસને અગ્નિ, ૧૦. કાષ્ટને અગ્નિ ૧૧. સૂર્યકાંત કાચને અગ્નિ (આઈગ્લાસને) ૧૨ દાવાનળને અગ્નિ ૧૩. ઉલ્કાપાત (આકાશમાંથી વિનાશકાળે અગ્નિ વરસે તે)ને અગ્નિ. અને, ૧૪. વડવાનળને અગ્નિ (સમુદ્રમાંથી પાણીને શેષણ કરનાર અગ્નિ). એ ચૌદ નામે અગ્નિનાં છે. ઈત્યાદિ ઘણી જાતની તેઉકાય છે.
તેઉકાયના મુખ્ય ચાર ભેદ છે. ૧. સૂક્ષ્મ તેઉકાયના અપર્યાપ્તા (૨) સૂમ તેઉકાયના પર્યાપ્તા (૩) બાદર તેઉકાયના અપર્યાપ્તા (૪) બાદર તેઉકાયના પર્યાપ્તા. એ પ્રમાણે ૪ ભેદ થયા.
૪. સુમતિ થાવર (વાયુ) કાય–એના બે ભેદ છે. સૂક્ષ્મ અને બાદર. એ બેને વળી બબ્બે ભેદ છે. અપર્યાપ્તા અને પર્યાપ્તા તેથી વાયુકાયના મુખ્ય ૪ ભેદ થયા. (૧) સૂમ વાયુકાયના અપર્યાપ્તા (૨) સૂક્ષ્મ વાયુકાયના પર્યાપ્તા (3) બાદર વાયુકાયના અપર્યાપ્તા (૪) બાદર વાયુકાયના પર્યાપ્તા. સૂમ વાયુકાય દેશભરમાં ઠસોઠાંસ ભર્યા છે. અને બાદર વાયુકાય લેકના દેશ ભાગમાં (અમુક ભાગમાં) છે.
વળી, બાદર વાયુકાયના ૧૬ ભેદ છે. ૧. પૂર્વને વાયુ ૨. પશ્ચિમને વાયુ, ૩. ઉત્તરને વાયુ, ૪. દક્ષિણને વાયુ, પ. ઊંચી દિશાને વાયુ, ૬. નીચી દિશાને વાયુ, ૭. તિરછી દિશાને વાયુ, ૮. વિદિશાને (ઈશાન વગેરે ચાર ખૂણુને) વાયુ ૯. ભ્રમર વાયુ (ચક્કર પડે તે) ૧૦. મંડળવાયુ (ચાર ખૂણે ફરે તે) ૧૧. ગુંડળવાયુ