SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન તત્વ પ્રકાશ અને ચોસઠ ઈન્દ્રાદિ દેવ પ્રભુને મેરુ પર્વતના પંડગવનમાં લઈ જઈને ધુમધામથી જન્મમહોત્સવ કરે છે. આ રિવાજ ઈદ્રોમાં પરંપરાથી ચાલ્યો આવે છે. પછી તીર્થકરના પિતા જન્મમહોત્સવ કરી ઉત્તમ ૧ થી ૮ નન્દાત્તરા, નન્દા, આનન્દા, નવિના, વિજયા, વૈજયન્તી, જયન્તી અને અપરાજિતા આ આઠ દેવીઓ જ બુદ્વીપના મન્દર પર્વતની પૂર્વ દિશામાં જે રુચકવર પર્વત છે, તેના આઠ રુચક કુટ ઉપર, આ આડ દિ કુમારીઓ રહે છે. આ બધી દેવીઓ મહર્દિક, વિશિષ્ટભવન અને પરિવાર આદિરૂપ ઋદ્ધિવાળી, મહાદ્યુતિવાળી, (શરીર આભરણ આદિની પ્રભાથી દેદીપ્યમાન) મહાબલ સંપન્ન, (વિશેષ બળથી યુક્ત મહાયશ સંપન્ન, (વિશિષ્ટ કીતિ સંપન્ન) મહાસૌખ્ય સંપન્ન, (વિશિષ્ટ સુખસંપન) અને મહાનુભાગ સંપન્ન (અતિશય પ્રભાવવાળી) છે. તેમનું આયુષ્ય એક પલ્યોપમ (અસંખ્યાતા વરસો) નું છે. આ દિક (દિશા) કુમારીએ તીર્થંકર પ્રભુના જન્મ વખત હાથમાં દર્પણ લઈને ગીતો ગાય છે અને પ્રભુની પયું પાસના કરે છે. ૯ થી ૧૬ સમાહારા, સુપ્રદત્તા, સુપ્રબુદ્ધ, યશોધરા, લક્ષ્મીવતી, શેષવતી, ચિત્રગુપ્તા અને વસુન્ધરા આ દેવીઓ જંબુદ્વીપના મન્દર પર્વતની દક્ષિણ દિશામાં સુચકવર પર્વતના આઠ ફુટ ઉપર રહે છે. તેઓ પ્રભુના જન્મમહત્સવમાં હાથમાં ભંગારો લઈને ગીત ગાય છે અને પ્રભુની પણું પાસના કરે છે. ૧થી૪ ઈલાદેવી, સુહાદેવી, પુથિવી, પદ્માવતી, એકનાસા, નવમિકા, સીતા અને ભદ્રા. આ દેવીઓ જબુદ્દીપના મન્દર પર્વતની પશ્ચિમ દિશામાં રહેલા રચવર પર્વતના આઠ ફુટ ઉપર રહે છે. તેઓ હાથમાં વીંઝણો લઈને ગીતો ગાય છે. ૨૫થી ૩૨ અલખુષા, મિતકેશી, પુંડરીકિણી, વારુણી, આશા, સર્વગા, શ્રી અને હીં દેવી. આ દેવીઓ મન્દર પર્વતની ઉત્તર દિશામાં રુચકવર પર્વતના આઠ કુટ ઉપર રહે છે. તેઓ હાથમાં ચામરો લઈને ગીતો ગાય છે. ૩૩થી૪૦ ભોગંકરા, ભગવતી, સુભોગા, ભોગમાલિની, સુવત્સા, વત્સમિત્રા, વારિષણ અને બલાહકા. આ દેવીઓ અધેલોકમાં સોમનસ વગેરે પર્વત પર રહે છે. આ દેવીઓ સંવર્તક પવન નાખે છે. ૪૧થી૪૮ મેકરા, મેઘવતી, સુમેઘા, મેઘમાલિની, તોયધરા, વિચિત્રા, પુષ્પમાલી અને અનિન્દિતા આ આઠ દેવીઓ ઉર્વલોકમાં નંદન કુટ ઉપર રહે છે. આ દેવીઓ આકાશમાં વાદલ આદિ કરે છે.
SR No.011510
Book TitleJain Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj
PublisherShamji Velji Virani Sthanakvasi Jain Dharmik Shikshan Sangh
Publication Year1982
Total Pages874
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy