SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪ થું : ઉપાધ્યાય ૨૫૫ ૩૦મામાં બાર પ્રકારના તપનું વર્ણન, ૩૧મામાં ચારિત્રના ગુણ, ૩રમામાં પ્રમાદસ્થાન તેમાં પાંચ ઇન્દ્રિયને જીતવાનો ઉપદેશ, ૩૩મામાં કર્મ પ્રકૃતિ, કર્મની સ્થિતિ, અનુભાગ, પ્રદેશનું કથન છે. ૩૪મામાં છે લેડ્યાનાં ૧૧ દ્વાર, ૩૫મામાં સાધુના ગુણો અને ૩૬મામાં જીવાજીવ વિભક્તિ નામના અધ્યયનમાં પ૬૩ ભેદ જીવના, પ૬૦ ભેદ અજીવનાનું, સ્થિતિનું, સ્થાનનું અને સિદ્ધના સ્વરૂપનું કથન છે. ભગવાન મહાવીરે મેક્ષ પધારતી વખતે ૧૮ દેશના રાજા વગેરે પરિષદ સમક્ષ વિપકનાં ૧૧૦ અને ઉત્તરાધ્યયનનાં ૩૬ અધ્યયનનું વ્યાખ્યાન ૧૬ પ્રહર પર્યત આપેલું. ઉત્તરાધ્યયનના મૂળ લેક ૨૧૦૦ છે. ૩. નંદી સૂત્ર-તેમાં પ્રથમ સ્થવિરાવલીમાં મહાવીર પ્રભુ પછી અનુકને થયેલ ૨૭ આચાર્યોનાં ગુણ કથન, યોગ્ય અગ્ય શ્રોતાએનું કથન, ૫ જ્ઞાન, ૪ બુદ્ધિ, શાનાં નામની ટીપ, વગેરે છે. એના મૂળ લેક ૭૦૦ છે. - ૪, અનુગદ્વાર સૂત્ર-આમાં શ્રતજ્ઞાનનો મહિમા, દ્રવ્ય ભાવ, આવશ્યક, ઉપકમ, આનુપૂવ, સમાવતાર, અનુગમ, દ્રવ્ય-ક્ષેત્રકાળ-ભાવની અનુપૂર્વી, ૧૦ નામ વિસ્તારથી ૬ ભાવ, ૭ સ્વર, ૮ વિભક્તિ, ૯ રત્નપ્રમાણ, ૩ પ્રકારનાં આંગૂલ, પલ્યોપમ-સાગરેપમનું પરિમાણ, ૫ શરીર, ગર્ભજ મનુષ્યની સંખ્યા, ૪ પ્રમાણ, ૭ નય, સંખ્યાત, અસંખ્યાત, અનંતનું કથન, એ ઉપકમ, સાધુની ૮૪ ઉપમા, સામાયિકના પ્રશ્નોત્તર ઈત્યાદિ. આ શાસ્ત્રમાં ઘણે જ ગહન વિષય છે. અનુગદ્વાર સૂત્રના ૧૮૯ મૂળ શ્લેક છે. ૧. આવશ્યક સૂત્ર-આમાં છ અધ્યયન છે. આમાં છ આવશ્યક (પ્રતિકમણ) સૂત્રનાં છે. તેમાં સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાની આવક કરણી અને તેમાં દોત્પત્તિનાં કારણ સંક્ષિપ્તમાં પરંતુ બધા જિજ્ઞાસુ સમજી શકે એવી ખૂબીથી દર્શાવેલ છે. આનું જ્ઞાન ચતુવિધ સંઘને પ્રથમ આવશ્યક છે, તેથી આ સૂત્રનું “આવશ્યક’ નામ છે.
SR No.011510
Book TitleJain Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj
PublisherShamji Velji Virani Sthanakvasi Jain Dharmik Shikshan Sangh
Publication Year1982
Total Pages874
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy